Technology: ફેક વેબસાઈટ પર ક્લિક કરતાં જ ખાલી થઈ શકે છે બેંક એકાઉન્ટ, બચવા માટે ધ્યાન રાખો આ બાબતો

|

Dec 26, 2021 | 8:08 AM

What is Spoofing: કોરોના મહામારી દરમિયાન લોકો પોતાનો મોટાભાગનો સમય સ્માર્ટફોન અને લેપટોપ પર વિતાવે છે. આવી સ્થિતિમાં સાયબર ગુનેગારો પણ આનો ફાયદો ઉઠાવી રહ્યા છે.

Technology: ફેક વેબસાઈટ પર ક્લિક કરતાં જ ખાલી થઈ શકે છે બેંક એકાઉન્ટ, બચવા માટે ધ્યાન રાખો આ બાબતો
Cyber Crime (Symbolic Image)

Follow us on

કોરોના મહામારી (Corona epidemic) દરમિયાન લોકો તેમનો મોટાભાગનો સમય સ્માર્ટફોન અને લેપટોપ પર વિતાવે છે. આવી સ્થિતિમાં સાયબર ગુનેગારો પણ આનો ફાયદો ઉઠાવી રહ્યા છે. ગત થોડા સમયમાં સાયબર ક્રાઇમ (Cyber Crime)ના કેસોમાં ઝડપથી વધારો થયો છે. જેમાં એક રીત વેબસાઈટ સ્પૂફિંગની (Spoofing)છે.

સ્પુફિંગ શું છે?

વેબસાઇટ સ્પુફિંગમાં નકલી વેબસાઇટ (Fake website) બનાવીને, ગુનેગાર તેની મદદથી તમારી સાથે છેતરપિંડી (Fraud) કરી શકે છે. આ નકલી વેબસાઈટને વાસ્તવિક દેખાડવા માટે ગુનેગારો મૂળ વેબસાઈટના નામ, લોગો, ગ્રાફિક્સ અને કોડનો પણ ઉપયોગ કરે છે. તેઓ નકલી URL પણ બનાવી શકે છે, જે બ્રાઉઝર વિન્ડોની ટોચ પર અડ્રેસ ફીલ્ડમાં દેખાય છે. આ સાથે, તેઓ નીચે જમણી બાજુએ આપેલા પેડલોક આઇકોનને પણ કોપી કરે છે.

IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત
Green onion : લીલી ડુંગળીમાં કયું વિટામિન હોય છે, તેને ખાવાથી શું ફાયદા થાય છે?
શિયાળામાં સ્ટાર ફ્રુટ ખાવાથી થાય છે અઢળક લાભ
આજનું રાશિફળ તારીખ : 23-11-2024

ગુનેગારો આ ગુનો કેવી રીતે કરે છે?

ગુનેગારો આ નકલી વેબસાઇટ્સની લિંક્સ ધરાવતા ઇમેઇલ્સ મોકલે છે, જેમાં તમને તમારા એકાઉન્ટ સંબંધિત માહિતી અપડેટ અથવા પુષ્ટિ કરવા માટે કહેવામાં આવે છે. આ એકાઉન્ટ સંબંધિત સંવેદનશીલ માહિતીની ચોરી કરવાના હેતુથી કરવામાં આવે છે. તેમાં તમારું ઈન્ટરનેટ બેન્કિંગ યુઝર આઈડી, પાસવર્ડ, પિન, ક્રેડિટ/ડેબિટ કાર્ડ/બેંક એકાઉન્ટ નંબર, કાર્ડ વેરિફિકેશન વેલ્યુ (CVV) નંબર વગેરેનો સમાવેશ થાય છે.

સ્પૂફિંગથી બચવા માટે સલામતી ટિપ્સ

1) ધ્યાનમાં રાખો કે બેંક તમારી વ્યક્તિગત માહિતી એકત્રિત કરવા માટે ક્યારેય ઈમેલ મોકલતી નથી. જો તમને ઈમેલમાં તમારી ઈન્ટરનેટ બેંકિંગ સુરક્ષા વિગતો જેમ કે PIN, પાસવર્ડ અથવા એકાઉન્ટ નંબર માટે પૂછવામાં આવે, તો તેનો જવાબ આપશો નહીં.

2) આ સિવાય પેડલોક આઇકનનું પણ ધ્યાન રાખો. પેડલોક આઇકન બ્રાઉઝર વિન્ડોમાં ગમે ત્યાં હાજર હોય છે. ઉદાહરણ તરીકે, Microsoft Internet Explorer માં, બ્રાઉઝર વિન્ડોની નીચે જમણી બાજુએ લૉક આઇકન દેખાય છે. તમારા વેબ બ્રાઉઝરમાં ક્લિક કરો અથવા ડબલ ક્લિક કરો, જે તમને વેબસાઇટની સુરક્ષા વિગતો બતાવશે.

3) આ સાથે વેબપેજનું URL પણ ચેક કરો. વેબ બ્રાઉઝ કરતી વખતે, URL (વેબ પેજ અડ્રેસ) “http” થી શરૂ થાય છે. જો કે, સુરક્ષિત કનેક્શનમાં, એડ્રેસ “https” થી શરૂ થવું જોઈએ. અંતે આપેલ “s” ની નોંધ લેવી જરૂરી છે.

 

આ પણ વાંચો: Viral: જંગલી સુંવરે કરી ગેંડાને સળી ! મુવીની જેમ એક્સન સીન થતાં સુંવરની હાલત થઈ ખરાબ

આ પણ વાંચો: Viral: બાસ્કેટ લઈ શાકભાજી લેવા નીકળ્યો કૂતરો, તેની સમજદારી જોઈ લોકો આશ્ચર્યમાં પડ્યા !

Next Article