
વધારે ગરમીમાં ઘરના રૂમનું તાપમાન પણ વધી જાય છે. આજ કારણે મોટાભાગના લોકો સીલીંગ ફેનના જગ્યા પર કુલરનો વપરાશ કરે છે અને છતા પણ તેનાથી વધારે ઠંડી હવા આવતી નથી. આના ઘણા કારણો હોઈ શકે છે જેને ધ્યાનમાં લેવા જરૂરી છે. જેમ કે કૂલિંગ પેડ્સ ગંદા થવા (જે ઠંડી હવાને અટકાવે છે) અથવા તેનું ઘાસ જૂનું થવું (જે પાણી પરિભ્રમણને અટકાવે છે). વધુમાં જો કુલરનો પંપ યોગ્ય રીતે કામ ન કરતો હોય તો પણ કુલરમાંથી ગરમ હવા આવી શકે છે.
આ બાબતોની ચકાસણી કર્ચા પછી પણ, જો કુલર હજુ પણ ગરમ હવા આપી રહ્યું છે, તો કેટલીક સરળ બાબતો તમારી મદદ કરી શકે છે. થોડા સરળ હેક્સ જાણવાથી ઘરના મુશ્કેલ કાર્યો પણ સરળ બની શકે છે. તેવી જ રીતે જો તમારું કુલર ઉનાળામાં ગરમ હવા આપતું હોય તો, તમે તેને થોડીવારમાં જ ઠીક કરી શકો છો, એટલે કે તમારું જૂનું કુલર પણ ઠંડી હવા આપવાનું શરૂ કરી શકે છે. તો ચાલો જાણીએ આ સરળ ઉપાયો.
કુલરની ટાંકીમાં ફટકડીનો મોટો ટુકડો મૂકવો જોઈએ. ફટકડીમાં ક્લીંજિંગ કરનારા ગુણધર્મો હોય છે જે પાણીને સાફ કરે છે. જ્યારે પાણી સાફ હોય છે, ત્યારે તમારું કુલર ઠંડી હવા આપવાનું શરૂ કરે છે. ગંદા પાણીથી કુલરની હવા ભેજવાળી થઈ શકે છે અને કુલરના પેડ પણ ખરાબ થઈ શકે છે, જેનાથી ગરમ હવા આવે છે.
સાચી જગ્યા પર કુલર મુકવાથી હવામાં મોટો ફેરફાર જોવા મળે છે. જ્યારે તમે કુલરને બંધ જગ્યામાં મૂકો છો ત્યારે તેમાંથી ખૂબ જ ગરમ હવા આવી શકે છે. કુલરને એવી જગ્યાએ મૂકો જ્યાં તેનો પાછળનો ભાગ ખુલ્લા વિસ્તારમાં હોય. તેથી, તેને બારી કે દરવાજા પાસે મૂકવું શ્રેષ્ઠ માનવામાં આવે છે.
મોટાભાગના લોકો કુલરના ટાંકીમાં બરફ નાખે છે. તેનાથી હવા ઠંડી રહે છે. બહારથી આવતી હવા પાણીના સંપર્કમાં આવતા ઠંડી થાય છે. વધુમાં તમે બરફમાં મીઠું ઉમેરી શકો છો. મીઠું બરફને ઝડપથી ઓગળવા દેતું નથી અને તે લાંબા સમય સુધી ઠંડુ રાખે છે.
કુલરના હવાને ઠંડી કરવાની તમે બે રીતો જાણી લીધી છે. પરંતુ તમે આ રીત પણ અજમાવી શકો છો. એક માટીનો મટકો લો અને તેના નીચેના ભાગમાં નાના-નાના છિદ્રો કરો. પછી, તેને કુલરની ટાંકીની અંદર મૂકો અને પંપને મટકાની અંદર રાખો. મટકો પાણીને ઠંડું રાખે છે, જેથી જ્યારે મટકામાંથી પાણી કૂલરના પેડ્સ પર પડે છે ત્યારે ઠંડી હવા મળે છે.