Nude Video Call Fraud: ન્યુડ વીડિયો કોલ દ્વારા છેતરપિંડી, જાળમાં ફસાશો તો લૂંટાઈ જશો, જાણો કેવી રીતે રાખવી સાવધાની, જુઓ Video

|

Jul 20, 2023 | 12:33 PM

છેલ્લા ઘણા દિવસોથી છેતરપિંડીની નવી રીત જોવા મળી રહી છે. જેમાં યુવતીઓ ન્યૂડ વીડિયો કોલ દ્વારા લાખો રૂપિયાની છેતરપિંડી કરે છે. આ પ્રકારના અનેક કિસ્સાઓ હાલમાં સામે આવ્યા છે, જેમાં આ યુવતીઓએ ઘણા લોકોને પોતાના શિકાર બનાવ્યા છે.

Nude Video Call Fraud: ન્યુડ વીડિયો કોલ દ્વારા છેતરપિંડી, જાળમાં ફસાશો તો લૂંટાઈ જશો, જાણો કેવી રીતે રાખવી સાવધાની, જુઓ Video
Nude Video Call Fraud

Follow us on

જો તમે સોશિયલ મીડિયા પર અજાણ્યા લોકો સાથે મિત્રતા કરી રહ્યા છો, તો તમારે સાવચેત રહેવાની જરૂર છે. છેલ્લા ઘણા દિવસોથી છેતરપિંડીની (Cyber Crime Fraud) નવી રીત જોવા મળી રહી છે. જેમાં યુવતીઓ ન્યૂડ વીડિયો કોલ (Nude Video Call) દ્વારા લાખો રૂપિયાની છેતરપિંડી કરે છે. આ પ્રકારના અનેક કિસ્સાઓ હાલમાં સામે આવ્યા છે, જેમાં આ યુવતીઓએ ઘણા લોકોને પોતાના શિકાર બનાવ્યા છે.

પછી શરૂ થાય છે અશ્લીલતાનો ખેલ

આ પ્રકારની છેતરપિંડીમાં સૌપ્રથમ લોકોને અજાણ્યા નંબર પરથી યુવતી વોટ્સએપ પર કોલ કરે છે અને ત્યારબાદ તે મિત્રતા કેળવે છે અને નિયમિત કોલ કરે છે. ત્યારબાદ તે અશ્લીલતાનો ખેલ શરૂ કરે છે. થોડા દિવસો બાદ તે વીડિયો કોલ કરે છે અને પોતે ન્યૂડ થાય છે અને સામે વ્યક્તિને પણ એવું કરવા કહેવામાં આવે છે. જ્યારે કોલ પર વ્યક્તિ આવું કરે છે ત્યારે તેનું સ્ક્રીન રેકોર્ડિંગ કરવામાં આવે છે અને ત્યારબાદ તેને બ્લેકમેલ કરવામાં આવે છે.

અશ્લીલ હરકતોને રેકોર્ડ કરે છે

આ ઉપરાંત ઘણા કિસ્સાઓમાં છોકરી વીડિયો કોલ કરે છે ત્યારે સામેની વ્યક્તિએ કોલ ઉપાડતા જ તે સ્ક્રીન પર નગ્ન દેખાય છે. કોલ ઉપાડ્યા બાદ સામેની વ્યક્તિ કંઈ સમજે ત્યાં સુધીમાં આ લોકો અશ્લીલ હરકતોને રેકોર્ડ કરે છે. ત્યારબાદ આ ફ્રોડ લોકોની ગેંગ વ્યક્તિને બ્લેકમેલ કરવાનું શરૂ કરે છે.

IPL 2025માં MS ધોનીના રમવા પર સસ્પેન્સ યથાવત
માંસ કેમ ન ખાવું જોઈએ ? દેવરાહા બાબાએ જણાવ્યું મોટું કારણ, જુઓ Video
Indian Oil ભારતમાં, તો પછી વિશ્વની સૌથી મોટી Oil Company કઈ છે?
ઘરે તુલસી છે ! જાણી લો મંજરી કયા દિવસે ન તોડવી જોઈએ?
સ્વાતંત્ર્ય સંગ્રામ દરમિયાન આવી મોટી ગાડીઓમાં ફરતા હતા મહાત્મા ગાંધી, જુઓ Photos
ખાલી પેટ ખીરા કાકડીનું જ્યુસ પીવાથી જાણો શું થાય છે?

પહેલા તે વીડિયો મોકલીને ધમકી આપે છે અને તેની પાસે રૂપિયા માંગવામાં આવે છે. જો તેનો ઈન્કાર કરવામાં આવે તો આ વીડિયોને સોશિયલ મીડિયા પર વાયરલ કરવાની ધમકી આપવામાં આવે છે. જો કોઈ વ્યક્તિ તેની આ જાળમાં ફસાય તો લાખો રૂપિયા ગુમાવે છે. જ્યારે નાણા ચૂકવવામાં અસમર્થ થાય ત્યારે ઘણા કિસ્સાઓમાં લોકો આત્મહત્યાનું પગલું પણ ભરતા હોય છે.

 

 

આ પણ વાંચો : KYC Fraud: KYC કરવાના બહાને છેતરપિંડી, જાણો ફ્રોડથી બચવા શું સાવધાની રાખવી, જુઓ Video

આ રીતે રાખો સાવધાની

1. અજાણ્યા નંબર પરથી કોઈપણ વોટ્સએપ કોલ ઉપાડશો નહીં.

2. જો તમને અજાણ્યા નંબર પરથી વારંવાર વીડિયો કોલ આવે છે, તો તેને ચેક કરો.

3. જો તમને કોઈ ન્યુડ વિડીયો કોલ આવે તો પોલીસને આ બાબતની જાણ કરો.

4. વોટ્સએપ પર આવતા ન્યૂડ વીડિયો કોલના નંબરને બ્લોક કરો.

5. તમારી સાથે છેતરપિંડી થાય કે તરત જ ટોલ ફ્રી નંબર 1930 પર કોલ કરો.

6. તમે cybercrime.gov.in પર પણ ફરિયાદ નોંધાવી શકો છો.

ટેક્નોલોજીના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article