Technology: હવે WhatsApp થી પણ કરી શકશો બેંક બેલેન્સ ચેક, બસ આટલું કરવુ પડશે

|

Dec 29, 2021 | 1:59 PM

WhatsApp હાલના સમયે ખુબ ઉપયોગી બન્યું છે. તમે વોટ્સએપનો ઉપયોગ મેસેજ, ફોટા અને વીડિયો મોકલવા માટે કર્યો જ હશે. ત્યારે વોટ્સએપ સમયાંતરે તેના ફિચર્સમાં વધારો કરતું રહે છે જેથી કરીને યુઝર્સને વધુ સારો અનુભવ થાય.

Technology: હવે WhatsApp થી પણ કરી શકશો બેંક બેલેન્સ ચેક, બસ આટલું કરવુ પડશે
WhatsApp (Symbolic Image)

Follow us on

WhatsApp Bank Balance Check: ઇન્સ્ટન્ટ મેસેજિંગ સર્વિસનો ઉપયોગ કરવા માટે આપણે બધા WhatsAppનો ઉપયોગ કરીએ છીએ. આજે વિશ્વના લગભગ તમામ દેશોમાં WhatsAppનો ઉપયોગ થાય છે. 2 અબજથી વધુ લોકો મેસેજિંગ સેવાને ઍક્સેસ કરવા માટે WhatsAppનો ઉપયોગ કરે છે. આ જ કારણથી વોટ્સએપ યુઝર્સ માટે સમયાંતરે અનેક ખાસ ફીચર્સ લાવતું રહે છે.

WhatsApp હાલના સમયે ખુબ ઉપયોગી બન્યું છે. તમે વોટ્સએપનો ઉપયોગ મેસેજ, ફોટા અને વીડિયો મોકલવા માટે કર્યો જ હશે. ત્યારે વોટ્સએપ સમયાંતરે તેના ફિચર્સમાં વધારો કરતું રહે છે જેથી કરીને યુઝર્સને વધુ સારો અનુભવ થાય.

WhatsAppએ આપણી જીવનશૈલી બદલવાનું કામ કર્યું છે. તેનાથી આપણા ઘણા કામ સરળ બન્યા છે. તાજેતરમાં જ WhatsAppએ તેના પ્લેટફોર્મ પર પેમેન્ટનું ફીચર લોન્ચ કર્યું છે. આની મદદથી યુઝર્સ UPI દ્વારા કોઈપણ વ્યક્તિના ખાતામાં સરળતાથી પૈસા ટ્રાન્સફર કરી શકે છે. આ અહેવાલમાં આજે અમે તમને તે પ્રક્રિયા વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેના દ્વારા તમે WhatsApp દ્વારા તમારું બેંક બેલેન્સ ચેક કરી શકો છો. ચાલો જાણીએ.

Whatsapp પર અજાણ્યા નંબર પરથી વારંવાર આવે છે મેસેજ? તો કરી લો બસ આટલું
Tips and Tricks : શું તમે પીળી ટોયલેટ સીટથી કંટાળી ગયા છો? આ રીતે સાફ કરીને કમાલ જુઓ
કરોડોમાં પગાર, લિમોઝીન કાર, વ્હાઇટ હાઉસ... ટ્રમ્પને અમેરિકી રાષ્ટ્રપતિ તરીકે મળશે આ સુવિધાઓ
Vastu tips : તોડ-ફોડ વગર સીડીનો વાસ્તુ દોષ કરો દૂર, ફક્ત આ ઉપાયો અપનાવો !
Neem Karoli Baba: નીમ કરોલી બાબાએ કહ્યું કે, આ 3 લોકોના હાથમાં ક્યારેય નથી ટકતા પૈસા
Neeraj Chopra Wife: કોણ છે હિમાની મોર જે બની ગોલ્ડન બોય નીરજ ચોપરાની પત્ની ?

વોટ્સએપ દ્વારા તમારું બેંક બેલેન્સ ચેક કરવા માટે સૌથી પહેલા મોબાઈલ ફોનમાં વોટ્સએપ એકાઉન્ટ ખોલો.
નેક્સટ સ્ટેપ માટે ટોચના મેનૂ પરનું બટન પસંદ કરો.
હવે સ્ક્રીન પર તમારી સામે ઘણા વિકલ્પો ખુલશે.
અહીં તમારે પેમેન્ટ વિકલ્પ પસંદ કરવાનો રહેશે.

હવે તમારે WhatsApp સાથે તમારું બેંક એકાઉન્ટ એડ કરવાનું રહેશે.
વોટ્સએપ પર બેંક એકાઉન્ટ એડ કર્યા પછી તમારે પેમેન્ટ સેક્શનમાં જવું પડશે.
અહીં સ્ક્રીન પર તમારી પાસે તમારી બેંક દેખાશે. તેના પર ક્લિક કરો.
આ પછી, ડિસ્પ્લે પર ઘણા વિકલ્પો બતાવવામાં આવશે.

તેમાં તમારે વ્યૂ એકાઉન્ટ બેલેન્સ(View Account Balance)નો વિકલ્પ પસંદ કરવાનો રહેશે. હવે તમને તમારા UPI પિન વિશે પૂછવામાં આવશે. UPI PIN દાખલ કર્યા પછી, તમે WhatsApp દ્વારા સરળતાથી તમારું બેંક બેલેન્સ ચેક કરી શકશો.

આ પણ વાંચો: Snowfall in Uttarakhand: નવા વર્ષની ઉજવણી માટે તૈયાર છે ઉત્તરાખંડના હિમાચ્છાદિત મેદાનો , મુનસ્યારી સહિત અનેક વિસ્તારોએ ફરી બરફની સફેદ ચાદર ઓઢી

આ પણ વાંચો: Indian Airlines : હવે તમે ફ્લાઈટ્સ અને એરપોર્ટ પર ભારતીય મ્યુઝિક સાંભળી શકશો ! ઉડ્ડયન મંત્રાલયે કહ્યું એરલાઈન્સ કંપનીઓએ વિચારવું જોઈએ

Next Article