નવો પાસપોર્ટ બનાવનાર ભારતીય નાગરિકો માટે મોટા સમાચાર સામે આવ્યા છે. હવે પાસપોર્ટ બનાવવાને લઈને ભારતીયોને મોટી રાહત મળવા જઈ રહી છે. ટૂંક સમયમાં પાસપોર્ટ અરજીની પ્રક્રિયા સરળ બનાવવામાં આવશે, જેમાં ફોર્મ ભરવાની જરૂરીયાત જ રહેશે નહીં. નાગરિકો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) સપોર્ટ સિસ્ટમની મદદથી તેમના ડિજીલોકરનો ઉપયોગ કરીને સીધા જ અરજી કરી શકશે અને તેની સમર્ગ પ્રોસેસ પર માત્ર 25 મીનીટમાં પુરી થઈ જશે. ત્યારે ચાલો જાણીએ શું છે તેને લઈને સમગ્ર માહિતી.
તમને જણાવી દઈએ કે ભારતમાં નવી અરજી પ્રક્રિયા મે 2025 થી લાગુ થવાની ધારણા છે. ખાતરી કરવા માટે કે અરજદારો ઓનલાઈન અરજી પ્રક્રિયા માટે પસંદગી કરવાનું ચાલુ રાખી શકે છે. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે AI પાસપોર્ટ એપ્લિકેશન પ્રક્રિયાને વર્તમાન 45 મિનિટથી ઘટાડીને 25 મિનિટ કરી દેશે. આ સિવાય, AI સપોર્ટ એપ્લીકેશનના હાલના 4-પેજના ફોર્મેટને ઘટાડીને 2-પેજના કરશે.
હાલમાં, નવો પાસપોર્ટ મેળવવા માટેની અરજી પ્રક્રિયામાં ઓનલાઈન ફોર્મ ભરવાનો અને પછી દસ્તાવેજની ચકાસણી માટે પાસપોર્ટ કેન્દ્ર પર જવાનો સમાવેશ થાય છે. અરજદારોએ 3 કાઉન્ટર્સની જવું પડી રહ્યું છે અને સમગ્ર પ્રક્રિયામાં પૂરી થવામાં લગભગ 45 મિનિટનો સમય લાગે છે તો ક્યારેક તે સમય દિવસોમાં પણ ફેરફાર થઈ જાય છે.
આ સિસ્ટમને કાગળ આધારિત હસ્તાક્ષરની જરૂર પડશે નહીં, કારણ કે તે સીધા જ ડિજિટલ પેડથી અપલોડ કરવામાં આવશે. અરજદારોને પ્રતિસાદ માટે એક SMS પ્રાપ્ત થશે. રિપોર્ટ અનુસાર આ મામલે ભોપાલમાં ગુજરાત, રાજસ્થાન અને મધ્યપ્રદેશના પ્રાદેશિક પાસપોર્ટ અધિકારીઓની બેઠક યોજાઈ હતી.
પાસપોર્ટ સેવા પોર્ટલ વેબસાઇટ – passportindia.gov.in નો ઉપયોગ પોસ્ટ ઓફિસ પાસપોર્ટ સેવા કેન્દ્રો અને પ્રાદેશિક પાસપોર્ટ કચેરીઓ સહિત 523 પાસપોર્ટ કેન્દ્રો માટે એપોઇન્ટમેન્ટ બુક કરવા માટે થઈ શકે છે.