હવે ભૂલી જાઓ Google Pay કે Phone Pay, વાપરો WhatsApp Pay અને પૈસા બચાવો!!

વોટ્સએપ (WhatsApp) હવે UPIનો ઉપયોગ કરતા તેના ગ્રાહકો માટે એક ઓફર લઈને આવ્યું છે. આ ઓફરમાં ગ્રાહકોને 33 રૂપિયાનું કેશબેક (Cashback) મળી શકે છે.

હવે ભૂલી જાઓ Google Pay કે Phone Pay, વાપરો WhatsApp Pay અને પૈસા બચાવો!!
WhatsApp Pay (File Photo)
| Edited By: | Updated on: May 08, 2022 | 11:22 AM

તમે Paytm, PhonePe અથવા Google Pay દ્વારા શોપિંગ કર્યા પછી પેમેન્ટ કરી શકો છો. પરંતુ WhatsApp પણ હવેથી તમને આ સુવિધા આપવા જઈ રહ્યું છે. વોટ્સએપ પેમેન્ટ્સ (WhatsApp Pay) માત્ર ઓનલાઇન પેમેન્ટની સુવિધા જ નથી આપી રહ્યું, પણ સાથે ઘણી ઑફર્સ પણ લાવ્યું છે. આ ઑફર્સ તેમના ગ્રાહકોને વધુ લાભ આપવા માટે છે. જો તમે WhatsApp દ્વારા સામાન ખરીદીની ચુકવણી કરો છો, તો તમને સારું કેશબેક મળી શકે છે. હવે આ કેશબેક મેળવવા માટે તમારે આ નાનું કામ કરવું પડશે.

WhatsApp ડિજિટલ પેમેન્ટ સેવાને પ્રોત્સાહન આપવા માટે વિવિધ કેશબેક યોજનાઓ લઈને આવ્યું છે. આ માટે, જો તમે ત્રણ અલગ-અલગ વોટ્સએપ કોન્ટેક્ટ્સ માટે ચૂકવણી કરો છો, તો તમને કેશબેક મળશે. આ 3 વખત કરવાથી તમે દર વખતે કેશબેક મેળવી શકો છો.

NPCI એટલે કે નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાએ WhatsAppને આ WhatsApp Pay સુવિધા માટે વધારાના વપરાશકર્તાઓ ઉમેરવાની મંજૂરી આપી છે. ગત વર્ષે, નવેમ્બરમાં આ યુઝર લિમિટ 2 કરોડ હતી જે વધારીને હવેથી 4 કરોડ કરવામાં આવી છે.

હવે NPCIએ WhatsApp માટે વધારાના 60 મિલિયન યુઝર્સ ઉમેરવાની મંજૂરી આપી છે. આ પછી હવે કેશ મર્યાદા 10 કરોડ રૂપિયા થઈ ગઈ છે. વર્ષ 2018માં, WhatsAppએ ભારતમાં 10 લાખ વપરાશકર્તાઓ સાથે ડિજિટલ પેમેન્ટ પ્રોજેક્ટ શરૂ કર્યો હતો. જે હાલમાં ખુબ સફળ નીવડ્યો છે.

ધ લાઈવ મિન્ટના એક અહેવાલ મુજબ WhatsApp 2018થી તેના બીટા મોડમાં માત્ર 1 મિલિયન વપરાશકર્તાઓ સાથે UPI-આધારિત પેમેન્ટ સિસ્ટમ WhatsApp Pay ચલાવી રહ્યું હતું. તેનું મુખ્ય કારણ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની ડેટા લોકલાઈઝેશનની નીતિ હતી, એટલે કે દેશમાં જ ડેટા સેન્ટર સ્થાપવાની નીતિ…

આ પણ વાંચો – Tech News : વોટ્સએપ ગ્રુપના એડમિનને મળશે વધુ પાવર, નવા ફીચરથી વોટ્સએપ ચેટને કન્ટ્રોલ કરી શકશે!!

Published On - 11:15 am, Sun, 8 May 22

Follow Us