Breaking News : મોંઘા રિચાર્જ પ્લાનથી છૂટકારો, TRAI લાવી શકે છે સસ્તા કોલિંગ પ્લાન, કરોડો લોકોને ફાયદો

TRAI એ ટેલિકોમ કંપનીઓ માટે ફક્ત વોઇસ કોલ અને SMS સેવાઓ ધરાવતા રિચાર્જ પ્લાન ફરજિયાત બનાવવાનો પ્રસ્તાવ મૂક્યો છે. આનાથી યુઝર્સને મોંઘા ઇન્ટરનેટ બંડલ પ્લાન લેવાની જરૂર નહીં પડે.

Breaking News : મોંઘા રિચાર્જ પ્લાનથી છૂટકારો, TRAI લાવી શકે છે સસ્તા કોલિંગ પ્લાન, કરોડો લોકોને ફાયદો
| Updated on: Apr 08, 2026 | 3:22 PM

ભારતમાં મોબાઇલ યુઝર્સ માટે એક મહત્વપૂર્ણ બદલાવ આવી શકે છે. Telecom Regulatory Authority of India (TRAI) એ એક નવો પ્રસ્તાવ રજૂ કર્યો છે, જેમાં ટેલિકોમ કંપનીઓને ફક્ત વોઇસ કોલ અને SMS સેવાઓ ધરાવતા રિચાર્જ પ્લાન ફરજિયાત બનાવવાની ભલામણ કરવામાં આવી છે.

આ પ્રસ્તાવ અમલમાં આવશે તો યુઝર્સને ઇન્ટરનેટ સાથે બંડલ થયેલા મોંઘા પ્લાન લેવા માટે મજબૂર થવું નહીં પડે.

શું છે TRAI નો પ્રસ્તાવ?

TRAI મુજબ, દરેક ટેલિકોમ કંપનીએ ઓછામાં ઓછો એક એવો પ્લાન રજૂ કરવો પડશે, જેમાં માત્ર કોલિંગ અને SMS સેવાઓ આપવામાં આવે અને તેમાં મોબાઇલ ડેટાનો સમાવેશ ન હોય.

આવા પ્લાન સામાન્ય રિચાર્જ કરતાં સસ્તા હોવાની અપેક્ષા છે, કારણ કે તેમાં ઇન્ટરનેટ સેવાઓનો ખર્ચ સામેલ નહીં હોય.

પહેલાના પ્લાન કેમ નિષ્ફળ રહ્યા?

આવો વિચાર નવો નથી. અગાઉ પણ કેટલીક ટેલિકોમ કંપનીઓએ ફક્ત કોલ અને SMS માટેના પ્લાન લોન્ચ કર્યા હતા. પરંતુ તે પ્લાનની કિંમત વધુ હોવાથી લોકોમાં ખાસ લોકપ્રિયતા મળી નહોતી.

આ વખતે TRAI નો ફોકસ એ છે કે આ પ્લાન ખરેખર સસ્તા અને ઉપયોગી બને.

ગ્રાહકો માટે શું બદલાશે?

જો આ પ્રસ્તાવ અમલમાં આવે, તો યુઝર્સને ઘણા ફાયદા મળી શકે છે:

  • લોકો હવે માત્ર કોલ અને SMS માટે ઓછા ખર્ચે રિચાર્જ કરી શકશે
  • બે મોબાઇલ નંબર સક્રિય રાખવું વધુ સરળ બનશે
  • જેમને ઇન્ટરનેટની જરૂર ઓછી છે, તેઓ અનાવશ્યક ખર્ચથી બચી શકશે
  • સ્માર્ટફોન વાપરતા લોકો પણ આવા પ્લાનનો લાભ લઈ શકશે
  • જરૂર પડે ત્યારે અલગથી ડેટા પેક ખરીદવાનો વિકલ્પ મળશે

કોના માટે આ પ્લાન ખાસ ફાયદાકારક?

આ નવા પ્લાન ખાસ કરીને નીચેના યુઝર્સ માટે ઉપયોગી બની શકે છે:

  • જેમને મોબાઇલ ઇન્ટરનેટનો ઓછો ઉપયોગ છે
  • જેમના માટે ઘર અથવા ઓફિસનું Wi-Fi પૂરતું છે
  • સેકન્ડરી નંબર એક્ટિવ રાખવા માંગતા લોકો
  • વડીલો અથવા ફક્ત કોલિંગ માટે ફોન વાપરતા યુઝર્સ

TRAI નો આ પ્રસ્તાવ ટેલિકોમ ક્ષેત્રમાં ગ્રાહકકેન્દ્રિત બદલાવ લાવી શકે છે. જો આ અમલમાં આવે, તો મોબાઇલ રિચાર્જ વધુ લવચીક અને બજેટ-ફ્રેન્ડલી બનશે. હવે જોવાનું રહેશે કે ટેલિકોમ કંપનીઓ આ પ્રસ્તાવને કેવી રીતે અમલમાં મૂકે છે અને યુઝર્સને કેટલો વાસ્તવિક લાભ મળે છે.

Breaking News : ભારતીયો મોબાઈલમાં કેટલુ ઈન્ટરનેટ વાપરે છે ? સર્વેમાં સામે આવી માહિતી

Follow Us