New IT Rules : કેન્દ્રની ફટકાર બાદ Twitter ની મુશ્કેલીઓ વધી, દિલ્હી હાઈકોર્ટમાં ટ્વીટર વિરૂદ્ધ થઇ અરજી

|

May 28, 2021 | 4:38 PM

New IT Rules : નવા IT નિયમો અંગે અભિવ્યક્તિનો મુદ્દો ઉઠાવનાર Twitter વિરૂદ્ધ હવે દિલ્હી હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી છે.

New IT Rules : કેન્દ્રની ફટકાર બાદ Twitter ની મુશ્કેલીઓ વધી, દિલ્હી હાઈકોર્ટમાં ટ્વીટર વિરૂદ્ધ થઇ અરજી
સાંકેતિક તસ્વીર

Follow us on

New IT Rules : સોશિયલ મીડિયા પર નવા નિયમો અને નિયંત્રણ અંગે કેન્દ્ર સરકારે તમા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ અને OTT ને નવા IT નિયમો લાગુ કરવા માટે આગામી 15 દિવસની અલ્ટીમેટમ આપ્યું છે. Twitter સિવાય લગભગ તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ નવા નિયમો લાગુ કરવા સંમત છે. IT ના નવા નિયમો અંગે અભિવ્યક્તિની આઝાદીનો મુદ્દો ઉઠાવનાર ટ્વીટરને કેન્દ્ર સરકારે ફટકાર લગાવી હતી. કેન્દ્ર સરકારની ફટકાર બાદ હવે ટ્વીટરની મુશ્કેલીઓ વધી છે. દિલ્હી હાઈકોર્ટમાં ટ્વીટર વિરૂદ્ધ અરજી કરવામાં આવી છે.

દિલ્હી હાઈકોર્ટમાં ટ્વીટર વિરૂદ્ધ અરજી
કેન્દ્ર સરકારે જાહેર કરેલા સોશિયલ મીડિયા અંગેના નવા નિયમો (New IT Rules) અને ગાઈડલાઈન લાગુ ન કરવા બદલ Twitter વિરુદ્ધ દિલ્હી હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી છે. ટ્વિટર વિરુદ્ધ આ અરજી દિલ્હી હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં પ્રેક્ટિસ કરનાર એડવોકેટ અમિત આચાર્ય (Amit Acharya) દ્વારા કરવામાં આવી છે. અરજીમાં માંગ કરવામાં આવી છે કે ટ્વિટરને એક મહત્વપૂર્ણ સોશ્યલ મીડિયા કંપની તરીકે પોતાની કાયદાકીય ફરજો નિભાવવા જોઈએ.

આખો દિવસ ACમાં રહો છો, તો સાવધાન, થઇ શકે છે આ બીમારી
જ્યારે AC નહોતા, ત્યારે ટ્રેનના AC કોચને ઠંડા કેવી રીતે રાખતા હતા?
દરિયા કિનારે યોજાશે અનંત-રાધિકાનું બીજું પ્રી-વેડિંગ સેલિબ્રેશન
આજનું રાશિફળ તારીખ : 14-05-2024
મહાકાલના દર્શન કરતી વખતે આ બાબતોનું ખાસ રાખો ધ્યાન
પતિની હારથી નહિ આ કારણે ટેન્શનમાં જોવા મળી ધનશ્રી વર્મા

કેન્દ્ર સરકારે લગાવી હતી ફટકાર
Twitter એ નવા IT નિયમો (New IT Rules) અંગે અભિવ્યક્તિની આઝાદી નો મુદ્દો ઉઠાવ્યો હતો અને આ જ મુદ્દે કેન્દ્ર સરકારે ટ્વીટરને વેધક સવાલો પૂછ્યા હતા અને ટ્વીટરને ફટકાર લગાવી હતી. સરકારે કહ્યું કે અભિવ્યક્તિની આઝાદીની વાત કરનારું ટ્વીટર ભારત વિરોધી ખોટા સમાચાર, લખાણોને શેર કરે છે. ભારત-ચીન સીમા વિવાદમાં પણ ટ્વીટરે લદ્દાખને ચીનનો ભાગ ગણાવી દીધું હતું, અને આ ભૂલ સુધારવામાં પણ ઘણો સમય જતો રહ્યો હતો.

કેન્દ્ર સરકારે 15 દિવસનું અલ્ટીમેટમ આપ્યું છે
26 ફેબ્રુઆરીએ કેન્દ્ર સરકાર દ્વારા સોશિયલ મીડિયા માટે નવી ગાઈડલાઈન અને સાથે નવા IT નિયમો (New IT Rules) જાહેર કરવામાં આવ્યાં હતાં. આ નવા નિયમો લાગુ કરવા માટે ત્રણ મહિનાનો સમય આપવામાં આવ્યો હતો અને તેનો અમલ 26 મેથી કરવામાં આવશે તેમ જણાવાયું હતું. હવે સરકારે આ નિયમો લાગુ કરવા માટે 15 દિવસનું અલ્ટીમેટમ આપ્યું છે. આ નિયમોમાંથી એક નિયમ એ છે કે સોશિયલ મીડિયા કંપનીએ કોઈ પણ વિવાદિત, હિંસા ફેલાવનારા, ભડકાઉ અને દેશ વિરોધી પોસ્ટ શરૂ કરનારા એકાઉન્ટ વિશે સરકારને માહિતી આપવી પડશે.

Next Article