Facebook Dating App માં આવ્યુ નવુ ફિચર, હવે ડેટિંગ કરવુ બનશે વધુ સરળ

એપ્રિલમાં ફેસબુકની NPE ની ટીમ જે એક્સપેરિમેન્ટલ એપ બનાવે છે તેણે Sparked નામની એક એપ લોન્ચ કરી હતી જે તમને ચાર મિનીટની વીડિયો ડેટ્સ સેટ કરી આપે છે.

Facebook Dating App માં આવ્યુ નવુ ફિચર, હવે ડેટિંગ કરવુ બનશે વધુ સરળ
New feature in Facebook Dating App
| Edited By: | Updated on: Aug 12, 2021 | 4:30 PM

Facebook એ એપ્રિલમાં પોતાની નવી ડેટિંગ એપ (Dating App) લોન્ચ કરી હતી. આ એપને ફેસબુકની ઇન્ટર્નલ NPE ટીમે બનાવી છે. વર્ચ્યુઅલ ડેટિંગને વધુ મજેદાર અને યૂઝફુલ બનાવવા માટે સોશિયલ નેટવર્કિંગ સાઇટ ફેસબુકે તેની ડેટિંગ એપમાં ઓડિયો ડેટ્સ સહિતના અન્ય કેટલાક નવા ફિચર્સ લોન્ચ કર્યા છે. એક મીડિયા રિપોર્ટ પ્રમાણે આ ફિચર યૂઝર્સને કોઇ એવી વ્યક્તિ સાથે વાત કરવાની તક આપે છે, જે તેમની સાથે મેચ થતા હોય.

 

ફિચર પ્રમાણે હવે જો યૂઝર કોઇની સાથે કોલ સુવિઘા પ્રારંભ કરવા માંગે છે, તો બીજા યૂઝરને તેમણે ઇનવિટેશન મોકલવાનું રહેશે. જો તેઓ સ્વિકાર કરશે તો બંને વ્યક્તિઓ વાત કરી શક્શે. કંપની Lucky Pick નામનું એક ફિચર પણ લોન્ચ કરી રહી છે. તે ડેટર્સને અન્ય કમ્પેટિબલ કેન્ડિડેટ્સ વિશે વિચાર કરવા માટે યૂઝર્સને સક્ષમ બનાવે છે જે તેમની પ્રાયોરિટીની બહાર છે.

 

એપ્રિલમાં ફેસબુકની NPE ની ટીમ જે એક્સપેરિમેન્ટલ એપ બનાવે છે તેણે Sparked નામની એક એપ લોન્ચ કરી હતી જે તમને ચાર મિનીટની વીડિયો ડેટ્સ સેટ કરી આપે છે. પહેલી રિપોર્ટમાં જણાવવામાં આવ્યુ હતુ કે ફ્રી ટૂ યૂઝ એપ કોઇ પબ્લિક પ્રોફાઇલ , કોઇ સ્વાઇપિંગ અને કોઇ ડાયરેક્ટ મેસેજ નહીં પરંતુ એક સાધારણ વીડિયો સ્પીડ-ચેટ ઓફર કરે છે.

 

આ પણ વાંચો – IND vs ENG 2nd Test Day 1 Live: લોર્ડઝ ટેસ્ટમાં ભારતીય બેટીંગ ઇનીંગની રમત શરુ, રોહિત શર્મા અને કેએલ રાહુલ ક્રિઝ પર, ઇંગ્લેન્ડે ટોસ જીતીને બોલીંગ પસંદ કરી હતી

આ પણ વાંચો – Olympic Games બાદ સોશિયલ મીડિયા પર પણ વાગ્યો ભારતનો ડંકો, નીરજ ચોપરાએ ફોલોવર્સની બાબતમાં પછાડ્યા વિશ્વના ટોપ ખેલાડીઓને

આ પણ વાંચો – આર્મી જવાનો સાથે રક્ષાબંધન ઉજવવાના સંકલ્પ સાથે નીકળેલા યુવાનોનું અમદાવાદમાં પરિજનોએ સ્વાગત કર્યું