Mobile Tower Fraud: જો તમને કોઈ મોબાઈલ ટાવર લગાવી રૂપિયા કમાવવાની લાલચ આપે તો રહો સાવધાન, જાણો કેવી રીતે થાય છે ફ્રોડ

|

Oct 25, 2023 | 1:04 PM

સાયબર ગેંગના લોકો 5G મોબાઈલ ટાવર લગાવવાના નામે છેતરપિંડી કરતા હતા. તેઓએ સોશિયલ મીડિયા પર તેની જાહેરાત મૂકી હતી જેમાં કહેવામાં આવ્યું હતું કે, જો કોઈ વ્યક્તિ તેની જમીન પર Jio કંપનીનું મોબાઈલ ટાવર લગાવશે તો દર મહિને 50,000 રૂપિયા ભાડું આપશે. ટાવરના મેઈન્ટનેન્સ માટે એક વ્યક્તિને નોકરીએ પણ રાખવામાં આવશે. આ એડ જોયા બાદ લોકો લાલચમાં આવી તેની જાળમાં ફસાય છે.

Mobile Tower Fraud: જો તમને કોઈ મોબાઈલ ટાવર લગાવી રૂપિયા કમાવવાની લાલચ આપે તો રહો સાવધાન, જાણો કેવી રીતે થાય છે ફ્રોડ
Mobile Tower Fraud

Follow us on

આજના ડીઝિટલ યુગમાં સાયબર (Cyber Crime) ગુનેગારો જુદી-જુદી પદ્ધતિઓ દ્વારા લોકો સાથે ફ્રોડ કરી રહ્યા છે. Jio કંપનીના 5G મોબાઈલ ટાવર (Mobil Tower Fraud) લગાવી રૂપિયા કમાવવાની લાલચ આપી લોકોને છેતરતી ગેંગના ચાર સભ્યોની ધરપકડ કરવામાં આવી છે. આ આરોપીની ગેંગમાં વિક્રાંત, પ્રદીપ, રિશાલ અને અજીત નામના લોકો સામેલ છે. વિક્રાંત દિલ્હીના વિજય વિહારનો રહેવાસી છે. પ્રદીપ હાંસી, રિશાલ અને અજીત ઉત્તર પ્રદેશના બુલંદશહેરના રહેવાસી છે.

દર મહિને 50,000 રૂપિયા ભાડું આપશે

SP સાયબર ક્રાઈમ અભિમન્યુ ગોયતે જણાવ્યું હતું કે, સાયબર ગેંગના લોકો 5G મોબાઈલ ટાવર લગાવવાના નામે છેતરપિંડી કરતા હતા. તેઓએ સોશિયલ મીડિયા પર તેની જાહેરાત મૂકી હતી જેમાં કહેવામાં આવ્યું હતું કે, જો કોઈ વ્યક્તિ તેની જમીન પર Jio કંપનીનું મોબાઈલ ટાવર લગાવશે તો દર મહિને 50,000 રૂપિયા ભાડું આપશે. ટાવરના મેઈન્ટનેન્સ માટે એક વ્યક્તિને નોકરીએ પણ રાખવામાં આવશે.

સાયબર ગુનેગારો મોકલે છે ફેક ડોક્યુમેન્ટસ

આ એડ જોયા બાદ લોકો લાલચમાં આવી તેની જાળમાં ફસાય છે. લોકો આ એડ પર ક્લિક કરે તો એક વેબસાઈટ ખુલે છે, જેના પર વ્યક્તિનું નામ, એડ્રેસ, ઈમેલ આઈડી, ફોન નંબર વગેરે વિગતો ભરવાની રહે છે. ત્યારબાદ સ્કેમર્સ તેનો કોન્ટેક્ટ કરે છે અને તેની સાથે વાત કરી વધારે રૂપિયાની લાલચ આપે છે. સાયબર ગુનેગારો લોકોને કેટલાક ફેક ડોક્યુમેન્ટસ બનાવીને મોકલે છે.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

વ્યક્તિ સાથે 68,000 રૂપિયાની કરી છેતરપિંડી

ત્યારબાદ વ્યક્તિ મોબાઈલ ટાવર લગાવવા માટે સંમતિ આપે છે, ત્યારે આરોપીઓની ગેમ શરૂ થાય છે. સ્કેમર્સ જુદા-જુદા બહાને લોકો પાસેથી રૂપિયા પડાવે છે. આ કેસના આરોપીઓએ ફરીદાબાદના એક વ્યક્તિ પાસેથી 68,000 રૂપિયાની છેતરપિંડી કરી હતી. પોલીસે તપાસ બાદ દિલ્હી અને બુલંદશહર વિસ્તારમાં દરોડા પાડીને આરોપીઓની ધરપકડ કરી હતી.

આ પણ વાંચો : Investment Fraud: જો તમે વધારે રિટર્ન મેળવવા માટે ઓનલાઈન રોકાણ કરો છો તો સાવચેત રહો, ઈન્વેસ્ટમેન્ટના નામે કરોડો રૂપિયાની છેતરપિંડી

લોકોએ આ પ્રકારની છેતરપિંડી સાવચેત રહેવું જોઈએ. તેથી જ TRAI દ્વારા લોકોને મેસેજ મોકલીની જાગૃત રહેવા અપીલ કરવામાં આવે છે. જો આવો કોઈ મેસેજ આવે તો લોકોએ નજીકના પોલીસ સ્ટેશનમાં જાણ કરવી જોઈએ.

Important information – TRAI does not provide any NOC for installing mobile towers. If a fraudster brings a fake letter to you, inform the concerned service provider and the local police.

ટેક્નોલોજીના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article