Mobile App Download: મોબાઈલમાં એપ ડાઉનલોડ કરતા પહેલા આ બાબતો ચકાસો, આવી રીતે કરો વેરીફાઈ

ઓનલાઈન કામ કરતી વખતે, બીજી કોઈ અન્ય એપ ડાઉનલોડ કરવા માટેની જાહેરાતો આવતી રહે છે. તમે તેને એક ક્લિકમાં ઇન્સ્ટોલ કરી શકો છો. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે આ પગલુ તમને જોખમમાં મૂકી શકે છે.

Mobile App Download: મોબાઈલમાં એપ ડાઉનલોડ કરતા પહેલા આ બાબતો ચકાસો, આવી રીતે કરો વેરીફાઈ
Mobile App
| Edited By: | Updated on: Jul 12, 2023 | 12:40 PM

આજે લગભગ દરેક લોકો સ્માર્ટફોનનો (Smart Phone) ઉપયોગ કરી રહ્યા છે. મોબાઈલ ફોનનો ઉપયોગથી ઓનલાઈન ટ્રાન્ઝેક્શનથી લઈને શોપિંગ અને ઓફિસનું કામ પણ કરવામાં આવે છે. આ ઉપરાંત ઘણી બધી ગેમ્સ પણ મોબાઈલમાં રમવામાં આવે છે. આવી સ્થિતિમાં ગેમ રમતી વખતે અથવા ઓનલાઈન કોઈપણ કામ કરતી વખતે, બીજી કોઈ અન્ય એપ ડાઉનલોડ (App Download) કરવા માટેની જાહેરાતો આવતી રહે છે. તમે તેને એક ક્લિકમાં ઇન્સ્ટોલ કરી શકો છો. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે આ પગલુ તમને જોખમમાં મૂકી શકે છે.

તમારા ફોનનો અંગત ડેટા ચોરાઈ શકે

આ પ્રકારના જોખમમાં ફેક એપને ઓળખવા સિવાય પણ કેટલીક એવી બાબતો છે જેને જો તમે વેરિફાઈ નહીં કરો તો તમે મુશ્કેલીમાં મુકાઈ શકો છો. જેના કારણે તમારા ફોનનો અંગત ડેટા ચોરાઈ શકે છે. અમે તમને જણાવીશું કે જો તમે કોઈ એડ, ફોરવર્ડ કરેલી લિંક અથવા ડાયરેક્ટ એપ સ્ટોર પરથી કોઈ એપ ડાઉનલોડ કરો છો તો કઈ વસ્તુઓની તપાસ કરવી જોઈએ.

એપના નામનો સ્પેલિંગ અને આઇકોનને ચેક કરો

Google Play Store કે Apple App Store અથવા કોઈપણ એડ લિંક પરથી કોઈપણ એપ ડાઉનલોડ કરતા પહેલા તેને કાળજી પૂર્વક ચકાસણી કરો. ઘણી વખત અસલી અને ફેક એપ્સમાં બહુ ફરક નથી હોતો અને લોકો નકલી એપ્સ ડાઉનલોડ કરે છે. તેથી એપના નામનો સ્પેલિંગ અને આઇકોનને યોગ્ય રીતે ચેક કરો.

એપ ડેવલપરની વિગતો તપાસો

કોઈપણ એપ ઇન્સ્ટોલ કરતા પહેલા, એપ ડેવલપર કોણ છે તે ચકાસો. આ ઉપરાંત નકલી એપ નથી તે તપાસો. તેને ઓળખવાની સરળ રીત એ છે કે અસલી એપ ડેવલપરની વિગતો ગમે ત્યાં સરળતાથી મળી જાય છે પરંતુ નકલી ડેવલપરની વિગતો ઉપલબ્ધ હોતી નથી. અધૂરી માહિતી ધરાવનાર ડેવલપર નકલી હોઈ શકે છે.

અત્યાર સુધીના કુલ Downloads ચેક કરો

એપ્લિકેશન ડાઉનલોડ કરતા પહેલા, તેના ડાઉનલોડ્સ તપાસો. કારણ કે ઓરિજનલ એપના ડાઉનલોડ લાખો અને કરોડોમાં હોય છે અને નકલી એપમાં વધારે ડાઉનલોડ્સ હોતા નથી.

આ પણ વાંચો : Google Doodle Pani Puri : ગુગલે પાણી પુરી પર બનાવ્યું ડૂડલ, જોતાં જ મોંઢામાં પાણી આવી જશે

કોઈપણ એપ્લિકેશનનો Reviews વાંચો

કેટલીકવાર નકલી એપમાં પણ ડાઉનલોડની સંખ્યા વધુ હોય છે, તેથી ઓરિજનલ અને ફેક એપ ઓળખવા માટે એપ્લિકેશનની નીચે લખેલા રીવ્યુ ચોક્કસપણે વાંચો. તેના દ્વારા તમે સત્યતા જાણી શકશો.

ફેક એપથી પર્સનલ ડેટાનું જોખમ

તમે કોઈ એપ ડાઉનલોડ કરો છો ત્યારે તેમાં તમારું ઈમેઈલ આઈડી અને મોબાઈલ નંબર એક્સેસ થઈ જાય છે. આ બંને તમારા બેંક એકાઉન્ટ સાથે જોડાયેલા હોય છે. ફેક એપ તમારા ફોનનો એક્સેસ મેળવીને તમારો અંગત ડેટા ચોરી શકે છે.

ટેક્નોલોજીના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us