દર વર્ષે લાખો ભક્તો કટરા સ્થિત માતા વૈષ્ણો દેવીના દર્શન કરવા માટે જાય છે. આજથી નવરાત્રી શરૂ થઈ છે, ત્યારે આ સમય દરમિયાન માતાના દર્શન માટે ભક્તોનો ધસારો રહે છે, તેનો ફાયદો છેતરપિડી (Cyber Crime) કરનારા લોકો ઉઠાવી રહ્યા છે. માતા વૈષ્ણોદેવીની ફેક વેબસાઇટ (Mata Vaishno Devi Fake Website Fraud) દ્વારા હેલિકોપ્ટર બુકિંગ સહિતની જુદી-જુદી સર્વિસના નામે શ્રદ્ધાળુ પાસેથી રૂપિયા પડાવી રહ્યા છે. ફ્રોડ કેસ સામે આવ્યા બાદ શ્રી માતા વૈષ્ણોદેવી શ્રાઈન બોર્ડે આ બાબતે લોકોને જાગૃત રહેવા માટે અપીલ કરી છે.
ઘણા ભક્તો સાથે છેતરપિંડી થયા બાદ શ્રી માતા વૈષ્ણોદેવી શ્રાઈન બોર્ડે ફેક વેબસાઈટને બ્લોક કરવા માટે જરૂરી પગલા લીધા છે. બોર્ડના સીઈઓ દ્વારા કહેવામાં આવ્યું હતું કે, ફેક વેબસાઈટ દ્વારા નકલી ટિકિટ બુકિંગ થઈ રહ્યુ છે., તેથી પોલીસમાં ફરિયાદ કરવામાં આવી. તેમણે એમ પણ કહ્યું કે, શ્રાઈન બોર્ડ દ્વારા આપવામાં આવતી તમામ ઓનલાઈન સર્વિસ માત્ર શ્રાઈન બોર્ડની ઓફિશિયલ વેબસાઈટ maavaishnodevi.org અથવા એપ પર ઉપલબ્ધ છે.
બોર્ડને ભક્તો તરફથી એવી ઘણી ફરિયાદો મળી છે કે, તેઓને ફેક વેબસાઈટ દ્વારા હેલિકોપ્ટર દ્વારા દર્શન માટેની નકલી ટિકિટ આપવામાં આવી હતી. જમ્મુ અને કાશ્મીર પોલીસે માતા વૈષ્ણો દેવીની યાત્રા માટે ફેક વેબસાઈટ દ્વારા હેલિકોપ્ટર ટિકિટનું વેચાણ કરીને લોકોને છેતરવાના આરોપમાં લોકોની ધરપકડ પણ કરવામાં આવી હતી.
આ પણ વાંચો : Cyber Crime: એક ફોન દ્વારા ખાલી થઈ શકે છે તમારૂ બેંક એકાઉન્ટ! બચવા આ ટિપ્સ કરો ફોલો
વરિષ્ઠ પોલીસ અધિક્ષક શૈલેન્દ્ર સિંહે શ્રદ્ધાળુઓને શ્રી માતા વૈષ્ણોદેવી શ્રાઈન બોર્ડની ઓફિશિયલ વેબસાઈટનો ઉપયોગ કરવાની સલાહ આપી છે. આ પહેલા પણ માતા વૈષ્ણો દેવીની યાત્રા માટે હેલિકોપ્ટરની ટિકિટ દ્વારા છેતરપિંડી કરવામાં આવી હતી. દેશમા અનેક તીર્થ સ્થાનો આવેલા છે, તો જ્યારે પણ આ પ્રકારે બુકિંગ કે કોઈ સર્વિસ લેવાની થાય તો માત્ર સત્તાવાર વેબસાઈટનો ઉપયોગ કરવો જોઈએ.
ટેક્નોલોજીના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો