Global Outage ના કારણે Mark Zuckerberg ને 7 અબજ ડોલરનું નુકશાન, વિશ્વના ધનિકોની યાદીમાં પાંચમા ક્રમે સરક્યા

|

Oct 05, 2021 | 9:25 AM

ફેસબુક, વોટ્સએપ અને ઇન્સ્ટાગ્રામની સેવાઓમાં વિક્ષેપ માટે માફી માંગતા ટેક જાયન્ટના સીઇઓ માર્ક ઝુકરબર્ગે વિશ્વભરમાં તેના લાખો વપરાશકર્તાઓને વ્યક્તિગત માફી માંગી હતી અને કહ્યું છે કે સેવાઓ મંગળવારે ઓનલાઇન પરત આવી રહી છે.

Global Outage ના કારણે Mark Zuckerberg ને 7 અબજ ડોલરનું નુકશાન, વિશ્વના ધનિકોની યાદીમાં પાંચમા ક્રમે સરક્યા
Mark Zuckerberg loses 7 billion USD

Follow us on

સોશિયલ મીડિયા જાયન્ટ ફેસબુકના સીઈઓ માર્ક ઝુકરબર્ગ(Facebook CEO Mark Zuckerberg)ની વ્યક્તિગત સંપત્તિમાં મોટો ઘટાડો આવ્યો છે કારણ કે સોમવારે ફેસબુક( Facebook), વોટ્સએપ (WhatsApp)અને ઈન્સ્ટાગ્રામ(Instagram)ને વૈશ્વિક આઉટેજ(global outage)નો સામનો કરવો પડ્યા બાદ તેમણે થોડા કલાકોમાં લગભગ 7 અબજ ડોલર ગુમાવ્યા હતા.

એક મીડિયા રિપોર્ટ મુજબ વૈશ્વિક સ્તરે આઉટેજને કારણે ફેસબુકના શેરમાં ઘટાડો થયા બાદ ઝુકરબર્ગ પણ ધનિકોની યાદીમાં 5 મા સ્થાને સરકી ગયા છે. 121.6 અબજ ડોલરની કુલ સંપત્તિ ધરાવતા ઝુકરબર્ગ બિલ ગેટ્સથી પાછળ પડી ગયા છે.

ઉલ્લેખનીય છે કે વોટ્સએપ, ઇન્સ્ટાગ્રામ અને મેસેન્જર જેવી સોશિયલ મીડિયા જાયન્ટ એપ્સને ગઇકાલે વૈશ્વિક સ્તરે ભારે આઉટેજનો સામનો કરવો પડ્યા બાદ કંપનીઓના ઉશ્કેરાટમાં ફેસબુક ઇન્ક.ના નેટવર્ક પરથી એડવર્ટાઈઝમેન્ટ પરત લીધી હતી.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

માર્ક ઝુકરબર્ગ અગાઉ બ્લૂમબર્ગના બિલિયોનેર્સ ઇન્ડેક્સ(Bloomberg’s Billionaires Index)માં ત્રીજા સ્થાને હતા. બ્લૂમબર્ગના જણાવ્યા અનુસાર ફેસબુકના શેરમાં સોમવારે 5% નો ઘટાડો થયો છે જે સપ્ટેમ્બરના મધ્યથી 15 ટકા ઘટ્યો છે.

ફેસબુક, વોટ્સએપ અને ઇન્સ્ટાગ્રામની સેવાઓમાં વિક્ષેપ માટે માફી માંગતા ટેક જાયન્ટના સીઇઓ માર્ક ઝુકરબર્ગે વિશ્વભરમાં તેના લાખો વપરાશકર્તાઓને વ્યક્તિગત માફી માંગી હતી અને કહ્યું છે કે સેવાઓ મંગળવારે ઓનલાઇન પરત આવી રહી છે.

 

 

ઝુકરબર્ગે ફેસબુક પોસ્ટમાં જણાવ્યું હતું કે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ અને મેસેન્જર હવે ઓનલાઇન પાછા આવી રહ્યા છે. “આજે વિક્ષેપ માટે માફ કરશો – હું જાણું છું કે તમે જેની કાળજી લો છો તેની સાથે જોડાયેલા રહેવા માટે તમે અમારી સેવાઓ પર કેટલો આધાર રાખો છો.”

દુનિયાભરમાં Facebook, WhatsApp અને Instagram 7 કલાક સુધી બંધ રહ્યા
WhatsApp, Facebook and Instagram Down : સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપની સેવાઓ વિશ્વભરમાં કેટલાક કલાકો સુધી બંધ રહ્યા બાદ મંગળવારે વહેલી સવારે એક પછી એક કામ કરવાનું શરૂ કર્યું. સોમવારે રાત્રે લગભગ 9.15 વાગ્યે ત્રણેય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ડાઉન હતા. વિશ્વભરના લાખો લોકો ત્રણેય સેવાઓ સાત કલાક સુધી ડાઉન હોવાને કારણે પ્રભાવિત થયા હતા. ડાઉન હોવાને કારણે ફેસબુકના શેરમાં લગભગ પાંચ ટકાનો ઘટાડો થયો હતો. જો કે, અત્યાર સુધી એ ખબર નથી પડી કે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપ આટલા કલાકો સુધી કેમ ડાઉન હતા.

 

આ પણ વાંચો : Social Media Outage : દુનિયાભરમાં 7 કલાક સુધી બંધ રહ્યા બાદ Facebook, WhatsApp અને Instagram ફરી શરૂ

 

આ પણ વાંચો : Upcoming IPO : 25 દિવસમાં 12 કંપનીઓના IPO આવશે, 20 હજાર કરોડની પબ્લિક ઓફર માટે રોકાણ પહેલા આ માહિતી ધ્યાનમાં રાખજો

Next Article