Technology: 3 પ્રકારથી કરો તમારા આધાર કાર્ડને ચૂંટણી કાર્ડ સાથે લિંક, જાણો સ્ટેપ બાય સ્ટેપ ઓનલાઈન પ્રોસેસ

|

Dec 21, 2021 | 9:18 AM

તમે નેશનલ વોટર સર્વિસ વેબ, SMS, મોબાઈલ ફોન પર જઈને અથવા તમારા વિસ્તારના બૂથ લેવલ ઓફિસરની મુલાકાત લઈને તમારા આધાર કાર્ડને તમારા મતદાર ID સાથે લીંક કરી શકશો.

Technology: 3 પ્રકારથી કરો તમારા આધાર કાર્ડને ચૂંટણી કાર્ડ સાથે લિંક, જાણો સ્ટેપ બાય સ્ટેપ ઓનલાઈન પ્રોસેસ
Aadhaar card Voter ID linking

Follow us on

Aadhaar card – Voter ID linking: આધાર કાર્ડ એ તમામ ભારતીય નાગરિકો માટે આવશ્યક દસ્તાવેજ છે. તે ઓળખ કાર્ડની જેમ કામ કરે છે જેનો ઉપયોગ ડ્રાઇવિંગ લાઇસન્સ, મુસાફરી ટિકિટ વગેરે જેવી સેવાઓ મેળવવા માટે થાય છે. ચૂંટણી કાર્ડ 18 વર્ષથી વધુ ઉંમરની વ્યક્તિને રાજ્ય અને કેન્દ્રીય ચૂંટણીમાં ઉમેદવારને મત આપવા માટે પોતાને નોંધણી કરવાની મંજૂરી આપે છે.

કેન્દ્રીય મંત્રાલયે ચૂંટણી સુધારણા બિલને મંજૂરી આપી છે જે તમારા આધાર કાર્ડ (Aadhar card) અને વોટર આઈડી કાર્ડ(Voter ID)ને લિંક કરશે. તમે નેશનલ વોટર સર્વિસ વેબ, SMS, મોબાઈલ ફોન પર જઈને અથવા તમારા વિસ્તારના બૂથ લેવલ ઓફિસરની મુલાકાત લઈને તમારા આધાર કાર્ડને તમારા મતદાર ID સાથે લિંક કરી શકશો. તમારા આધાર કાર્ડને મતદાર આઈડી કાર્ડ સાથે કેવી રીતે લિંક કરવું તે માટે, અહીં સ્ટેપ બાય સ્ટેપ ઓનલાઈન પ્રક્રિયા (online process)આપવામાં આવી છે.

હવે, જેઓ તેમના આધાર કાર્ડ અને મતદાર ID ને લિંક કરવા ઈચ્છે છે તેઓ નીચે દર્શાવેલ કોઈપણ પ્રક્રિયા- નેશનલ વોટર સર્વિસ પોર્ટલ (National Water Service Portal), SMS અથવા બૂથ લેવલ ઓફિસર દ્વારા કરી શકે છે.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

રાષ્ટ્રીય મતદાર સેવા પોર્ટલ દ્વારા મતદાર ID સાથે આધારને કેવી રીતે લિંંક કરવું

સ્ટેપ 1: સત્તાવાર પોર્ટલ voterportal.eci.gov.in ની મુલાકાત લો

સ્ટેપ 2: મોબાઈલ નંબર, ઈમેલ આઈડી અને વોટર આઈડી નંબરનો ઉપયોગ કરીને લોગ ઈન કરો

સ્ટેપ 3: તમારું રાજ્ય, જિલ્લો અને વ્યક્તિગત વિગતો દાખલ કરો જેમ કે નામ, જન્મ તારીખ અને પિતાનું નામ

સ્ટેપ 4: સ્ક્રીન પર દેખાતા ‘ફીડ આધાર નંબર’ વિકલ્પ પર ક્લિક કરો

સ્ટેપ 5: તમારા આધાર કાર્ડ, આધાર નંબર, મતદાર આઈડી નંબર, રજિસ્ટર્ડ મોબાઈલ નંબર અને રજિસ્ટર્ડ ઈમેલ એડ્રેસમાં નામ ઉમેરો

સ્ટેપ 6: ‘સબમિટ’ બટન પર ક્લિક કરો.

એકવાર પ્રક્રિયા અનુસર્યા પછી, બંને ID ને લિંક કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે.

આધાર – વોટર ID ને SMS દ્વારા આ રીતે કરો લિંક

સ્ટેપ 1: તમારા ફોન પર SMS એપ્લિકેશન ખોલો

સ્ટેપ 2: આ ફોર્મેટમાં મેસેજ ટાઈપ કરો – <મતદાર આઈડી નંબર> <આધાર નંબર>

સ્ટેપ 3: 166 અથવા 51969 પર SMS મોકલો અને આધાર અને મતદાર ID લિંક કરવાની પ્રક્રિયા શરૂ થઈ જશે.

બૂથ લેવલ ઓફિસર દ્વારા આધાર કાર્ડ-મતદાર આઈડી લિંક કરો

જો તમે વેબસાઈટ અથવા SMS દ્વારા તમારા આધાર અને મતદાર આઈડીને લિંક કરવામાં અસમર્થ છો, તો નીચે આપેલા સ્ટેપ અનુસરો:

સ્ટેપ 1: તમારા નજીકના બૂથ લેવલ ઓફિસનો સંપર્ક કરો અને લિંક કરવા માટેની અરજી મેળવો.

સ્ટેપ 2: અરજી ફોર્મ ભરો અને તેને બૂથ લેવલ ઓફિસરને સબમિટ કરો.

સ્ટેપ 3: વિગતોની ચકાસણી કરવામાં આવશે અને પછી બૂથ અધિકારી વધારાની ચકાસણી માટે તમારા સ્થાન પર આવશે.

સ્ટેપ 4: એકવાર વેરિફિકેશન પ્રક્રિયા પૂર્ણ થઈ જાય, પછી આધાર અને મતદાર ID ને લિંક કરવાની પ્રક્રિયા શરૂ થશે.

આ પણ વાંચો: ભારતના બંધારણને શા માટે હીલિયમ ગેસ ચેમ્બરમાં રાખવામાં આવે છે? જાણવા માટે વાંચો આ ખાસ લેખ

આ પણ વાંચો: Video : કપલના રોમેન્ટિક ડાન્સ વચ્ચે આવી ગયો ડોગ ! પછી જે થયુ તે જોઈને તમને પણ હસવુ આવશે

Published On - 9:08 am, Tue, 21 December 21

Next Article