Aadhaar કાર્ડને ડાઉનલોડ અને રિ-પ્રિન્ટ કરવા નવી એપ લોન્ચ, ઘરે બેઠાં થઇ જશે આ જરૂરી કામ

દેશભરમાં આધાર કાર્ડની વધતી ઉપયોગિતાના પગલે તેમાં રહેલી ભૂલને સુધારવા માટે લોકો હવે આધાર સેન્ટરો પર જઇ રહ્યાં છે. જો કે આ દરમ્યાન આધાર કાર્ડમાં ઓનલાઇન સુધારા માટે UIDAI એ અનેક સુવિધા ઉપલબ્ધ કરાવી છે. ત્યારે હવે આ જ કડીમાં હવે તમે તમારા સ્માર્ટફોન દ્વારા આધાર કાર્ડ સંબંધિત 35 સેવાઓનો લાભ mAadhaar App થી લઈ શકો છો.

Aadhaar કાર્ડને ડાઉનલોડ અને રિ-પ્રિન્ટ કરવા નવી એપ લોન્ચ, ઘરે બેઠાં થઇ જશે આ જરૂરી કામ
Aadhaar કાર્ડને ડાઉનલોડ અને રિ-પ્રિન્ટ કરવા નવી એપ લોન્ચ
Follow Us:
| Updated on: Jun 09, 2021 | 6:09 PM

દેશભરમાં આધાર કાર્ડની વધતી ઉપયોગિતાના પગલે તેમાં રહેલી ભૂલને સુધારવા માટે લોકો હવે આધાર સેન્ટરો પર જઇ રહ્યાં છે. જો કે આ દરમ્યાન આધાર કાર્ડમાં ઓનલાઇન સુધારા માટે UIDAI એ અનેક સુવિધા ઉપલબ્ધ કરાવી છે. ત્યારે હવે આ જ કડીમાં હવે તમે તમારા સ્માર્ટફોન દ્વારા આધાર કાર્ડ સંબંધિત 35 સેવાઓનો લાભ mAadhaar App થી લઈ શકો છો.

UIDAIએ MAadhaar App નું નવું વર્ઝન લોન્ચ કર્યું

આની માટે તમારે તમારા મોબાઈલમાં mAadhaar App ડાઉનલોડ કરવી પડશે. જો તમારી પાસે પહેલેથી જ MAadhaar એપ્લિકેશન છે તો પછી જૂની એપ્લિકેશન અનઇન્સ્ટોલ કરો અને નવી અપડેટ એપ્લિકેશન ડાઉનલોડ કરો. UIDAIએ mAadar App નું નવું વર્ઝન લોન્ચ કર્યું છે. જેના દ્વારા હવે લોકોને અનેક નવી સુવિધાઓ પૂરી પાડવામાં આવશે.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

MAadhaar એપ્લિકેશનના ફાયદા

વૉલેટ આધાર કાર્ડ રાખવા કરતાં MAadhaar એપ્લિકેશન સારી છે.

1) આ એપ દ્વારા તમે આધાર કાર્ડની કોપી ડાઉનલોડ કરી શકો છો. તેની સાથે એપ્લિકેશનમાં રિ- પ્રિન્ટ કરવાનો વિકલ્પ પણ આપવામાં આવશે.

2) આ એપ્લિકેશન દ્વારા ઓફલાઇન મોડમાં પણ આધાર કાર્ડ બતાવી શકાય છે. આ તમારા આઈડી પ્રૂફ તરીકે કામ કરશે.

3) તમે કોઈપણ દસ્તાવેજ વિના આ એપ્લિકેશન દ્વારા તમારા આધાર કાર્ડમમાં એડ્રેસને અપડેટ કરી શકો છો.

4) આ એપ્લિકેશનમાં તમે તમારા પરિવારના પાંચ સભ્યોનો આધાર કાર્ડ રાખી શકો છો અને તેમનું મેઇન્ટેન પણ કરી શકો છો.

5) MAadhaar એપ્લિકેશન દ્વારા આધાર ધારક જ્યારે પણ ઇચ્છે ત્યારે તેનો યુઆઈડી અથવા આધાર નંબર લોક અથવા અનલોક કરી શકે છે. સુરક્ષા દૃષ્ટિકોણથી આ ખૂબ મહત્વનું છે.

6) એપ્લિકેશનની મદદથી તમે ક્યૂઆર કોડ અને ઇકેવાયસી ડેટા શેર કરી શકો છો. તેનો ઉપયોગ કોઈપણ સરકારી કામના પેપરલેસ વેરિફિકેશન માટે થઈ શકે છે જેમાં પાસવર્ડ સુરક્ષિત ઇકેવાયસી અને ક્યૂઆર કોડ મોકલી શકાય છે.

7) આધારનું નજીકનું નોંધણી કેન્દ્ર ક્યાં છે, તમે mAadhaar  -એપ દ્વારા સરળતાથી શોધી શકો છો.

એપ્લિકેશનને ડાઉનલોડ કરતી વખતે ધ્યાનમાં રાખો કે તમે કોઈ નકલી આધાર એપ્લિકેશન ડાઉનલોડ કરશો નહીં.  તેથી યુઆઈડીએઆઈ દ્વારા આપવામાં આવેલી આ લિંક્સ દ્વારા તમે સત્તાવાર આધાર એપ્લિકેશન ડાઉનલોડ કરી શકશો.

અહીંથી mAadhaar એપ્લિકેશન ડાઉનલોડ કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">