Tech Tips: Google Mapsથી જાણો કોઈ પણ ટ્રેનનું Live Status, અપનાવો આ રીત

|

Mar 28, 2022 | 12:47 PM

આ માટે ઘણી થર્ડ પાર્ટી એપ્સ પણ ઉપલબ્ધ છે. Google Maps એ એવા વપરાશકર્તાઓ માટે ખૂબ જ સારો વિકલ્પ છે જેમના ડિવાઈસમાં સ્ટોરેજ ઓછું છે અને તેઓ કોઈપણ થર્ડ પાર્ટી એપ ડાઉનલોડ કરવા માંગતા નથી.

Tech Tips: Google Mapsથી જાણો કોઈ પણ ટ્રેનનું Live Status, અપનાવો આ રીત
Google Maps (File Photo)

Follow us on

વર્ષ 2019માં Google ગૂગલ મેપ્સ(Google Maps)માં ત્રણ પબ્લિક ટ્રાન્સપોર્ટ ફીચર્સ ઉમેર્યા હતા. આ ફીચર સાથે યુઝર્સ રિયલ ટાઈમમાં 10 શહેરો માટે લાંબા અંતરની ટ્રેનની સ્થિતિ, બસની મુસાફરીનો સમય ચકાસી શકે છે. તે જાહેર અને ઓટો-રિક્ષા માટેનો માર્ગ પણ સજેસ્ટ કરે છે. લાઈવ ટ્રેન સ્ટેટસ સાથે, તમે ટ્રેનનો સમય જાણવા ઉપરાંત સમયપત્રક, ડિલે સ્ટેટસ અને અન્ય માહિતી એપ દ્વારા મેળવી શકો છો. આ માટે ઘણી થર્ડ પાર્ટી એપ્સ પણ ઉપલબ્ધ છે. Google Maps એ એવા વપરાશકર્તાઓ માટે ખૂબ જ સારો વિકલ્પ છે જેમના ડિવાઈસમાં સ્ટોરેજ ઓછું છે અને તેઓ કોઈપણ થર્ડ પાર્ટી એપ ડાઉનલોડ કરવા માંગતા નથી.

આગળ વધતા પહેલા આપને જણાવી દઈએ કે આ ફીચર વ્હેર ઈઝ માય ટ્રેન (Where is My Train)એપ સાથે મળીને લોન્ચ કરવામાં આવ્યું હતું. આ એપ હવે ગૂગલે ખરીદી લીધી છે. જો તમે પણ જાણવા માગો છો કે Google Maps દ્વારા ટ્રેનની સ્થિતિ કેવી રીતે ચેક કરી શકાય છે, તો અહીં સંપૂર્ણ પદ્ધતિ જણાવવામાં આવી રહી છે.

Google Mapsના આ ફિચરનો ઉપયોગ કરવા માટે તમારી પાસે એક્ટિવ Google એકાઉન્ટ હોવું જરૂરી છે. આ પછી તમારે તમારા સ્માર્ટફોનમાં ગૂગલ મેપ્સ ઓપન કરવાનું રહેશે. પછી તમે સર્ચ બારમાં ડેસ્ટિનેશન સ્ટેશનનું નામ દાખલ કરો. આ પછી તમારે ટ્રેનના આઇકોન પર ક્લિક કરવાનું રહેશે. આ વિકલ્પ તે રૂટ પર ચાલતી તમામ ટ્રેનો વિશે જણાવશે.

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ

તમારે તે ટ્રેન પર ક્લિક કરવાનું રહેશે જેના માટે તમે લાઇવ સ્ટેટસ ચેક કરવા માંગો છો. આ ફીચરની મદદથી યુઝર્સ આખા રૂટ માટે ટ્રેનનું સ્ટેટસ ચેક કરી શકે છે. ગૂગલ મેપ્સ સિવાય અન્ય થર્ડ પાર્ટી એપ્સથી પણ ટ્રેનનો રૂટ ચેક કરી શકાય છે. તમે વેબસાઈટની મદદથી પણ આ કરી શકો છો.

આ પણ વાંચો: Fake Note Alert: ક્યાંક તમારા ખિસ્સામાં રહેલી 500 રૂપિયાની નોટ નકલી તો નથીને? આ રીતે ઓળખો અસલી છે કે નકલી

આ પણ વાંચો: Tech Tips: WhatsApp પર જરૂરી ચેટને નહીં કરવી પડે વારંવાર સર્ચ, જાણી લો ચેટ પિન કરવાની આ રીત

Published On - 12:14 pm, Mon, 28 March 22

Next Article