રિલાયન્સ જીઓ (Reliance Jio) દેશના એક હજાર શહેરોમાં 5G લોન્ચ કરવાની તૈયારી કરી રહ્યું છે. કંપની તેના 5G નેટવર્ક પર હેલ્થકેર અને ઔદ્યોગિક ઓટોમેશનનું પરીક્ષણ કરી રહી છે. 5G નેટવર્ક પર ડેટાનો વપરાશ વધુ હોવાથી કંપની ઊંચા વપરાશ વિસ્તારો અને ગ્રાહકોને ઓળખવા માટે હીટ મેપ્સ, 3D મેપ્સ અને રે ટ્રેસિંગ ટેક્નોલોજીનો ઉપયોગ કરી રહી છે. ગ્રાહકોની જરૂરિયાતો અનુસાર મજબૂત નેટવર્ક બનાવી શકે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ (Reliance Industries)ના ત્રિમાસિક પરિણામોમાં આ વાત સામે આવી છે.
Jio એ ગ્રાહક આધારિત 5G સોલ્યુશન્સ વિકસાવવા માટે ઘણી ટીમો બનાવી છે. જેમને ભારત તેમજ અમેરિકામાં તૈનાત કરવામાં આવ્યા છે જેથી તેઓ વિવિધ પ્રકારના 5G સોલ્યુશન્સ વિકસાવી શકે. કંપનીનું માનવું છે કે આ ટીમો એવા 5G સોલ્યુશન્સ બનાવશે જે ટેકનિકલ સ્તરે વિશ્વની બરાબર અથવા વધુ સારા હશે. આ ઉપરાંત, કંપનીએ યુરોપમાં એક ટેક્નોલોજી ટીમ પણ બનાવી છે જે 5G થી આગળની તૈયારી કરશે.
કંપની 5Gની ઝડપી તૈનાતી માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું પણ ઝડપથી વિસ્તરણ કરી રહી છે. સાઇટ્સ પર ફાઇબર અને વીજળીની ઉપલબ્ધતા પણ વધારવામાં આવી રહી છે. જેથી કરીને જ્યારે 5G રોલઆઉટનો સમય આવે ત્યારે તેમાં કોઈ વિક્ષેપ કે વિલંબ ન થાય.
રિલાયન્સ જીઓની ARPU (એટલે કે ગ્રાહક દીઠ મહિને સરેરાશ આવક) પણ વધી છે. દર મહિને ગ્રાહક દીઠ ARPU વધીને 151.6 રૂપિયા થઈ ગયો છે. તેનું કારણ વધુ સારું સિમ કોન્સોલિડેશન અને તાજેતરના ભાવમાં આશરે 20 ટકાનો વધારો હોવાનું માનવામાં આવે છે. ડેટા અને વોઈસ ટ્રાફિકમાં વધારો થયો છે એટલે કે દર મહિને યુઝર દીઠ કોલિંગ. Jio નેટવર્ક પર દરેક સબ્સ્ક્રાઇબર દર મહિને 18.4 GB ડેટા વાપરે છે અને લગભગ 901 મિનિટ વાત કરે છે.
Jio એ આ ત્રિમાસિક ગાળામાં લગભગ 12 મિલિયન ગ્રાહકોને તેના નેટવર્કમાં ઉમેર્યા હતા, પરંતુ સિમ કોન્સોલિડેશનના પ્રયાસોને કારણે, Jio એ એવા વપરાશકર્તાઓને દૂર કરી દીધા છે જેઓ સેવાઓનો ઉપયોગ કરતા ન હતા. જેના કારણે આ ત્રિમાસિક ગાળામાં Jioના કુલ ગ્રાહકોની સંખ્યામાં 84 લાખનો ઘટાડો થયો છે. Jioનો ગ્રાહક આધાર હવે 42 કરોડ 10 લાખની નજીક છે. બીજી તરફ Jio Fiberના ગ્રાહકોની સંખ્યા પણ 50 લાખને વટાવી ગઈ છે.
આ પણ વાંચો: Viral: સાપ અને ઉંદર વચ્ચે જામી જોરદાર લડાઈ, અંતે ઊભી પૂછડીએ ભાગ્યો સાપ
આ પણ વાંચો: Technology News: એક એપથી મેનેજ કરો મલ્ટીપલ Instagram એકાઉન્ટ, આ રહી સરળ રીત