Breaking News: જિયો યુઝર્સની મોજ ! ₹4,000 સુધીનું કેન્વા પ્રો ફ્રી, આ રિચાર્જ પર મળશે મોટો ફાયદો

રિલાયન્સ જિયોએ કન્ટેન્ટ ક્રિએટર્સ અને યુઝર્સ માટે કેન્વા (Canva) સાથે મોટી ભાગીદારી કરી છે. હવે ₹399 અને ₹349 ના પ્રીપેડ પ્લાન પર 12 મહિના સુધી કેન્વા પ્રો અને પ્રો લાઇટનું પ્રીમિયમ સબસ્ક્રિપ્શન કોઈપણ છુપા ચાર્જ વગર કેવી રીતે મેળવવું? જાણો તમામ ફાયદા અને પ્રોસેસ.

Breaking News: જિયો યુઝર્સની મોજ ! ₹4,000 સુધીનું કેન્વા પ્રો ફ્રી, આ રિચાર્જ પર મળશે મોટો ફાયદો
| Updated on: Sep 16, 2026 | 9:24 PM

રિલાયન્સ જિયોએ કેન્વા સાથે વ્યૂહાત્મક ભાગીદારી કરી છે, જેના અંતર્ગત જિયોના પસંદગીના પ્રીપેડ પ્લાન પસંદ કરતા ગ્રાહકોને 12 મહિના સુધી કેન્વા પ્રો અને કેન્વા પ્રો લાઇટનું મફત સબસ્ક્રિપ્શન મળશે. આ ઉપરાંત, ₹349 થી વધુ કિંમતના તમામ એવા પ્રીપેડ પ્લાન કે જેમાં દરરોજ 2GB હાઇ-સ્પીડ ડેટા મળે છે, તેના પર પણ કેન્વા પ્રો લાઇટ મફત આપવામાં આવશે. કંપનીના જણાવ્યા મુજબ, આ ઑફર સાથે કોઈ વધારાનો છુપો ચાર્જ લેવામાં આવશે નહીં.

₹399 અને ₹349 વાળા પ્લાન પર આ રીતે મળશે લાભ

જિયોના ₹399 વાળા પ્રીપેડ પ્લાન પર ગ્રાહકોને 12 મહિનાનું કેન્વા પ્રો સબસ્ક્રિપ્શન મળશે. જ્યારે ₹349 વાળા પ્લાન સાથે 12 મહિના માટે કેન્વા પ્રો લાઇટ સબસ્ક્રિપ્શન અપાશે. ફ્રી સબસ્ક્રિપ્શન મેળવવા માટે ગ્રાહકોએ પોતાના સ્માર્ટફોનમાં MyJio એપ ખોલીને ઑફર સેક્શન પર ક્લિક કરવાનું રહેશે, જેના પછી તેઓ કેન્વા પર ડિઝાઇનિંગ અને અન્ય ક્રિએટિવ કામ સરળતાથી કરી શકશે.

કેન્વા પ્રો અને પ્રો લાઇટમાં મળશે આ ફીચર્સ

કેન્વા પ્રો અને પ્રો લાઇટ બંનેમાં પ્રીમિયમ ટેમ્પલેટ્સ, ફોટા, વીડિયો અને ફોન્ટ્સની સુવિધા મળે છે. આ સાથે ફોટો-વીડિયોનું બેકગ્રાઉન્ડ એક ક્લિકમાં હટાવવાનું ટૂલ, પ્રિન્ટ-રેડી એક્સપોર્ટ, મેજિક રિસાઇઝ અને મેજિક ઇરેઝર જેવા પ્રીમિયમ ફીચર્સ પણ ઉપલબ્ધ રહેશે.

બંને સબસ્ક્રિપ્શન વચ્ચેના તફાવતની વાત કરીએ તો:

  • બ્રાન્ડ કિટ: કેન્વા પ્રોમાં પાંચ એડવાન્સ્ડ બ્રાન્ડ કિટ મળે છે, જ્યારે પ્રો લાઇટમાં ત્રણ બેઝિક બ્રાન્ડ કિટ ઉપલબ્ધ થાય છે.
  • AI ટૂલ્સ: કેન્વા પ્રોમાં કન્ટેન્ટ પ્લાનર, કેન્વા AI ચેટબોટ, વધુ AI વપરાશની લિમિટ અને એડવાન્સ્ડ AI ટૂલ્સ પણ આપવામાં આવે છે.
  • ક્લાઉડ સ્ટોરેજ: કેન્વા પ્રો સબસ્ક્રિપ્શનમાં 100GB ક્લાઉડ સ્ટોરેજ મળે છે, જ્યારે કેન્વા પ્રો લાઇટમાં 50GB ક્લાઉડ સ્ટોરેજ આપવામાં આવે છે.

જિયો પ્લાનની વિગતો:

  • ₹399 પ્લાન: 28 દિવસની વેલિડિટી, કુલ 70GB ડેટા (દરરોજ 2.5GB હાઇ-સ્પીડ ડેટા), અનલિમિટેડ વોઇસ કોલિંગ, દરરોજ 100 SMS અને સાથે જિયોહોટસ્ટાર મોબાઇલ તેમજ જિયો AI ક્લાઉડનું એક્સેસ.
  • ₹349 પ્લાન: 28 દિવસની વેલિડિટી, કુલ 56GB ડેટા (દરરોજ 2GB હાઇ-સ્પીડ ડેટા), અનલિમિટેડ કોલિંગ, દરરોજ 100 SMS અને સાથે જિયોહોટસ્ટાર મોબાઇલ તેમજ જિયો AI ક્લાઉડની સુવિધા.

TV9ના રિયાલિટી ચેકમાં MJ હોસ્ટેલના ભોજનમાં જીવાત, વાસી ખોરાક અને સ્વચ્છતાના અભાવનો પર્દાફાશ- જુઓ Video

Follow Us
Loading...
Unable to load recommendations.