
Bengaluru : 15 ઓગસ્ટ, 1969ના દિવસે વૈજ્ઞાનિક વિક્રમ અંબાલાલ સારાભાઈના પ્રયાસોથી ઈસરોની (ISRO)ની સ્થાપના થઈ હતી. ઈસરોનું મુખ્યાલય બેંગ્લોરમાં છે, જેનું ભારત સરકારના સ્પેસ ડિપાર્ટમેન્ટ દ્વારા સંચાલન કરવામાં આવે છે. ભારતનું પહેલું સેટલાઈટ 19 એપ્રિલ, 1975ના દિવેસ લોન્ચ થયું હતું. જેનું નામ આર્યભટ્ટ હતું. એક સમયે રોકેટના ભાગ સાઈકલ પર લાવવા કે લઈ જવામાં આવતા હતા. પણ આજે ભારતની આ સ્પેસ મિશન સંસ્થા કરોડો રુપિયા યાન અવકાશમાં પહોંચાડે છે.
અવકાશ અને ટેકનોલોજીમાં રસ ધરાવતા લોકોને ઈસરોમાં જવાની ઈચ્છા હોય જ છે. ઈસરોમાં કામ કરતા વૈજ્ઞાનિકોના પદો માટે સમયે સમયે વેકેન્સીઓ નીકળતી રહે છે. ઈસરોમાં કામ કરતા કર્મચારીઓને સારો એવો પગાર મળે છે. પણ તેમના માથે જવાદારીઓ પણ વધારે હોય છે.
આખા દેશના કરોડો લોકોની આશા અને અપેક્ષાના ભાર વચ્ચે ઈસરોના વૈજ્ઞાનિકો દિવસ-રાત સ્પેસ મિશનને સફળ બનાવવાના પ્રયાસ કરતા હોય છે. ઈસરોમાં પદ અનુસાર કર્મચારીને વેતન અને ગ્રેડ પે મળે છે. ચાલો જાણીએ તેમને મળતા વેતન , સુવિધા અને જવાબદારી વિશે.
ઉપર દર્શાવેલો પગાર એ વૈજ્ઞાનિકો અને એન્જિનિયરોનો બેઝિક પગાર છે. અન્ય ભથ્થા સાથે તેમનો પગાર વધી જતો હોય છે. જેમ કે 80 હજારનો પગાર 1,60,000 સુધી પહોંચે છે.
આ પણ વાંચો : વિશાળકાળ ચંદ્રયાન પ્રોજેક્ટ માટે વપરાયા છે કરોડો રુપિયા, જાણો ચંદ્રયાન-1, ચંદ્રયાન-2 અને ચંદ્રયાન-3ની ખાસિયતો
ટેક્નોલોજીના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published On - 1:38 pm, Fri, 14 July 23