ભારતમાં આઇફોન-12 નું નિર્માણ કરનારી કંપનીને મોટો આંચકો, 50 ટકા કર્મચારીઓ કોરોના પોઝિટિવ

|

May 11, 2021 | 2:39 PM

એપલ ભારતમાં  Foxconn ફેક્ટરીમાં આઇફોન 12 નું નિર્માણ કરે છે. હાલની સ્થિતિમાં આ ફેક્ટરીને મોટો આંચકો લાગ્યો છે અને ઉત્પાદનમાં 50 ટકાનો ઘટાડો નોંધાયો છે. જેમાં ફેક્ટરીના મોટાભાગના કામદારો કોરોના ગ્રસ્ત છે.

ભારતમાં આઇફોન-12 નું નિર્માણ કરનારી કંપનીને મોટો આંચકો, 50 ટકા કર્મચારીઓ કોરોના પોઝિટિવ
ભારતમાં આઇફોન-12 નું નિર્માણ કરનારી કંપનીને મોટો આંચકો

Follow us on

એપલ ભારતમાં  Foxconn ફેક્ટરીમાં આઇફોન 12 નું નિર્માણ કરે છે. હાલની સ્થિતિમાં આ ફેક્ટરીને મોટો આંચકો લાગ્યો છે અને ઉત્પાદનમાં 50 ટકાનો ઘટાડો નોંધાયો છે. જેમાં ફેક્ટરીના મોટાભાગના કામદારો કોરોના ગ્રસ્ત છે. આવી સ્થિતિમાં બધા પોતાની પોસ્ટ છોડીને ચાલ્યા ગયા છે. એક અહેવાલ મુજબ, ફેક્ટરીના 50 ટકા કામદારો કોરોના ગ્રસ્ત થયા છે અને આવી સ્થિતિમાં તેઓએ તેમની સંભાળ માટે નોકરી છોડી દીધી છે.

Foxconn  સુવિધા તમિળનાડુમાં છે અને વિશ્વના બીજા સૌથી મોટા સ્માર્ટફોન બજાર એટલે કે ભારત માટે આઇફોન બનાવે છે. દેશમાં કોરોનાની અસર તમિલનાડુ પર ખૂબ પડી છે. રાજ્ય સરકારે સોમવારથી અહીં લોકડાઉનની જાહેરાત કરી છે. આવી સ્થિતિમાં જાહેર પરિવહન અને દુકાનો ધીમે ધીમે બંધ કરવામાં આવી રહી છે જેથી કોરોનાનો ચેપને અટકાવી શકાય.

100 થી વધુ કર્મચારીઓ કોરોનો પોઝિટિવ છે
Foxconn  ના 100 થી વધુ કર્મચારીઓ કોરોનાનો ભોગ બન્યા છે. આવી સ્થિતિમાં કંપનીએ ફેક્ટરીમાં એન્ટ્રી પર પણ પ્રતિબંધ મૂક્યો છે. આ પ્રતિબંધ મે સુધી ચાલે તેવી સંભાવના છે. કર્મચારીઓને બહાર નીકળવાની પરવાનગી મળી રહી છે, પરંતુ તેમને અંદર પ્રવેશવાની મંજૂરી આપવામાં આવતી નથી. હાલમાં ફેક્ટરીમાં ફક્ત થોડાક કર્મચારીઓની મદદથી કામ ચાલી રહ્યું છે.

જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024

હાલ ફેક્ટરીમાં કર્મચારીઓની સંખ્યામાં 50 ટકાનો ઘટાડો થયો છે. સૂત્રોએ ખુલાસો કર્યો છે કે, હાલ કારખાનામાં કેટલા લોકો કામ કરે છે, તે અંગેની માહિતી આપવામાં આવી નથી. તાઈપેઈ સ્થિત ફોક્સકોન વિશ્વની સૌથી મોટી કરાર ઇલેક્ટ્રોનિક નિર્માતા અને એપલની સપ્લાયર છે. આવી સ્થિતિમાં હવે કંપનીએ કહ્યું છે કે તે તેના કર્મચારીઓને સંપૂર્ણ ટેકો આપશે અને તેમને તબીબી સહાય પણ આપશે.

કંપનીની અંદર પ્રવેશ નહીં
એક સમાચાર સંસ્થાના અહેવાલ મુજબ ફોક્સકને કહ્યું કે તે અમારા કર્મચારીઓના સ્વાસ્થ્ય અને સલામતી માટે પ્રતિબદ્ધ છે. અમે સરકાર અને જાહેર આરોગ્ય અધિકારી સાથે મળીને કામ કરી રહ્યા છીએ. અમે હાલમાં જે પણ પરિસ્થિતિ છે તેને નિયંત્રિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ.

જો કે ફોક્સસને ફેક્ટરી આઉટપુટ અંગે કોઈ નિવેદન આપવાની ના પાડી હતી, જ્યારે એપલે પણ હાલ આ મામલે કોઈ નિવેદન આપ્યું નથી. આ અહેવાલ પછી ફોક્સકોનના શેર 6.2 ટકા પર આવ્યા છે ભારતમાં એપલે ફોક્સકોન ફેકફરી સ્થાપી છે જેથી તે સસ્તા ભાવે સ્માર્ટફોન બનાવી અને વેચી શકે. ભારતને આ સેટઅપથી ફાયદો થયો છે અને હવે એપલ આ ફેક્ટરીમાં આઈફોન 12નું ઉત્પાદન પણ કરી રહ્યું છે.

Published On - 2:37 pm, Tue, 11 May 21

Next Article