ભારતીય ક્રિએટર્સને મળશે પૈસા કમાવાનો મોકો! Instagram પર જોવા મળ્યું આ ફિચર

|

Jan 25, 2022 | 10:16 AM

ફોટો શેરિંગ એપ ઈન્સ્ટાગ્રામ ક્રિએટર્સ અને ઈન્ફ્લુએન્સર્સ માટે એક નવું ફીચર તૈયાર કરી રહ્યું છે, જેના દ્વારા તેઓ સારા પૈસા કમાઈ શકે છે.

ભારતીય ક્રિએટર્સને મળશે પૈસા કમાવાનો મોકો! Instagram પર જોવા મળ્યું આ ફિચર
Symbolic Image
Image Credit source: File Photo

Follow us on

ફોટો શેરિંગ એપ ઈન્સ્ટાગ્રામ (Instagram) ક્રિએટર્સ અને ઈન્ફ્લુએન્સર્સ માટે એક નવું ફીચર તૈયાર કરી રહ્યું છે જેના દ્વારા તેઓ સારા પૈસા કમાઈ શકે છે. એપ પર તાજેતરમાં પેઈડ સબસ્ક્રિપ્શન ફીચર જોવામાં આવ્યું છે. જે ટૂંક સમયમાં ભારતમાં પણ યુઝર્સ માટે ઉપલબ્ધ થઈ શકે છે. તમે વિચારતા હશો કે આ નવી પેઈડ સબસ્ક્રિપ્શન (Instagram Paid Subscription) સુવિધા કેવી રીતે કામ કરશે. માહિતી અનુસાર આનાથી કન્ટેન્ટ ક્રિએટર્સ અને ઈન્ફ્લુએન્સર્સ (Influencers) એક્સક્લુઝિવ કન્ટેન્ટના બદલામાં તેમના ફોલોઅર્સ પાસેથી માસિક ચાર્જ વસૂલશે.

યુઝર્સ કે જેમણે તેમના મનપસંદ ક્રિએટર્સને સબ્સ્ક્રાઈબ કર્યા છે તેઓ તેમના યુઝર્સનેમની બાજુમાં પર્પલ ટીક મળશે, તેમજ એક્સક્લુઝિવ Instagram Live વિડિઓઝ અને સ્ટોરીઝ ઍક્સેસ પણ મળશે. સત્તાવાર રીતે આ સુવિધા ફક્ત યુ.એસમાં ચોક્કસ કન્ટેન્ટ ક્રિએટર્સ માટે ઉપલબ્ધ છે, પરંતુ તે ભારતમાં પણ જોવા મળ્યું છે. ટ્વીટર વપરાશકર્તા સલમાન મેમન દ્વારા તાજેતરમાં શેર કરેલ સ્ક્રીનશોટ, @salman_memon_7 દર્શાવે છે કે કેટલાક ક્રિએટર્સને સબ્સ્ક્રાઈબ કરવાનો વિકલ્પ હવે ભારતીય વપરાશકર્તાઓ માટે પણ ઉપલબ્ધ છે.

ઈન્સ્ટાગ્રામ પર પેઈડ સબસ્ક્રીપ્શન ફીચર આવશે

યુઝર્સ એપ સ્ટોર અથવા પ્લે સ્ટોરમાંથી એપ્લિકેશનમાં ખરીદી દ્વારા તેમના મનપસંદ ક્રિએટર્સને સબ્સ્ક્રાઈબ કરી શકે છે. ભારતમાં તેની કિંમત 89 રૂપિયા, 440 રૂપિયા અને 890 રૂપિયા પ્રતિ માસ જણાવવામાં આવી છે. ત્યારે યુએસમાં કિંમત કથિત રીતે $0.99થી $99.99 પ્રતિ માસની રેન્જમાં હશે.

પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું

હાલ માટે ભારતીય ક્રિએટર્સ સબ્સ્ક્રીપ્શન સિસ્ટમ પોતાના ફોલોઅર્સને મોનેટાઈઝ કરી શકતા નથી. પરંતુ ભારતીય વપરાશકર્તાઓ માટે એપ્લિકેશન તેમને યુએસ સ્થિત ક્રિએટર્સને સબ્સ્ક્રાઈબ કરવાનો વિકલ્પ આપે છે. વપરાશકર્તાઓ સબ્સ્ક્રાઈબ કર્યા પછી પર્પલ સબસ્ક્રાઈબર બેજ સાથે એક્સક્લુઝિવ સામગ્રી, લાઈવ વીડિયોઝ જેવી સામગ્રીનું ઍક્સેસ મેળવી શકે છે.

Instagram અને Twitterની OnlyFans એપ્લિકેશન

Instagram અને Twitter બંને OnlyFansનું પોતાનું વર્ઝન બનાવી રહ્યા છે. એક એપ્લિકેશન જે ઑનલાઈન ક્રિએટર્સને “વિશિષ્ટ” સામગ્રી પબ્લિશ કરવાની મંજૂરી આપે છે જે ફક્ત તેમના ચાહકો માટે ઉપલબ્ધ છે. આ માટે પેઈડ સબસ્ક્રીપ્શનનો વિકલ્પ પણ હશે. સપ્ટેમ્બર 2021ની શરૂઆતમાં ટ્વીટરે સુપર ફોલો (Super Follows)નામનું એક નવું ફીચર ઉમેર્યું હતું, જે વપરાશકર્તાઓને પ્લેટફોર્મ પર તેમના ફોલોઅર્સ સાથે સબ્સ્ક્રાઈબર સામગ્રી શેર કરીને માસિક આવક પેદા કરવાની મંજૂરી આપે છે.

આ પણ વાંચો: Viral: Pushpa ફિલ્મના વિદેશીઓ પણ થયા દિવાના, પોર્ટુગીઝ પિતા પુત્રીનો ડાન્સ જોઈ લોકો દંગ

આ પણ વાંચો: બદલાઈ જશે ડેસ્કટોપ પર WhatsApp ઉપયોગ કરવાની રીત, આવી રહ્યું છે આ નવું સિક્યોરિટી ફીચર

Published On - 10:15 am, Tue, 25 January 22

Next Article