Instagram : જો તમે પણ ઇન્સ્ટાગ્રામ પર શેડ્યુઅલ કરવા માંગો છો લાઈવ વિડીયો, તો અપનાવો આ આસાન ટ્રીક

|

Nov 20, 2021 | 9:25 AM

જો તમે ઈન્સ્ટાગ્રામ (Instagram) પર લાઈવ વીડિયો શેડ્યૂલ કરવા ઈચ્છો છો તો આ સમાચાર તમારા માટે કામમાં આવવાના છે. અમે તમને અહીં એક ટ્રીક વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેનાથી તમે લાઈવ સ્ટ્રીમ્સ શેડ્યૂલ કરી શકશો.

Instagram : જો તમે પણ ઇન્સ્ટાગ્રામ પર શેડ્યુઅલ કરવા માંગો છો લાઈવ વિડીયો, તો અપનાવો આ આસાન ટ્રીક
Instagram (Symbolic Image)

Follow us on

ઈન્સ્ટાગ્રામ(Instagram)  એક એવું પ્લેટફોર્મ છે, જેના યુઝર્સની સંખ્યા કરોડોમાં છે. મોટાભાગના લોકો આ પ્લેટફોર્મનો ઉપયોગ ફોટા અને વીડિયો શેર કરવા માટે કરે છે. જોકે તેમાં ઘણી વિશેષતાઓ છે. અમે તમને ઇન્સ્ટાગ્રામના એક એવા ફીચર્સ વિશે જણાવીશું જેના વિશે મોટાભાગના લોકો જાણતા નથી. તેનો ઉપયોગ કરીને, તમે તમારા અનુભવને ઘણો બહેતર બનાવી શકો છો. આ સુવિધાઓ તમારી એપ્લિકેશનમાં  છે અને તેનો ઉપયોગ એકદમ સરળતાથી કરી શકાય છે.

Instagramના શાનદાર ફીચરમાંથી એક ફીચર શેડ્યુઅલ છે. આ ફીચર દ્વારા તમે લાઈવ વીડિયો શેડ્યૂલ કરી શકો છો. આ ફીચરમાં તમને લાઇવ સ્ટ્રીમ શેડ્યૂલ કરવા માટે 90 દિવસનો સમય મળે છે અને અન્ય યુઝર્સને પણ નિર્ધારિત સમય પહેલા લાઇવ સ્ટ્રીમનું રિમાઇન્ડર મળશે. આ સ્થિતિમાં હવે સવાલ એ થાય છે કે આ ફીચરનો ઉપયોગ કેવી રીતે કરવો ? આજે અમે તમને આ ફીચર વિષે જણાવીશું જેમાં તમને ખબર પડશે કે લાઈવ સ્ટ્રીમ કેવી રીતે શેડ્યુઅલ કરી શકાય છે.

Instagram પર આ રીતે શેડયુઅલ કરો લાઈવ સ્ટ્રીમ

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ

ઇન્સ્ટાગ્રામ એપ્લિકેશન ખોલો
લેફ્ટ સ્વાઇપ કરીને કૅમેરા ખોલો
એકવાર કૅમેરો ઓપન થઈ જાય, પછી જમણી તરફ નીચે સ્વાઇપ કરો અને લાઇવ વિકલ્પ પસંદ કરો
અહીં તમને Scheduleનો વિકલ્પ દેખાશે. તેના પર ક્લિક કરો
અહીં લાઇવ વિડિયોનું ટાઇટલ દાખલ કરીને સમય અને તારીખ પસંદ કરો
તમારી લાઇવ વિડિઓ સ્ટ્રીમ પછી શેડ્યૂલ કરવામાં આવશે

તમારી જાણકારી માટે અમે તમને જણાવી દઈએ કે ઇન્સ્ટાગ્રામ (Instagram) આ વર્ષના અંતમાં મેસેજિંગ એપ થ્રેડ્સને( Threads) બંધ કરવા જઈ રહ્યું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કંપની તેના યૂઝર્સને 23 નવેમ્બરથી એપ બંધ કરવાની સૂચના આપશે. કંપનીનું માનવું છે કે આ એપને એટલી લોકપ્રિયતા મળી નથી જેટલી અપેક્ષા હતી. આ એપને યુએસમાં એપ સ્ટોર પર ફોટો અને વીડિયો કેટેગરીમાં 214મું સ્થાન મળ્યું છે. આ જ કારણ છે કે કંપનીએ આ એપને બંધ કરવાનો નિર્ણય લીધો છે.

આ પણ વાંચો : Happy birthday Shilpa Shirodkar : 90 દાયકાની બ્યુટીફૂલ એક્ટ્રેસ શિલ્પા શિરોડકર ક્રિક્રેટર સચિન તેંડુલકર સાથેના સંબંધને લઈને આવી હતી ચર્ચામાં

આ પણ વાંચો : Photos: ફેમિલી સાથે વેકેશન મનાવીને મુંબઈ પરત ફર્યા સૈફ અલી ખાન અને કરીના કપૂર, તૈમુર અને જેહ કૂલ લુકમાં નજર આવ્યા

Next Article