Innovation: 500 રૂપિયાના ખર્ચે બનેલુ ઈકો ફ્રેન્ડલી કૂલર, રાષ્ટ્રપતિએ કર્યુ હતુ ઉદ્ઘાટન

|

Aug 04, 2021 | 9:22 PM

મધ્યપ્રદેશના ભોપાલમાં આયોજીત એક રાષ્ટ્રીય સ્તરના સાયન્સ સેમિનારમાં સુષ્મિતા સાન્યાલના ખૂબ વખાણ થયા હતા. સ્વંય રાષ્ટ્રપતિએ આ કૂલરનું ઉદ્ઘાટન કર્યુ હતુ.

Innovation: 500 રૂપિયાના ખર્ચે બનેલુ ઈકો ફ્રેન્ડલી કૂલર, રાષ્ટ્રપતિએ કર્યુ હતુ ઉદ્ઘાટન

Follow us on

દેશમાં ચોમાસાની એન્ટ્રી ક્યારની થઈ ચૂકી છે તેમ છતાં લોકોને ગરમીથી રાહત નથી મળી રહી. વાત જ્યારે ગરમીની થાય છે તો પંખા અને કૂલરની વાત તો નીકળે જ છે. આજે અમે કૂલરથી જોડાયેલા એવા આવિષ્કારની વાત કરવા જઈ રહ્યા છે, જેને તમે ઈકો ફ્રેન્ડલી કૂલર (Eco Friendly Cooler) પણ કહી શક્શો. આ કૂલરને બિહારની સરકારી સ્કૂલની એક ટીચરે બનાવ્યુ છે.

 

 

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

ગયાના ચંદૌતીમાં સ્થિત સરકારી સ્કૂલમાં ભણાવનારી સુષ્મિતા સાન્યાલે માટીના ઘડાનો ઉપયોગ કરીને સસ્તુ કૂલર બનાવ્યુ છે. તેનો ખર્ચ અને મેન્ટેનન્સ બંને સાવ ઓછો છે. કૂલર બનાવવા માટે પેઈન્ટની બેકાર પડેલી ડોલ, એક પંખો, રબર પાઈપ, મોટર અને મોટરસાઈકલની યૂઝ્ડ બેટરીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. કુલ ખર્ચની વાત કરીએ તો આ કૂલર પાછળ ફક્ત 400થી 500 રૂપિયાનો ખર્ચ થાય છે. મોટાભાગનો સામાન તેમને પોતાના ઘરમાં બેકાર પડેલો જ મળી ગયો.

 

મોટાભાગના કૂલર ઠંડક તો આપે છે પણ સાથે સાથે સખત અવાજ પણ કરે છે. આ ઈકો ફ્રેન્ડ્લી કૂલરની ખાસ વાત એ છે કે તે અવાજ નથી કરતુ. તેને ચલાવવા માટે વધુ પાવરનો ઉપયોગ પણ નથી થતો. આને તૈયાર કરવા માટે એક ડોલમાં ઘડો નાખીને તેમાં પાણી ભરવામાં આવે છે. ઘડામાં એક મોટર લગાવવામાં આવી છે, જે ડોલની અંદર ઉપરથી પાણી ફેંકતી રહે છે, જેથી ઘડાનું પાણી ઠંડુ રહે. જ્યારે પંખો ચાલે છે ત્યારે તે ઘડાના પાણીમાંથી ભેજને ઓબ્ઝર્વ કરીને ઠંડી હવા બહાર ફેંકે છે. આ રીતે કૂલરની સામે બેસેલા વ્યક્તિને કૂલરના કારણે ભર ગરમીમાં પણ રાહત મળે છે.

 

 

ગ્રામીણ વિસ્તારોમાં આ કૂલર ખૂબ કામ આવી શકે છે. આ આવિષ્કારથી પ્રેરિત થઈને સુષ્મિતાની સ્કૂલના કેટલાક વિદ્યાર્થીઓ પણ આ કૂલરનો ઉપયોગ કરી રહ્યા છે. મધ્યપ્રદેશના ભોપાલમાં આયોજીત એક રાષ્ટ્રીય સ્તરના સાયન્સ સેમિનારમાં સુષ્મિતા સાન્યાલના ખૂબ વખાણ થયા હતા. સ્વંય રાષ્ટ્રપતિએ આ કૂલરનું ઉદ્ઘાટન કર્યુ હતુ. સુષ્મિતાને પ્રધાનમંત્રી વિજ્ઞાન પ્રોદ્યોગિકી અને નવાચાર સલાહકાર દ્વારા એવોર્ડ અને ફેલોશિપ પણ મળી છે.

 

 

આ પણ વાંચો – Lovlina Borgohain: મોહમ્મદ અલીની ફૈન લવલીનાએ બ્રોન્ઝ મેડલ પર પંચ માર્યો, જાણો અનોખી સ્ટોરી

 

આ પણ વાંચો – રણબીર કપૂર અને કાર્તિક આર્યનને પાછળ છોડીને સંજય લીલા ભણસાલીની ‘બૈજુ બાવરા’માં જોવા મળશે રણવીર સિંહ

Next Article