
Influencer Guide: વધારે પૈસા કમાવાની ઈચ્છા કોને ના હોય ? આજકાલ દરેક વ્યક્તિ સોશિયલ મીડિયાની મદદ થઈ પૈસા કમાવા ઈચ્છે છે. તેથી હજારો યુઝર્સ પૈસા કમાવા માટે અલગ અલગ અખતરાઓ કરી રહ્યા છે. કેટલાક લોકો વિચિત્ર હરકતો કરીને સોશિયલ મીડિયા (Social Media) પર વીડિયો વાયરલ કરતા હોય છે અને પૈસા કમાતા હોય છે. પણ કેટલાક કામોને કારણે યુઝર્સ પર પોલીસની કાર્યવાહી પણ થઈ શકે છે.
જીવના જોખમે સ્ટંટ વીડિયો બનાવવા, મેટ્રોની અંદર વીડિયો બનાવવો, હથિયારોનો ઉપયોગ કરવો, નશાની હાલતમાં ગાડી ચલાવવી, રસ્તા વચ્ચે ડાન્સ કરવો જેવી સોશિયલ મીડિયા પોસ્ટને કારણે યુઝર્સ પર પોલીસ કાર્યવાહી થઈ શકે છે. આવા વીડિયોને તપાસ બાદ યુઝરને દંડ પર થાય છે. લોકોના મનોરંજન અને પૈસા કમાવાની જલ્દીમાં તમે મુશ્કેલીમાં મુકાઈ શકો છો.
આ પણ વાંચો : Mobile Phone Banned : ગુજરાતના 3 મંદિર સહિત દુનિયાની આ જગ્યાઓ પર મોબાઈલ લઈ જવા પર છે પ્રતિબંધ
આ પણ વાંચો : Chandrayaan 3 Launched New Photos : ચંદ્રયાન-3માં ઓનબોર્ડ કેમેરાથી આવુ દેખાયુ લોન્ચિંગ, જુઓ Photos
ટેક્નોલોજીના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published On - 7:19 am, Tue, 18 July 23