JSW ગ્રુપ તેના કર્મચારીઓને ઇલેક્ટ્રિક વાહનો ખરીદવા માટે પ્રોત્સાહિત કરવા નવા વર્ષમાં એક નવી સ્કીમ શરૂ કરવા જઈ રહ્યું છે. આપને જણાવી દઈએ કે સોમવારે, કંપનીએ 1 જાન્યુઆરીથી સમગ્ર ભારતમાં તેના કર્મચારીઓને 3 લાખ રૂપિયા સુધીના પ્રોત્સાહન (Incentive)ની જાહેરાત કરી છે.
JSW ગ્રૂપે જાહેર કરેલા એક નિવેદનમાં જણાવ્યું હતું કે ગ્રૂપ ઇલેક્ટ્રિક વાહનો ખરીદવા માટે તેના કર્મચારીઓને 3 લાખ રૂપિયા સુધીનું પ્રોત્સાહન આપશે. JSW એ તેની લેટેસ્ટ ગ્રીન ઇનિશિયેટિવ (Green Initiative) JSW ઇલેક્ટ્રિક વ્હીકલ પોલિસી (Electric Vehicle Policy) રજૂ કરી છે. આ અંતર્ગત કંપની કર્મચારીઓને ફોર-વ્હીલર અને ટુ-વ્હીલર ઇલેક્ટ્રિક વાહનો (Electric Vehicle) ખરીદવા માટે 3 લાખ રૂપિયાની સુવિધા આપશે.
આ નીતિ હેઠળ, JSW ગ્રુપની ઓફિસો અને પ્લાન્ટ્સમાં તમામ કર્મચારીઓ માટે ફ્રિ ઇલેક્ટ્રિક વાહન ચાર્જિંગ સ્ટેશન (Electric Vehicle Charging Station) અને પાર્કિંગ સ્લોટ આપવામાં આવશે. JSW ગ્રુપ આ પોલિસી દ્વારા કર્મચારીઓમાં શક્ય તેટલું ઈલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન આપવા માંગે છે.
પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત વધારો થતાં એવું લાગે છે કે કાર અથવા બાઇકનો ઉપયોગ મધ્યમ વર્ગના પરિવારોનું સ્વપ્ન બની જશે. આવી સ્થિતિમાં, બજારમાં ઇલેક્ટ્રિક વાહનની એન્ટ્રી સતત ચર્ચાનું કારણ બની ગઈ છે. પ્રદૂષણના વધતા સ્તરને ધ્યાનમાં રાખીને, ઇલેક્ટ્રિક વાહન પણ એક સારો વિકલ્પ બની શકે છે.
ઈલેક્ટ્રિક વાહનોની ઊંચી કિંમતોને કારણે મોટી સંખ્યામાં લોકો તેને ખરીદવામાં અચકાય છે. લોકો એ મૂંઝવણ અનુભવે છે કે શું ઇલેક્ટ્રિક વાહનો ખરીદવા માટે આટલા પૈસા ખર્ચવા એ પૈસાનો બગાડ નથી. તેથી જ સરકાર સહિત JSW જેવી કંપનીઓ લોકોને ઇલેક્ટ્રિક વાહનો ખરીદવા માટે પ્રોત્સાહિત કરવા પગલાં લેતી રહે છે.
આ પણ વાંચો: PM Kisan Yojana Update: ખુશખબર, વડાપ્રધાન મોદી ખેડૂતોને આજે આપશે નવા વર્ષની ભેટ
આ પણ વાંચો: Technology: વર્ષ 2022 માં કેવું દેખાશે Instagram, એપમાં આવશે ક્યા ક્યા ફિચર ? જાણો અહીં