
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સિંગાપુરના વડાપ્રધાન લી સીન લૂંગે બંને દેશોની વચ્ચે પૈસાની લેવડ-દેવડને સરળ બનાવવા માટે UPI- Paynow ઈન્ટરલિંકેજ સુવિધાને લીલી ઝંડી આપી દીધી છે. તમને જણાવી દઈએ કે ભારતની ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ યુનિફાઈડ પેમેન્ટ્સ ઈન્ટરફેસ (UPI) ને હવે વૈશ્વિક માન્યતા મળી રહી છે. ત્યારે તમારા મગજમાં એ સવાલ જરૂર આવ્યો હશે કે UPI Paynow ઈન્ટરલિંકેજ સુવિધા દ્વારા ભારત અને સિંગાપુરની વચ્ચે પૈસાની લેવડ-દેવડ કઈ બેન્કો સાથે જોડાયેલી છે તો વાંચો આ અહેવાલ.
સિંગાપુરમાં પૈસા ટ્રાન્સફર કરવા માટે આ બેન્કોમાં એકાઉન્ટ હોવું જરૂરી છે. તાજેત્તરમાં જ આ યોજનાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે તો હાલના સમયમાં કઈ બેન્ક UPI Paynowની સુવિધા આપી રહી છે, તે જાણી લો.
આ પણ વાંચો: Pakistan: પાકિસ્તાનમાં રાજકીય સ્થિતિ ખરાબ, ઈમરાન ખાને શરૂ કર્યું જેલ ભરો આંદોલન
આ સુવિધાને લોન્ચ થયા બાદ એક સવાલ લોકોના મન ઉભો થઈ રહ્યો છે કે જો કોઈ વ્યક્તિની UPI ID આ બેન્કોમાં રજીસ્ટર નથી તો શું થશે. તો કોઈ ભાગીદારના એકાઉન્ટમાં ભારતમાં પૈસા પ્રાપ્ત કરવામાં આવી શકે છે. તેનો જવાબ એ છે કે તે બેન્કમાં રજીસ્ટર યૂપીઆઈ આઈડીનો ઉપયોગ કરવામાં આવી શકે છે, જ્યાં એકાઉન્ટ છે.
UPIના માધ્યમથી સરહદ પારમાં લેવડ-દેવડ કરવાની લિમિટ પણ નક્કી કરવામાં આવી છે. એક દિવસની લિમિટ નક્કી થઈ છે. તમે એક દિવસમાં 60,000 એટલે કે 1000 સિંગાપુર ડોલરની લેવડ-દેવડ કરી શકો છો.
આજે દુનિયા પુરી રીતે ડિજિટલ થતી જઈ રહી છે. તે સમયે ઘણા દેશોમાં જે ભારતીય રહે છે, તેમના માટે આ એક રાહતના સમાચાર છે, કારણ કે ઘણા વિદ્યાર્થીઓથી લઈ નોકરીયાત વર્ગ માત્ર એક ક્લિકમાં મોબાઈલથી ડિજિટલ પેમેન્ટ કરી શકાય તેવી સુવિધા ઈચ્છે છે. ઘણા દેશ જેમ કે, ફ્રાન્સ, યૂએઈ, દુબઈ, ઓમાન, નેપાળ, ભૂતાન, સિંગાપુર અને મલેશિયા જ્યાં પૈસા ટ્રાન્સફ થાય છે. ઈન્ટરનેટ બેન્કિંગ દ્વારા તે થાય છે પણ તેનાથી પણ યુપીઆઈ સરળ છે અને એક ક્લિકમાં બીજા દેશમાં બેઠેલા વ્યક્તિને પૈસા ટ્રાન્સફર થઈ શકશે.