જો તમારો ફોન એન્ડ્રોઈડ છે, તો થઈ જાવ સાવધાન, તમારા ફોનની કેટલીક એપ, તમારા પર્સનલ ડેટાની કરે છે ચોરી

|

Dec 09, 2020 | 12:59 PM

લાખ્ખો એન્ડ્રોઈડ ફોન યુઝર્સના પર્સનલ ડેટાની ચોરી ફોનમાં રહેલી કેટલીક એપ જ કરી રહી હોવાનો ખુલાસો એક ખાનગી રિસર્ચ સંસ્થાએ કર્યો છે. ખાનગી રિસર્ચ સંસ્થાએ જાહેર કરેલ અહેવાલ મુજબ, એન્ડ્રોઈડ ફોનમાં રહેલ Grindr, Bumble, OkCupid, Cisco Teams, Yango Pro, Edge, Xrecorder, PowerDirector સહીતની અનેક એપ્સ તમારા ખાનગી ડેટાની ચોરી કરી રહી છે. એન્ડ્રોઈડ ફોનમાં Play […]

જો તમારો ફોન એન્ડ્રોઈડ છે, તો થઈ જાવ સાવધાન, તમારા ફોનની કેટલીક એપ, તમારા પર્સનલ ડેટાની કરે છે ચોરી

Follow us on

લાખ્ખો એન્ડ્રોઈડ ફોન યુઝર્સના પર્સનલ ડેટાની ચોરી ફોનમાં રહેલી કેટલીક એપ જ કરી રહી હોવાનો ખુલાસો એક ખાનગી રિસર્ચ સંસ્થાએ કર્યો છે. ખાનગી રિસર્ચ સંસ્થાએ જાહેર કરેલ અહેવાલ મુજબ, એન્ડ્રોઈડ ફોનમાં રહેલ Grindr, Bumble, OkCupid, Cisco Teams, Yango Pro, Edge, Xrecorder, PowerDirector સહીતની અનેક એપ્સ તમારા ખાનગી ડેટાની ચોરી કરી રહી છે. એન્ડ્રોઈડ ફોનમાં Play Core Libraryમાં રહેલી ખામીને કારણે, કેટલીક એપ્સ દ્વારા ડેટા ચોરી કરવાનું શક્ય બન્યુ છે.

 

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

રિસર્ચ કરનાર ખાનગી સંસ્થાએ જાહેર કર્યું છે કે, ગુગલ દ્વારા આ વર્ષના એપ્રિલ મહિનામાં Play Core Libraryમાં રહેલી ખામીને દુર કરી છે. પરંતુ ખતરાથી બચવા માટે એપ ડેવલપર્સે, નવી પ્લે કોર લાયબ્રેરી ઈન્સ્ટોલ કરવી પડે. આમ છતા ખાનગી રીસર્ચ સંસ્થાએ અગાઉ જણાવેલ એપ્સે હજુ સુધી નવી પ્લે કોર લાયબ્રેરી ઈન્સ્ટોલ કરી નથી. અત્યાર સુધી વાઈબર (Viber) અને બુકિગ્સ (Bookings) પણ જૂના પ્લે કોર લાયબ્રેરીમાં હતુ. જે હવે નવા પ્લે કોર લાયબ્રેરી ઉપર છે.

કેવી રીતે થાય છે ડેટા ચોરી
હાલ પ્લે કોર લાયબ્રેરીના જૂના વર્જન ઉપર રહેલ વિવિધ એપ્સમાં CVE-2020-8913 પ્રકારની ખામીનું જોખમ મંડરાયેલુ રહે છે. આ એપ્સમાં રહેલી ખામીને કારણે, ઓનલાઈન ઠગાઈ કરનારા ઠગ એપ્સમાં કોડ નાખી દે છે. જેના કારણે જે તે એપ્સના રીસોર્સ સુધી પહોચવા માટે ઠગ દ્વારા નાખેલા કોડ, ત્યા સુધી પહોચે છે જેના દ્વારા સંવેદનશીલ ડેટાની આસાનાથી ચોરી કરવામાં આવે છે..

ખાસ કરીને Play Core Libraryમાં રહેલી ખામીને કારણે, મોબાઈલ વાપરનારાઓના લોગીનની વિગતો. વિવિધ પાસવર્ડ, નાણાકીય વિગતો વગેરેની ચોરી થવાનો ખતરો રહે છે. ગુગલે પણ આ પ્રકારના બગને 10માંથી 8.8 રેટીગ આપ્યુ છે. પ્લે કોર લાયબ્રેરીની ખામી ગુગલે સુધાર્યાને છ મહિનાથી વધુ સમય થઈ ગયો હોવા છતા, એપ ડેવલપર્સ દ્વારા હજુ પણ તેમની એપ્સ નવા પ્લે કોર લાયબ્રેરીમાં અપડેટ નથી કર્યા. આમ એપ્સ બનાવનારની બેદરકારીને કારણે અનેક એન્ડ્રોઈડ ફોનના વપરાશકર્તાઓના મોબાઈલમાં રહેલા પર્સનલ ડેટાની ચોરી થવાની સંભાવના વધી ગઈ છે.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article