
આપણને દરરોજ ઘણા ફોન આવે છે. ઘણા લોકો તેને પુરાવા તરીકે રેકોર્ડ પણ કરે છે. પરંતુ એ જરૂરી નથી કે ફોનમાં કોલ રેકોર્ડ કરવો સરળ હોય. જો આઈફોન (iPhone) યૂઝર્સ એવું વિચારે છે કે માત્ર એક બટન દબાવવાથી તમે કોઈપણ કોલ રેકોર્ડ કરી શકો છો તો તમે ખોટું વિચારી રહ્યા છો. કારણ કે iPhoneમાં કોલ રેકોર્ડ (Record Calls) કરવા માટે તમારે એપ ડાઉનલોડ કરવી પડશે. જો કે iPhone પર કોલ રેકોર્ડ કરવા માટે ઘણી એપ્સ ઉપલબ્ધ છે, પરંતુ અમે તમને ગૂગલ વોઈસ (Google Voice) વિશે જણાવી રહ્યા છીએ.
Google Voice વડે માત્ર ઈનકમિંગ કૉલ જ રેકોર્ડ કરી શકાય છે. આ માટે તમારે એક એકાઉન્ટ સેટઅપ કરવું પડશે. આ માટે તમારે voice.google.com પર જવું પડશે. આ ઈન્સ્ટ્રક્શનને ફોલો કરો. એકવાર તમે તમારું એકાઉન્ટ સેટ કરી લો તે પછી તમારે કૉલ રેકોર્ડિંગને સક્ષમ કરવાની જરૂર પડશે. આ રેકોર્ડેડ કોલને MP3 ફોર્મેટમાં સેવ કરશે.
આ રેકોર્ડિંગ્સ સાંભળવા માટે તમારે Google Voice એપ્લિકેશન ડાઉનલોડ કરવાની જરૂર પડશે.
અહીં મેનુ આઇકોન ઉપર ડાબી બાજુએ હાજર હશે. આના પર ક્લિક કરો.
હવે Recorded પર ક્લિક કરો. અહીંથી તમે રેકોર્ડેડ કોલ સાંભળી શકશો.
આ પણ વાંચો: Tech News: સરકારે 5Gને લઈ કરી મોટી જાહેરાત, જાણો ક્યારે થશે લોન્ચિંગ અને પહેલા ક્યાં થશે શરૂ
આ પણ વાંચો: Tech News: 7 એપ્રિલે લોન્ચ થશે Tata Neu સુપર એપ, આ પ્લેટફોર્મને આપશે ટક્કર
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો-