દેશમાં સાયબર ક્રાઈમના કેસ સતત વધી રહ્યા છે. ઠગ જુદી-જુદી પદ્ધતિ દ્વારા લોકોને છેતરી રહ્યા છે. આ ક્રમમાં એક નવો કેસ સામે આવ્યો છે, જેમાં દિલ્હીના જનકપુરીમાં રહેતો એક પરિવાર સાયબર ક્રાઈમનો શિકાર બન્યો છે. આ પરિવાર કેનેડામાં સ્થાયી થવા માંગતો હતો, તેથી તેઓએ એક ટ્રાવેલ એજન્સીનો સંપર્ક કર્યો હતો. એજન્ટ દ્વારા તેમને વિદેશ સેટલ થવાના સપના બતાવી લાખો રૂપિયાનું ફ્રોડ કરવામાં આવ્યું હતું.
સાયબર ગુનેગારો દ્વારા આ પરિવારના સભ્યોને વિદેશમાં નોકરી માટે ફેક જોબ ઓફર લેટર પણ આપવામાં આવ્યા હતા. આ પરિવારની સાથે અન્ય લોકોએ પણ તે એજન્ટનો સંપર્ક કર્યો હતો. બંને પરિવારોએ 1 વર્ષમાં 58 લાખથી વધારે રૂપિયા જમા કરાવ્યા હતા. આ રૂપિયા જમા કરાવ્યા બાદ તેને કેનેડામાં જોબ કરવા માટે ઓફર લેટર અને ઈ-વિઝા પણ મોકલવામાં આવ્યા હતા.
પરંતુ તેના થોડા સમય બાદ એજન્ટે ફોન ઉપાડવાનું બંધ કર્યું હતું. ત્યારબાદ પરિવાર જ્યારે તે એજન્ટની ઓફિસે પહોંચ્યો ત્યારે ત્યાં તાળું માર્યું હતું. પરિવારે આ બાબતે તપાસ કરી તો ખબર પડી કે તેમની સાથે ફ્રોડ થયું છે. ત્યારબાદ આ પરિવારે સાયબર ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી હતી.
દીપક કુમાર તેમના પરિવાર સાથે જનકપુરીમાં રહે છે. તે તેના પરિવાર સાથે કેનેડામાં વસવાટ કરવા માટે લાજપત નગરમાં આવેલી એક ટ્રાવેલ એજન્સીનો સંપર્ક કર્યો હતો. એજન્સીના વિનય અને આકાંક્ષાએ કેનેડિયન એમ્બેસીમાં સારા સંબંધો હોવાની વાત કરી અને કામ ઝડપથી કરાવવાની ખાતરી આપી હતી. ત્યારબાદ ઓફિસમાં ડોક્યુમેન્ટસ જમા કરાવવા માટે કહ્યુ હતું.
આ પણ વાંચો : જો કોઈ અજાણી વ્યક્તિ તમારી પાસે ફોન માંગે તો આપવો નહીં, મદદના નામે લોકો સાથે છેતરપિંડી, જાણો કેવી રીતે થાય છે ફ્રોડ
કેનેડામાં PR માટે 5 લાખ રૂપિયા અને ત્યાંની મોટી કંપનીમાં નોકરી અપાવવા માટે 20 લાખ રૂપિયાની માંગણી કરી હતી. બંને પરિવારોએ 1 માર્ચ 2022 થી 29 માર્ચ 2023 સુધીમાં 55.52 લાખ રૂપિયા જમા કરાવ્યા હતા. 5 લાખ જમા કરાવ્યા બાદ તેને કેનેડાની હોટેલના સિનિયર ફ્લોર મેનેજર અને તેની પત્નીને રિસેપ્શનિસ્ટની નોકરી માટે ફેક ઓફર લેટર અને વર્ક પરમિટ આપવામાં આવ્યા હતા. થોડા દિવસ બાદ તેણે ફોન પર ઈ વિઝા મોકલ્યા અને ત્યારબાદ સ્કેમર્સે ફોન નંબર સ્વીચ ઓફ કર્યા હતા.
ટેક્નોલોજીના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો