FASTag હજુ સુધી નથી લગાવ્યું તો ચેતી જજો, 1 એપ્રિલ બાદ FASTag વગર નહીં થઇ શકે આ કામ

|

Mar 09, 2021 | 11:30 AM

FASTag: માર્ગ પરિવહન મંત્રાલયે ફોર વ્હીલર્સ માટે 15 ફેબ્રુઆરીથી FASTag ફરજિયાત કર્યું છે. આ સાથે નવી સિસ્ટમ હેઠળ FASTag વગરના વાહનોનો વીમો પણ નહીં થઇ શકે. આ સિસ્ટમ 1 એપ્રિલથી અમલમાં આવશે.

FASTag હજુ સુધી નથી લગાવ્યું તો ચેતી જજો, 1 એપ્રિલ બાદ FASTag વગર નહીં થઇ શકે આ કામ
fastag વગર વીમો નહીં ઉતરે

Follow us on

FASTag: માર્ગ પરિવહન મંત્રાલયે ફોર વ્હીલર્સ માટે 15 ફેબ્રુઆરીથી FASTag ફરજિયાત કર્યું છે. આ સાથે નવી સિસ્ટમ હેઠળ FASTag વગરના વાહનોનો વીમો પણ નહીં થઇ શકે. આ સિસ્ટમ 1 એપ્રિલથી અમલમાં આવશે. મંત્રાલયે FASTagને લઈને તેને વીમા સાથે જોડવાનો નિર્ણય કર્યો છે. આ માટે વીમા કંપનીઓને જરૂરી સૂચનાઓ જારી કરવામાં આવી છે.

માર્ગ પરિવહન મંત્રાલયના જણાવ્યા અનુસાર 1 એપ્રિલ 2021 બાદ ફોર વ્હીલર્સનો વીમો ઉતારવા માટે વાહન પર ફાસ્ટાગ ફરજીયાત રહેશે. વીમો કરાવતી વખતે કંપનીઓ વાહન નંબરના આધારે FASTag કોડ ચકાસશે. પરિવહન સોફ્ટવેરની મદદથી FASTag શોધી શકાય છે. મંત્રાલયના અધિકારીઓના જણાવ્યા અનુસાર આ નવી વ્યવસ્થાથી 31 માર્ચ 2021 બાદ સમાપ્ત થતા વીમા ફરીથી FASTag સાથે નીકળશે. આ રીતે બધા જૂના વાહનોને ધીમે ધીમે વીમો લેવાનો આવશે અને દરેકને FASTag લાગશે.

મંત્રાલયે FASTag સાથે બીજી ઘણી સુવિધાઓ જોડવાની પ્રક્રિયા પણ શરૂ કરી દીધી છે. પ્રથમ પાર્કિંગ ચાર્જ FASTag દ્વારા લેવાની યોજના છે. આ વ્યવસ્થા હૈદરાબાદ એરપોર્ટથી શરૂ કરવામાં આવી છે. ત્યાં પાર્કિંગ ફી વસૂલવામાં આવી રહી છે. ધીરે ધીરે આ સુવિધા તમામ મહાનગરોમાં લાગુ કરવાની તૈયારી કરવામાં આવી રહી છે. જેથી લોકો FASTag થી અનેક પ્રકારની સુવિધા મેળવી શકે.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

આ ઉપરાંત FASTagની મદદથી પેટ્રોલ પંપ પર પણ ચુકવણી થશે. અત્યાર સુધીમાં લગભગ 2.5 કરોડ વાહનો પર FASTag લાગી ગયા છે.

Next Article