WhatsApp Tips : વોટ્સએપ પર નંબર સેવ કર્યા વિના પણ મોકલી શકો છો મેસેજ, બસ ફોલો કરો આ સ્ટેપ્સ

|

Dec 02, 2021 | 12:52 PM

WhatsApp ના ક્લિક ટુ ચેટ ફંક્શનથી, તમે કોઈપણ વ્યક્તિ સાથે વાતચીત શરૂ કરી શકો છો, પછી ભલે તેનો ફોન નંબર તમારા ફોનની એડ્રેસ બુકમાં રેકોર્ડ ન હોય. તમે એક લિંક બનાવી શકો છો જે તમને આ વ્યક્તિ સાથે ચેટ શરૂ કરવાની મંજૂરી આપશે

WhatsApp Tips : વોટ્સએપ પર નંબર સેવ કર્યા વિના પણ મોકલી શકો છો મેસેજ, બસ ફોલો કરો આ સ્ટેપ્સ
WhatsApp Tips

Follow us on

લગભગ દરેક વ્યક્તિએ તેમના સ્માર્ટફોનમાં WhatsApp ઇન્સ્ટોલ કર્યું છે અને બધા WhatsApp વપરાશકર્તાઓને એ વાતનો ખ્યાલ તો હશે જ કે તેઓ તે જ લોકોને મેસેજ મોકલી શકે છે જેમનો નંબર તેમના ફોનમાં સેવ હોય છે. તમારી કોન્ટેક્ટ લિસ્ટમાં ન હોય તેવી વ્યક્તિને કૉલ કરવા માટે, તમારે પહેલા તેમનો ફોન નંબર સેવ કરવો પડશે. પરંતુ શું તમે જાણો છો કે તમે ફોન નંબર સેવ કર્યા વગર તમારા ફોનના કોન્ટેક્ટ લિસ્ટમાં ન હોય તેવા લોકોને મેસેજ અને ચેટ કરી શકો છો. હા, WhatsApp પાસે એક ફિચર છે જે તમને આ કરવાની મંજૂરી આપે છે.

WhatsApp ના ક્લિક ટુ ચેટ ફંક્શનથી, તમે કોઈપણ વ્યક્તિ સાથે વાતચીત શરૂ કરી શકો છો, પછી ભલે તેનો ફોન નંબર તમારા ફોનની એડ્રેસ બુકમાં રેકોર્ડ ન હોય. તમે એક લિંક બનાવી શકો છો જે તમને આ વ્યક્તિ સાથે ચેટ શરૂ કરવાની મંજૂરી આપશે પરંતુ તમને તેમનો નંબર ખબર હોવો જોઇએ અને તેમની પાસે વોટ્સએપ એકાઉન્ટ પણ હોવું જોઇએ.

1: આ માટે તમારે પહેલા મોબાઈલ અથવા ડેસ્કટોપ પર વેબ બ્રાઉઝર ઓપન કરવું પડશે.
2: તમારે આ લિંક દાખલ કરવી પડશે https://api.whatsapp.com/send?phone=XXXXXXXXXXXXX. જ્યાં આ લિંકમાં X લખેલું હશે ત્યાં દેશના કોડ સાથે ફોન નંબર દાખલ કરવાનો રહેશે.
3: આ નંબર તે વ્યક્તિનો હોવો જોઈએ જેને તમે વોટ્સએપ મેસેજ કરવા માંગો છો પરંતુ નામ સેવ કરવા માંગતા નથી.
4: હવે શેર કરવા માટે ટેપ કરો. એક પોપ-અપ પણ દેખાશે જેમાં તમારે ઓપન વોટ્સએપ ડેસ્કટોપ પર ટેપ કરવાનું રહેશે.
5: તમારી પાસે Looks like you don’t have WhatsApp installed ! DOWNLOAD or use WhatsApp વેબ લખેલો મેસેજ પણ આવી શકે છે. આ કિસ્સામાં તમારે પહેલા WhatsApp ડાઉનલોડ કરવું પડશે. અથવા WhatsApp વેબ પરથી ઍક્સેસ કરો.
6: આ પછી તમે સેવ કર્યા વગર નંબર પર મેસેજ કરી શકશો.

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે

આ પણ વાંચો –

Ashes 2021: ટિમ પેઈનના બદલે ઓસ્ટ્રેલિયાને મળ્યો નવો વિકેટકીપર, એશિઝ સિરીઝની પ્રથમ મેચ બ્રિસ્બેન ટેસ્ટમાં કરશે ડેબ્યૂ

આ પણ વાંચો –

CM ભુપેન્દ્ર પટેલે ગીર સોમનાથના કલેકટર સાથે કરી વાત, બે હેલિકોપ્ટર દ્વારા લાપતા માછીમારોની બચાવ કામગીરી શરુ

આ પણ વાંચો –

લો બોલો ! અલીગઢની કોલેજમાં ધૂસી ગયો દીપડો, પરીક્ષા આપવા આવેલ વિદ્યાર્થીઓમાં દોડધામ મચી ગઈ

Next Article