Technology Tips: આ જમાનો ટેકનોલોજીનો (Technology) છે અને તેના માટે ઈન્ટરનેટ ખુબ જ મહત્ત્વનું છે. હાલના સમયમાં આપણને ફકત ઈન્ટરનેટની જરૂર નથી પણ ઝડપી ઈન્ટરનેટ પણ જરૂર છે. જો તમે પણ ઈન્ટરનેટની ઓછી સ્પીડથી પરેશાન છો, અહીં જણાવેલી કેટલીક ટિપ્સ (Technology Tips) ફોલો કરીને ઝડપી ઈન્ટરનેટ ચલાવી શકશો. શું તમે જાણો છો કે તમે તમારા સ્માર્ટફોનને તમે રાઉટર પણ બનાવી શકો છો? એટલે કે, સ્માર્ટફોન દ્વારા તમે ઝડપી ઈન્ટરનેટનો અનુભવ લઈ શકો છો. પરંતુ ઝડપી ઈન્ટરનેટ અને વાયરલેસ કનેક્ટિવિટી માટે આ ખુબ સારો વિકલ્પ છે.
સ્માર્ટફોનને વાયરલેસ નેટવર્ક બનાવવા માટે એપલ યુઝર્સ આ સ્ટેપ્સ ફોલો કરો
1. ફોનના સેટિંગ્સ ખોલો, પર્સનલ હોટસ્પોટ પર ક્લિક કરો.
2. અન્યને જોડાવાની મંજૂરી આપો.
3.આ પછી બ્લૂટૂથ ઈઝ ઑફ મેસેજ દેખાશે. અહીં Bluetooth અથવા Wi-Fi અને USB ફક્ત ચાલુ કરો.
4. હવે Wi-Fi પાસવર્ડ પર જાઓ અને નવો પાસવર્ડ બનાવો.
તમામ પગલાંઓ અનુસર્યા પછી, તમારું iPhone વાયરલેસ હોટસ્પોટ મોબાઇલ રાઉટર તરીકે કામ કરશે. હવે તમે સરળતાથી કોઈપણ ઉપકરણને સ્માર્ટફોન સાથે કનેક્ટ કરી શકો છો અને ઇન્ટરનેટ ચલાવી શકો છો.
યુઝર્સ નીચેના પગલાઓ અનુસરીને Android ડિવાઈઝ પર વાયરલેસ નેટવર્ક બનાવી શકે છે.
1. તમારા એન્ડ્રોઇડ ફોનની સેટિંગ્સ > નેટવર્ક અને ઇન્ટરનેટ > હોટસ્પોટ અને ટિથરિંગ ખોલ્યા પછી પોર્ટેબલ હોટસ્પોટ પસંદ કરો.
2. હોટસ્પોટ ચાલુ કરો અને સંદેશની પુષ્ટિ કરો.
3. કોન્ફિગર હોટસ્પોટ પર ક્લિક કરો. નેટવર્ક નામ (SSID) સેટ કરો. અહીં તમે કોઈપણ નામ લખી શકો છો.
4.આ પછી સુરક્ષા સ્તર પસંદ કરો – તેમાંથી WPA2 PSK સૌથી મજબૂત માનવામાં આવે છે.
5.નવો પાસવર્ડ સેટ કરો. આ બધું કર્યા પછી, સેવ પર ટેપ કરો.
તમામ પગલાંઓ અનુસર્યા પછી, તમારું એન્ડ્રોઇડ ફોન વાયરલેસ હોટસ્પોટ મોબાઇલ રાઉટર તરીકે કામ કરશે. હવે તમે સરળતાથી કોઈપણ ઉપકરણને સ્માર્ટફોન સાથે કનેક્ટ કરી શકો છો અને ઇન્ટરનેટ ચલાવી શકો છો. આની મદદથી તમે પોતાના ફોનનો રાઉટરની જેમ ઉપયોગ કરી શકશો અને પોતાના ડિવાઈઝમાં ઈન્ટરનેટ વાપરી શકો છો.