Tech Tips: ઈન્સ્ટોલ કરવા માગો છો Jio Fiber અને બ્રોડબેન્ડ તો આ રીતે કરો એપ્લાય, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ

|

Mar 07, 2022 | 6:40 AM

આજે અમે તમને જીયો ફાયબર સંબંધિત સંપૂર્ણ માહિતી આપી રહ્યા છીએ. જેમ કે તમે તેને કેવી રીતે ઇન્સ્ટોલ કરી શકો છો. Jio બ્રોડબેન્ડ માટે ઑનલાઇન કેવી રીતે બુકિંગ કરવું. જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ.

Tech Tips: ઈન્સ્ટોલ કરવા માગો છો Jio Fiber અને બ્રોડબેન્ડ તો આ રીતે કરો એપ્લાય, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
Symbolic Image

Follow us on

જો તમે પણ કોઈ ઈન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર માટે સર્ચ કરી રહ્યા હોવ તો બજારમાં ઘણા વિકલ્પો ઉપલબ્ધ છે. પરંતુ જો તમે Jio બ્રોડબેન્ડ એટલે કે Jio ફાઈબર (Jio Fiber)ની સેવાનો ઉપયોગ કરવા ઈચ્છો છો, તો તેના માટે ઓનલાઈન બુકિંગ (Online Booking)કરી શકાય છે. મતલબ કે તમારે Jio ફાઇબર ઇન્સ્ટોલ કરવા માટે ક્યાંય પણ દોડવાની જરૂર નહીં પડે. Jioની બ્રોડબેન્ડ સર્વિસને ફાઈબર સર્વિસ નામ આપવામાં આવ્યું છે.

કંપની દ્વારા એવો દાવો કરવામાં આવ્યો છે કે Jio Fiber સામાન્ય ઇન્ટરનેટ કનેક્શન કરતાં ઝડપી સ્પીડ ઇન્ટરનેટ જ નહીં પરંતુ તેની સાથે અન્ય ઘણી સુવિધાઓ પણ મળશે. આજે અમે તમને આનાથી સંબંધિત સંપૂર્ણ માહિતી આપી રહ્યા છીએ. જેમ કે તમે તેને કેવી રીતે ઇન્સ્ટોલ કરી શકો છો. Jio બ્રોડબેન્ડ માટે ઑનલાઇન કેવી રીતે અરજી કરવી.

નીચે આપેલા સ્ટેપ દ્વારા તમે Jio બ્રોડબેન્ડ એટલે કે Jio Fiber માટે સરળતાથી ઓનલાઈન અરજી કરી શકો છો.

સૌથી પહેલા તમે Jio Fiber રજીસ્ટ્રેશન વેબપેજ પર જાઓ.
આ પછી, તમારું નામ, મોબાઇલ નંબર દાખલ કરો, ત્યારબાદ જનરેટ OTP પર ક્લિક કરો.
તમે ફોન પર મેળવેલ છ અંકનો વન-ટાઇમ પાસવર્ડ એટલે કે (OTP) દાખલ કરો અને પછી OTP ચકાસો.
તે પછી તમારું સરનામું દાખલ કરો જ્યાં તમને JioFiber કનેક્શનની જરૂર છે અને સબમિટ પર ક્લિક કરો
એકવાર સબમિટ કર્યા પછી, Jio તમને તમારા આપેલા મોબાઇલ નંબર પર એક કન્ફર્મેશન સંદેશ મોકલશે. ખાતરી કરો કે તમારી પાસે બ્રોડબેન્ડ કનેક્શન મેળવવા માટે જરૂરી દસ્તાવેજો છે.
ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન્સ (DoT) ની માર્ગદર્શિકા મુજબ, તમારી પાસે સેવા માટે આધાર કાર્ડ અથવા ઓળખનો કોઈ માન્ય પુરાવો અને સરનામાનો પુરાવો હોવો આવશ્યક છે.

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયાના તાજેતરના અહેવાલમાં જાણવા મળ્યું છે કે જિયો ફાઈબર 4.34 મિલિયનથી વધુ સબ્સ્ક્રાઇબર્સ સાથે BSNLને પછાડી દેશની સૌથી મોટી વાયર્ડ સર્વિસ પ્રોવાઈડર બની ગઈ છે.

આ પણ વાંચો: 30 દિવસમાં ડોક્ટર બનાવી દેવાનો દાવો કરતી એપ, યુઝર્સના રિવ્યુ વાંચી થઈ જશો હસી હસીને લોટપોટ

આ પણ વાંચો: Tech News: રશિયા યુક્રેન યુદ્ધ વચ્ચે મોટો સાયબર અટેક, યુરોપના હજારો યુઝર્સનું ઈન્ટરનેટ ઠપ્પ

Next Article