Technology News: Instagram Chat નો રંગ બદલવા માંગો છો? પણ ટ્રીક નથી જાણતા, અહીં શીખો

|

Jan 16, 2022 | 11:34 AM

Instagram Tips and Tricks: જો તમે પણ ઈન્સ્ટાગ્રામ ચેટનો રંગ બદલવા માગો છો તો ચાલો અમે તમને જણાવીએ કે તમે તેને સરળતાથી કેવી રીતે બદલી શકો છો.

Technology News: Instagram Chat નો રંગ બદલવા માંગો છો? પણ ટ્રીક નથી જાણતા, અહીં શીખો
Instagram (Symbolic Image)

Follow us on

ઈન્સ્ટાગ્રામ (Instagram) એ વિશ્વભરના લાખો વપરાશકર્તાઓ દ્વારા ઉપયોગમાં લેવાતી લોકપ્રિય ઓનલાઈન ફોટો-શેરિંગ એપ્લિકેશન્સમાંની એક છે. અહીં યુઝર્સ ઘણી વસ્તુઓ કરી શકે છે અને તેઓ તેમના અનુભવને વધુ સારો બનાવી શકે છે. વપરાશકર્તાઓને તેમના Android ફોન અથવા iPhone પર ચેટ થીમ અને એકસેન્ટ રંગ બદલવાની પરમિશન આપે છે. જો કોઈ યુઝર ચેટ થીમ (Chat Theme) અને એક્સેન્ટ કલર બદલવા માંગે છે તો તેણે એપના લેટેસ્ટ વર્ઝનનો ઉપયોગ કરવો જોઈએ.

ક્લાસિક વ્હાઇટ અને નાઇટ મોડ્સ વિશે વાત કરીએ તો, આ Instagram DM માટે સૌથી વધુ ઉપયોગમાં લેવાતો મોડ છે. આ ઇન્સ્ટાગ્રામ ફીચરથી કોઈ પણ સરળતાથી ચેટનો રંગ બદલી શકે છે અને Instagram DM માટે એક્સેન્ટ કલર પસંદ કરી શકે છે.

ઇન્સ્ટાગ્રામ ચેટ પર વિવિધ થીમ્સ કેવી રીતે શોધવી?

Instagram પર વિવિધ થીમ્સ મેળવવા માટે, સ્ક્રીનના ઉપરના જમણી તરફ ખૂણા પર જાઓ અને માહિતી આયકન પર ટેપ કરો. પોપ ડાઉન મેનૂમાં, સેટિંગ્સ પસંદ કરો અને પછી Instagram ચેટ ‘થીમ્સ’ આયકન શોધો. હવે, ‘થીમ્સ’ પર ક્લિક કરો અને તમારી પસંદગીની થીમ પસંદ કરો.

આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!

વધુ મેસેન્જર થીમ્સ કેવી રીતે મેળવવી?

જો તમે મેસેન્જર અને ઇન્સ્ટાગ્રામ પર નવી ચેટ થીમ અજમાવવા માંગતા હો, તો તમારે ચેટ સેટિંગ્સમાં જવું જોઈએ અને પછી ‘થીમ્સ’ પર ટેપ કરીને તમારી પસંદગીની થીમ પસંદ કરવી જોઈએ.

શું બદલાયેલ ચેટ થીમ અન્ય વ્યક્તિને દેખાશે?

જ્યારે તમે ચેટની થીમ બદલો છો, ત્યારે તે ચેટમાં રહેલા જેટલા લોકોની સંખ્યા છે. તેમના માટે બદલાય જાય છે. આ ઉપરાંત, તમે જેની સાથે ચેટ કરી રહ્યા છો તેને એક સૂચના મળશે કે ચેટની થીમ બદલાઈ ગઈ છે.

Instagram પર કલર થીમ કેવી રીતે મળે?

તમારે માહિતી આયકન પર ટેપ કરવું પડશે, જે તમારી સ્ક્રીનના ઉપરના જમણા ખૂણે જોવા મળે છે. ચેટ સેટિંગ વિકલ્પની નીચે તમને ઇન્સ્ટાગ્રામ ચેટ ‘થીમ્સ’ આઇકોન મળશે. થીમ્સ પર ટેપ કરો અને તમે લાગુ કરવા માંગો છો તે થીમ પસંદ કરો.

ઇન્સ્ટાગ્રામ ચેટ બ્લુ કેમ છે?

Instagram પર વાદળી સંદેશનો અર્થ છે કે તે મોકલનારનો સંદેશ છે. ત્યારે સફેદ અને ગ્રે મેસેજનો અર્થ છે કે આ સંદેશ રીસીવર તરફથી છે.

આ પણ વાંચો: હૈદરાબાદના આઈકોનિક સિંકદરાબાદ ક્લબમાં લાગી ભીષણ આગ, અંદાજે 20 કરોડનું નુકસાન

આ પણ વાંચો: Cherry Tomato Cultivation: 600 રૂપિયા કિલો વેચાય છે આ ટામેટા, જાણો ચેરી ટામેટાની ખાસિયત

Next Article