
શું તમે પણ તમારા ફેસબુક એકાઉન્ટ (Facebook Account)ને એક્સેસ કરવામાં મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છો? આવું એટલા માટે થઈ શકે છે કારણ કે તમે તમારા એકાઉન્ટમાં ફેસબુક પ્રોટેક્ટ (Facebook Protect) એક્ટિવેટ કર્યું નથી. સોશિયલ નેટવર્કિંગ દિગ્ગજ કંપની કથિત રીતે વપરાશકર્તાઓને તેમના એકાઉન્ટ્સમાંથી લોક કરી રહ્યું છે. જેમને પોતાના ફેસબુક પ્રોટેક્ટને ટૂ-ફેક્ટર ઓથેંટિકેશન સાથે એક્ટિવ કર્યું ન હોય. આ મહિનાની શરૂઆતમાં, ફેસબુકે એક ઈમેલ મોકલવાનું શરૂ કર્યું, જેનું ટાઈટલ હતું કે ‘ તમારા એકાઉન્ટને ફેસબુક પ્રોટેક્ટ તરફથી એડવાન્સ સિક્યોરિટીની જરૂર છે’ વપરાશકર્તાઓને 17 માર્ચ સુધીમાં Facebook પ્રોટેક્ટને સક્રિય કરવા કહ્યું હતું.
જેઓ નથી જાણતા તેમના માટે, અમે આપને જણાવી દઈએ કે Facebook Protect એક સુરક્ષા પ્રોગ્રામ છે જે 2-Factor Authentication જેવી સુરક્ષા સુવિધાઓને સરળ બનાવીને હાઈ-ટારગેટ એકાઉન્ટને મજબૂત સુરક્ષા અપનાવવામાં મદદ કરે છે. વધુમાં, તે એકાઉન્ટ્સ અને પેજને વધારાની સુરક્ષા પણ પ્રદાન કરે છે, અને સંભવિત હેકિંગ ધમકીઓ માટે પણ મોનિટર કરે છે. તેથી જો તમે પણ એવા લોકોમાંથી એક છો જેમણે હજી સુધી આ સુવિધાને એક્ટિવ કરી નથી, તો આમ કરવા માટે આ સરળ સ્ટેપ્સ ફોલો કરો
આ પણ વાંચો: Tech News: Twitter લાવી રહ્યું છે એડિટ બટન, એપ્રિલ ફુલના અંદાજમાં ટ્વીટ કરતા યુઝર્સને નથી આવી રહ્યો વિશ્વાસ