Honey Trap Fraud: યુવતિઓ પહેલા કરે છે મીઠી વાતો અને પછી કરે છે ન્યૂડ વીડિયો કોલ, હની ટ્રેપની જાળમાં ફસાવી લોકો સાથે કરે છે ફ્રોડ

સાયબર ગેંગના સભ્યોમાંની યુવતીઓ જુદા-જુદા સોશિયલ મીડિયાના માધ્યમો દ્વારા મિત્રતા કેળવે છે અને થોડા દિવસો બાદ ન્યૂડ વીડિયો કોલ કરે છે. આ વીડિયો કોલ દરમિયાન લોકો કઈ સમજે ત્યાં સુધીમાં વીડિયો ક્લિપ બનાવી લેવામાં આવે છે. ત્યારબાદ બદનામીનો ડર બતાવીને છેતરપિંડી શરૂ થાય છે.

Honey Trap Fraud: યુવતિઓ પહેલા કરે છે મીઠી વાતો અને પછી કરે છે ન્યૂડ વીડિયો કોલ, હની ટ્રેપની જાળમાં ફસાવી લોકો સાથે કરે છે ફ્રોડ
Honey Trap Fraud
| Edited By: | Updated on: Oct 11, 2023 | 1:38 PM

લોકોને અજાણ્યા નંબર પરથી આવે છે ફોન અને સામે હોય છે યુવતિ. કોઈ પણ કારણ વગર શરૂ થાય છે વાતચીત અને પછી ફ્રેન્ડશીપ. આવી રીતે સાયબર (Cyber Crime) ગેંગ લોકોને ફસાવીને માંગે છે રૂપિયા. અમે વાત કરી રહ્યા છીએ હની ટ્રેપના માયા જાળ વિશે. પહેલા જાસૂસી કરી અને જાણકારી મેળવવા માટે સુંદર યુવતિઓનો ઉપયોગ કરવામાં આવતો હતો. હવે લોકો પાસેથી રૂપિયા પડાવવા માટે હની ટ્રેપનો ઉપયોગ કરવામાં આવે છે.

યુવતિઓ કરે છે ન્યૂડ વીડિયો કોલ

સાયબર ગેંગના સભ્યોમાંની યુવતીઓ જુદા-જુદા સોશિયલ મીડિયાના માધ્યમો દ્વારા મિત્રતા કેળવે છે અને થોડા દિવસો બાદ ન્યૂડ વીડિયો કોલ કરે છે. આ વીડિયો કોલ દરમિયાન લોકો કઈ સમજે ત્યાં સુધીમાં વીડિયો ક્લિપ બનાવી લેવામાં આવે છે. ત્યારબાદ બદનામીનો ડર બતાવીને છેતરપિંડી શરૂ થાય છે.

ઘણા લોકોએ રૂપિયા ગુમાવ્યા

દેશના જુદા-જુદા શહેરના ઘણા લોકો તેનો શિકાર બન્યા છે. હવે સામાન્ય લોકો પણ તેનો શિકાર બની રહ્યા છે. તેમનો હેતુ માત્ર એક જ છે કે, વાતોની જાળમાં ફસાવીને વધારેમાં વધારે રૂપિયા પડાવવા. થોડા મોજશોખના ચક્કરમાં ઘણા લોકોએ રૂપિયા ગુમાવ્યા છે. ઘણી જગ્યાએ આવી ગેંગ કાર્યરત છે.

આ પણ વાંચો : Forex Trading Fraud: જો તમે ટ્રેડિંગ કરો છો તો રહો સાવધાન, ફેક કંપની બનાવી લોકો સાથે કરી કરોડો રૂપિયાની છેતરપિંડી

આ ગેંગમાં ફેક પત્રકારોથી માંડીને નાના મોટા ગુનેગારો અને શિક્ષિત યુવતિઓ પણ સામેલ હોય છે. યુવતિઓ પોતાનું નામ બદલીને લોકોને ફસાવે છે અને ત્યારબાદ તેમનો અશ્લીલ વીડિયો બનાવી તેમની પાસેથી રૂપિયા માંગવામાં આવે છે. ફેક પત્રકારો બદનામીનો ડર બતાવે છે અને બ્લેક મેલ કરે છે.

આ રીતે રહો સાવચેત

  • અજાણ્યા નંબર પરથી કોઈપણ વીડિયો કોલ આવે તો ઉપાડવો નહીં.
  • જો તમને અજાણ્યા નંબર પરથી વારંવાર વીડિયો કોલ આવે છે, તો તેને બ્લોક કરો.
  • જો તમને કોઈ ન્યુડ વિડીયો કોલ આવે તો તેની જાણ પોલીસને કરો.
  • તમારી સાથે છેતરપિંડી થાય તો તમે ટોલ ફ્રી નંબર 1930 પર કોલ કરી શકો છો અથવા cybercrime.gov.in પર પણ ફરિયાદ નોંધાવી શકો છો.

ટેક્નોલોજીના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો