Harassment in Google HQ : ગુગલ ઓફીસમાં સતામણી, 500 કર્મચારીઓએ CEO સુંદર પીચાઈને લખ્યા પત્રો

|

Apr 10, 2021 | 10:40 PM

Harassment in Google HQ : અગાઉ ગુગલમાં એન્જિનિયર તરીકે કામ કરનારી એમી નીટફેલ્ડ (Emi Nietfeld)એ એક સમાચારપત્રમાં લખેલા તેના ઓપિનિયન પીસમાં લખ્યું કે મને પજવણી કરતો માણસ હજી પણ મારી બાજુમાં બેઠે છે.

Harassment in Google HQ : ગુગલ ઓફીસમાં સતામણી, 500 કર્મચારીઓએ CEO સુંદર પીચાઈને લખ્યા પત્રો
Google HQ

Follow us on

Harassment in Google HQ : વિશ્વપ્રસિદ્ધ ટેક કંપની ગુગલ (Google)માં સતામણીની ફરિયાદી ઉઠી છે અને મોટા પ્રમાણમાં કર્મચારીઓએ ગુગલ અને આલ્ફાબેટના CEO સુંદર પીચાઈ (Sunder Pichai) ને પત્રો લખ્યા અને સતામણી બંધ કરવા અને રક્ષણ આપવાની માંગ કરી છે.

સતામણી અંગે 500 કર્મચારીઓએ લખ્યા પત્રો
સુપ્રસિદ્ધ ટેક કંપની ગુગલ અને આલ્ફાબેટના સીઈઓ સુંદર પિચાઇને કંપનીના 500 કર્મચારીઓને પત્ર લખીને ગુગલ ઓફિસમાં ચાલી રહેલી સતામણી (Harassment in Google HQ) અંગે ફરિયાદ કરી છેડતી કરનારાઓને સુરક્ષા ન આપવા અને કર્મચારીઓને શાંતિપૂર્ણ માહોલ પૂરા પાડવાની વિનંતી કરી હતી. અગાઉ ગુગલમાં એન્જિનિયર તરીકે કામ કરનારી એમી નીટફેલ્ડ (Emi Nietfeld)એ એક સમાચારપત્રમાં લખેલા તેના ઓપિનિયન પીસમાં પોતાની સાથે થયેલી સતામણી અંગે લખ્યું અને સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો છે.

એમી નેટફિલ્ડએ સતામણી અંગે શું લખ્યું?
અગાઉ ગુગલમાં એન્જિનિયર તરીકે કામ કરનારી એમી નીટફેલ્ડ (Emi Nietfeld)એ સામચારપત્રમાં લખ્યું કે તેની સાથે એક વ્યક્તિ વારંવાર સતામણી કરતો હતો.તે વ્યક્તિ એમીને તેની સાથે એક બાદ એક એમ વારંવાર મીટીંગો કરી હેરાન કરતો હતો. એમીના ઓપિનિયન પીસ પછી જ આ સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો અને ગુગલ ઓફીસમાં થઇ રહેલી સતામણી સામે કર્મચારીઓએ અવાજ ઉઠાવ્યો.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

એમીએ સતામણી કરનારા વિશે શું લખ્યું ?
એમીએ તેનાઓપિનિયન પીસ માં એમ પણ લખ્યું છે કે મને પજવણી કરતો માણસ હજી પણ મારી પાસે બેસે છે. મારા મેનેજરે મને કહ્યું હતું કે HRએ તેના ડેસ્કને બદલવાની વાત કરતા કહ્યું કે તેણે ઘરેથી કામ કરવું જોઈએ અથવા રજાઓ પર ઉતરી જવું જોઈએ. જો કે આજ સુધી ગુગલ દ્વારા આ અંગે કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી કે આ સમગ્ર મામલામાં કોઈ સ્પષ્ટતા આપવામાં આવી નથી.

આલ્ફાબેટમાં 20,000 થી વધુ કર્મચારીઓએ અવાજ ઉઠાવ્યો
સુંદર પિચાઈને લખાયેલા પત્રમાં જણાવાયું કે આલ્ફાબેટના 20,000 થી વધુ કર્મચારીઓએ સતામણીના વિરોધમાં અવાજ ઉઠાવ્યા બાદ, તેમને સંરક્ષણ આપ્યા બાદ પણ સ્થિતિમાં કોઈ બદલાવ નથી આવ્યો અને ગુગલ ઓફીસ આ નિયમોના પાલનમાં ફેલ રહી છે. સતામણીની ફરિયાદ કરનાર વ્યક્તિને માનસિક ભાર સહન કરવાની ફરજ પાડવામાં આવે છે. ત્યારબાદ સતામણીનો ભોગ બનેલો વ્યક્તિ ઓફીસ છોડી દે છે, પણ સતામણી કરનારો વ્યક્તિ ઓફીસમાં જ રહે છે અને તેને ઓફીસ દ્વારા ઇનામ પણ આપવામાં આવે છે. આલ્ફાબેટના કર્મચારીઓએ પત્રમાં લખ્યું કે કમર્ચારીઓ એક એવા વાતાવરણમાં કામ કરવાની ઇચ્છા રાખે છે જે પજવણી-સતામણીથી મુક્ત થવું જોઈએ. કંપનીએ પીડિતોની ચિંતાને પ્રાધાન્ય આપતા તેમના કર્મચારીઓની સલામતીની કાળજી લેવી જોઈએ.

Next Article