ફેક ન્યૂઝ (Fake News)ને લઈને સરકારે ટેક કંપનીઓને કડક સંદેશ આપ્યો છે. અહેવાલો અનુસાર સરકાર કન્ટેન્ટ મોડરેશનને લઈને ટેક કંપનીઓ પાસેથી મોટી કાર્યવાહી ઈચ્છે છે. સરકારે આ અંગે ટેક કંપનીઓ સાથે બેઠક પણ કરી છે. ફેક ન્યૂઝને લઈને ભારત સરકાર કડક પગલાં લઈ રહી છે. અહેવાલો અનુસાર ભારત સરકારના અધિકારીઓએ ગૂગલ, ટ્વિટર અને ફેસબુક સાથેની વાતચીતમાં આકરી પ્રતિક્રિયા આપી છે. અધિકારીઓનું કહેવું છે કે ગૂગલ(Google), ફેસબુક (Facebook) અને ટ્વિટર (Twitter) તેમના પ્લેટફોર્મ પરથી ફેક ન્યૂઝને દૂર કરવા માટે સંપૂર્ણ સક્રિયતા નથી બતાવી રહ્યાં.
માહિતી અને પ્રસારણ મંત્રાલય (Ministry of Information and Broadcasting) ના અધિકારીઓએ મોટી ટેક કંપનીઓની ટીકા કરી છે. જો અહેવાલોનું માનીએ તો સૂત્રોએ જણાવ્યું છે કે ફેક ન્યૂઝને લઈને કંપનીઓની નિષ્ક્રિયતાને કારણે ભારત સરકારે સામગ્રીને દૂર કરવાનો આદેશ આપવો પડી રહ્યો છે, જે બાદ અભિવ્યક્તિની સ્વતંત્રતા માટે ઓથોરિટીઝને આંતરરાષ્ટ્રીય ટીકાઓનો સામનો કરવો પડી રહ્યો છે.
સૂત્રોનું માનીએ તો આ બેઠક વર્ચ્યુઅલ રીતે સોમવારે થઈ હતી. રિપોર્ટમાં આ ચર્ચાને તણાવપૂર્ણ ગણાવવામાં આવી હતી, જેના પછી ભારત સરકાર અને અમેરિકન ટેક કંપનીઓ વચ્ચે તણાવ વધવાની સંભાવના છે. જોકે અધિકારીઓએ કંપનીઓને કોઈ અલ્ટીમેટમ આપ્યું નથી. સરકાર ટેક સેક્ટરના નિયમનને વધુ કડક કરી શકે છે, પરંતુ તે ટેક કંપનીઓ પાસેથી કન્ટેન્ટ મોડરેશન પર વધુ કામ કરાવા માગે છે.
માહિતી અને પ્રસારણ મંત્રાલયની આ બેઠક ડિસેમ્બર અને જાન્યુઆરીમાં ઉપયોગમાં લેવામાં આવેલી કટોકટીની સત્તાના અનુવર્તી તરીકે યોજવામાં આવી હતી. આપને જણાવી દઈએ કે છેલ્લા બે મહિનામાં સરકારે ઘણા ટ્વીટર અને ફેસબુક એકાઉન્ટ સહિત 55 યુટ્યુબ ચેનલ્સને બ્લોક કરવાનો આદેશ આપ્યો હતો.
તેના આદેશમાં સરકારે કહ્યું હતું કે આ ચેનલોનો ઉપયોગ ભારત વિરુદ્ધ નકલી સમાચાર અને માહિતી ફેલાવવા માટે કરવામાં આવી રહ્યો છે. આ તમામ એકાઉન્ટનો ઉપયોગ પાકિસ્તાનની બહારથી થતો હતો. આ ચેનલો પર 12 મિલિયન સબ્સ્ક્રાઈબર્સ અને 130 કરોડથી વધુ વ્યૂઝ હતા.
આ પણ વાંચો: Viral: ના ખુશી ના ગમ, બાળકના આવા હાવભાવ જોઈ સૌ કોઈ આશ્ચર્યમાં, યુઝર્સે કરી ફની કમેન્ટ્સ
આ પણ વાંચો: Agriculture Budget: નિષ્ણાતોના મતે ગ્રામીણ ભારત અને કૃષિ-ખેડૂતો માટે વિકાસની ગતિ વધારશે આ બજેટ