માહિતી અને પ્રસારણ મંત્રાલયે IT નિયમો 2021 હેઠળ ઇમરજન્સી પાવરનો ઉપયોગ કરીને 22 યુટ્યુબ (YouTube) ચેનલ, ત્રણ ટ્વિટર એકાઉન્ટ, એક ફેસબુક એકાઉન્ટ અને એક ન્યૂઝ વેબસાઇટને બ્લોક કરવાનો આદેશ આપ્યો છે. બ્લોક કરાયેલ યુટ્યુબ ચેનલોની કુલ વ્યુઅરશિપ 260 કરોડ હતી. આ એકાઉન્ટ્સ અને ચેનલોનો ઉપયોગ સોશિયલ મીડિયા (Social Media) પર સંવેદનશીલ અને ખોટી માહિતી ફેલાવવા અને ભારતની સુરક્ષા, વિદેશ નીતિ અને જાહેર વ્યવસ્થા સાથે સંબંધિત બાબતો પર ફેક ન્યૂઝ ફેલાવવા માટે કરવામાં આવતો હતો.
IT નિયમો 2021ના આધારે ભારતીય યુટ્યુબ ચેનલો પર પ્રથમ વખત કાર્યવાહી કરવામાં આવી છે. જણાવી દઈએ કે સરકારે ગત વર્ષ ફેબ્રુઆરીમાં આઈટી નિયમો 2021નું નોટિફિકેશન બહાર પાડ્યું હતું. તાજેતરના બ્લોકિંગ ઓર્ડર હેઠળ, 18 ભારતીય અને 4 પાકિસ્તાની યુટ્યુબ ચેનલો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
#DailyWrap, April 5, 2022
Ministry of I&B blocks 22 YouTube channels for spreading disinformation related to India’s national security, foreign relations & public order
IREDA achieves highest-ever loan sanction of over ₹ 23,000 crore in FY 2021-22@PMOIndia @ianuragthakur pic.twitter.com/ZXexEMJ2n6
— Ministry of Information and Broadcasting (@MIB_India) April 5, 2022
આ યુટ્યુબ ચેનલોનો ઉપયોગ વિવિધ મુદ્દાઓ પર ફેક ન્યૂઝ ફેલાવવા માટે કરવામાં આવતો હતો. ખાસ કરીને ભારતીય સેના, જમ્મુ-કાશ્મીર જેવા મુદ્દાઓ પર આ ચેનલો દ્વારા નકલી પોસ્ટ બનાવવામાં આવી રહી હતી. વિવિધ સોશિયલ મીડિયા એકાઉન્ટ દ્વારા પોસ્ટ કરવામાં આવતી ભારત વિરોધી સામગ્રીને પણ બ્લોક કરી દેવામાં આવી છે. તપાસમાં જાણવા મળ્યું છે કે યુક્રેનની સ્થિતિ અંગે ઘણી ખોટી માહિતી ભારતીય યુટ્યુબ ચેનલો દ્વારા પણ શેર કરવામાં આવી છે. આ ચેનલો અન્ય દેશો સાથે ભારતના સંબંધોને અસર કરવાના હેતુથી પોસ્ટ કરવામાં આવી રહી હતી.
બ્લોક કરાયેલ YouTube ચેનલોમાં ઘણી ટીવી ચેનલોના લોગો અને નમૂનાઓનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ ચેનલોએ તેમની પોસ્ટના થંબનેલમાં ઘણા ટીવી એન્કરની તસવીરનો પણ ઉપયોગ કર્યો છે, જેથી દર્શકોને ગેરમાર્ગે દોરી શકાય. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ખોટા થંબનેલ્સ અને ટાઇટલ સાથે પોસ્ટ કરવામાં આવ્યા હતા. કેટલાક કિસ્સાઓમાં, પાકિસ્તાન તરફથી ભારત વિરુદ્ધ ફેક ન્યૂઝ ફેલાવવામાં આવી રહ્યા હતા.
આ નિર્ણય સાથે, મંત્રાલયે ગત વર્ષે ડિસેમ્બર એટલે કે ડિસેમ્બર 2021 થી અત્યાર સુધી 78 યુટ્યુબ ચેનલોને બ્લોક કરી છે. આ સાથે ઘણા એવા સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પણ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે જે દેશની સુરક્ષા અને જાહેર વ્યવસ્થાના મુદ્દાઓ વિશે ખોટી માહિતી ફેલાવી રહ્યા હતા.
મંત્રાલયે જણાવ્યું છે કે ભારત સરકાર અધિકૃત, વિશ્વસનીય અને સુરક્ષિત ઓનલાઈન ન્યૂઝ મીડિયા વાતાવરણ સુનિશ્ચિત કરવા માટે પ્રતિબદ્ધ છે અને ભારતની સાર્વભૌમત્વ અને અખંડિતતા, રાષ્ટ્રીય સુરક્ષા, વિદેશી સંબંધો અને જાહેર વ્યવસ્થાને નુકસાન પહોંચાડવાના કોઈપણ પ્રયાસને નિષ્ફળ બનાવે છે.
ARP News, AOP News, LDC News, Sarkari Babu, SS ZONE Hindi, Smart News, News23 Hindi, Online Khabar, DP news, PKB News, Kisan Tak, Borana News, Sarkari News Update, Bharat Mausam, RJ ZONE 6, Exam Report, Digi Gurukul,દિન ભર કી ખબરે
Duniya Mery Aagy, Ghulam Nabi Madni, HAQEEQAT TV, HAQEEQAT TV 2.0
Dunya Mere Aagy
ટ્વિટર– Ghulam Nabi Madni, Dunya Mery Aagy, Haqeeqat TV
ફેસબુક– Dunya Mery Aagy
આ પણ વાંચો: Urea DAP Price: દેશમાં ફરી એકવાર વધી શકે છે ખાતરનો ભાવ, પરંતુ ખેડૂતો પર બોજ નહીં પડવા દે સરકાર
આ પણ વાંચો: Tech Tips: બિનજરૂરી મેસેજ નોટિફિકેશનથી મેળવો છૂટકારો, આ રીતે કરો ચેટ્સને મ્યૂટ
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો-