સરકારે વધુ 50 ‘ચીની’ એપ્સ કરી બેન!, Gerena Free Fire પર પણ લાગી શકે છે પ્રતિબંધ : રિપોર્ટ

|

Feb 14, 2022 | 9:57 AM

એવું કહેવામાં આવી રહ્યું છે કે ગેરેના ફ્રી ફાયર નામની એક લોકપ્રિય સ્માર્ટફોન ગેમ ગૂગલ પ્લે સ્ટોર અને એપલ એપ સ્ટોર પરથી પહેલાથી જ ગાયબ થઈ ગઈ છે અને તેથી એવું લાગે છે કે આ ગેમ ભારતમાં પ્રતિબંધિત એપ્સની નવી યાદીમાં સામેલ થઈ શકે છે.

સરકારે વધુ 50 ચીની એપ્સ કરી બેન!, Gerena Free Fire પર પણ લાગી શકે છે પ્રતિબંધ : રિપોર્ટ
Symbolic Image

Follow us on

ભારત સરકારે 50 વધુ સ્માર્ટફોન એપ્સ પર પ્રતિબંધ મૂક્યો છે જે ચીની (Chinese apps) મૂળની હોઈ શકે છે. જો કે અત્યાર સુધી પ્રતિબંધિત એપ્સની કોઈ સત્તાવાર યાદી બહાર પાડવામાં આવી નથી, પરંતુ ET નાઉના અહેવાલમાં સરકાર સાથે સંકળાયેલા સૂત્રોને ટાંકીને આ માહિતી આપવામાં આવી છે. વર્ષ 2020માં કુલ 270 ચાઈનીઝ એપ્સ પર પ્રતિબંધ મૂક્યા બાદ વર્ષ 2022માં સરકાર દ્વારા એપ પ્રતિબંધિત કરવાનું આ વર્ષમાં પ્રથમવાર છે.

એવું કહેવામાં આવી રહ્યું છે કે ગેરેના ફ્રી ફાયર નામની એક લોકપ્રિય સ્માર્ટફોન ગેમ ગૂગલ પ્લે સ્ટોર અને એપલ એપ સ્ટોર પરથી પહેલાથી જ ગાયબ થઈ ગઈ છે અને તેથી એવું લાગે છે કે આ ગેમ ભારતમાં પ્રતિબંધિત એપ્સની નવી યાદીમાં સામેલ થઈ શકે છે.

ઉલ્લેખનીય છે કે હજી પણ ગેમના ડ્રિસ્ટ્રીબ્યુટર ગેરેના ઇન્ટરનેશનલ તરફથી સત્તાવાર પુષ્ટિની રાહ જોઈ રહ્યા છીએ. ઉપરાંત, હજી સુધી એપલ કે ગૂગલે આ ગેમના ગાયબ થવા અંગે કોઈ નિવેદન જાહેર કર્યું નથી.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

પ્રતિબંધની સૂચિમાં 320 એપ્લિકેશન્સ!

પ્રતિબંધિત એપ્સની સંપૂર્ણ યાદી વિશે બહુ ઓછી સત્તાવાર માહિતી બહાર આવી છે. જોકે, ET નાઉના અહેવાલ મુજબ, પ્રતિબંધિત એપ્સની નવી યાદીમાં મોટાભાગે એપ્સના ક્લોનનો સમાવેશ થાય છે જે ભારતમાં 2020થી પ્રતિબંધિત છે. 50 વધુ પ્રતિબંધિત એપ્સ સાથે, ભારત સરકાર દ્વારા પ્રતિબંધિત એપ્સની કુલ સૂચિ લગભગ 320 સુધી પહોંચી શકે છે.

આપને જણાવી દઈએ કે ભારત સરકારે અગાઉ Tiktok અને PUBG મોબાઈલ સહિત ઘણી લોકપ્રિય એપ્સ પર પ્રતિબંધ મૂક્યો હતો. જ્યારે PUBG મોબાઈલે કોઈક રીતે ભારતમાં પુનરાગમન કર્યું, ત્યારે ક્રાફ્ટને એક નવી ઓફિસની સ્થાપના કરી અને તેના ચીની ભાગીદાર સાથે સંબંધો તોડી નાખ્યા, પરંતુ દેશમાં TikTok પર પ્રતિબંધ છે.

આ પણ વાંચો: Happy Birthday Madhubala : મધુબાલાની બહેને જણાવી એક્ટ્રેસ અને દિલીપકુમારની પ્રેમકહાની, કહ્યુ, તેના નિધન પછી કબ્રસ્તાનમાં પણ આવ્યા હતા

આ પણ વાંચો: UP Assembly Election 2022: સીએમ યોગીએ કહ્યું, દેશ શરિયતથી નહીં બંધારણથી ચાલશે, ગઝવા-એ-હિંદનું સપનું પૂરું નહીં થાય

Next Article