Googleએ સ્ટેબલ Chrome OS 97 અપડેટ રોલઆઉટ કરવાનું શરૂ કર્યું છે. નવું અપડેટ સંખ્યાબંધ વિશિષ્ટ સુવિધાઓ સાથે આવે છે, જે Chrome OS 97ના અનુભવને સુધારવામાં મદદ કરશે. ગૂગલે ડેસ્કટોપ, એન્ડ્રોઈડ અને આઈઓએસ માટે ક્રોમ 97 અપડેટ રજૂ કર્યાના એક અઠવાડિયા પછી જ આ આવ્યું છે. Googleએ તેની સ્ટેબલ ચેનલ પર Chrome OS 97.0.4692.77 ના રોલઆઉટની જાહેરાત કરી છે.
9to5Google અનુસાર અપડેટ ગેલેરી એપ્લિકેશનનું સુધારેલું વર્ઝન ઉમેરે છે. કોઈપણ હવે તેમના મનપસંદ ગીતોને મૂળરૂપે વગાડી શકશે, અગાઉના વર્ઝનથી વિપરીત કે જેમાં ફક્ત સંગીત ચલાવવા માટે ડેડિકેટેડ ક્લાયન્ટ ખુલ્લું હતું. તમને આ વિન્ડોને સંપૂર્ણપણે છુપાવવાનો વિકલ્પ મળશે. અપડેટ ફુલ સ્ક્રીન વિન્ડો સાથે આવે છે અને “નાવ પ્લેઈંગ” મેનૂની અંદર ગીતોની સૂચી પણ બતાવે છે.
10 સેકન્ડ માટે ગીત રીવાઈન્ડ અથવા સ્કીપ કરવાનો ઓપ્શન પણ મળે છે. તેથી, યુઝર્સને હવે વધુ સારો અનુભવ મળશે. ટ્રેકની સ્પીડ બદલવા માટે શોર્ટકટ પણ છે. વધુમાં મ્યુઝિક પ્લેયર હવે તમે ડેડિકેટેડ ક્લાઈન્ટ પર જોશો તેના કરતા મોટી આલ્બમ આર્ટ પણ ડિસ્પ્લે કરે છે.
વધુમાં અપડેટ યુઝર્સને ગેલેરી એપ્લિકેશન પર એક સાથે મલ્ટીપલ ફોટો જોવાની પણ મંજૂરી આપે છે, એક મૂળભૂત સુવિધા જે અગાઉના વર્ઝનમાં ઉપલબ્ધ ન હતી. જાણકારી અનુસાર યુઝર્સને અલગ-અલગ ઈમેજ માટે ઝૂમ અને એડિટ જેવી સુવિધાઓ પણ મળે છે.
લેટેસ્ટ Chrome OS 97 અપડેટ પણ વધુ સારી રીતે ઍક્સેસિબિલિટી સુવિધા લાવે છે. એક ફુલસ્ક્રીન મેગ્નિફાયર છે, જેનો ઉપયોગ તમારા માઉસ વડે સ્ક્રીનને સતત ફેરવવા માટે કરી શકાય છે.
આ ઉપરાંત, તમારી પાસે તમારી સ્ક્રીનની કિનારે કર્સરને ટચ કરીને વિન્ડોને ખસેડવાનો વિકલ્પ પણ છે. જેમણે હજુ સુધી નવું ક્રોમ ઓએસ અપડેટ નથી મેળવ્યું, તેઓને આગામી દિવસોમાં તે જલ્દી મળી જશે. રુચિ ધરાવતા Chromebook વપરાશકર્તાઓ સેટિંગ્સ વિભાગ > Chrome OS વિશે > અપડેટ્સ માટે તપાસો પર જઈને Chrome OS 97 અપડેટ્સ જાતે જ ચકાસી શકે છે.
થોડા અઠવાડિયા પહેલા ગૂગલે પણ જાહેરાત કરી હતી કે ક્વિક સેટઅપ અને ફાસ્ટ પેર જેવી સુવિધાઓ Android ફોનનો ઉપયોગ કરીને Chrome OS પર આવશે. અપડેટ આ વર્ષના અંતમાં ડિવાઈસ પર આવશે.
આ પણ વાંચો: Gold: ગોલ્ડ બોન્ડ છે તમારા માટે નફાકારક સોદો, આ 6 કારણોસર કરી શકો છો રોકાણ
આ પણ વાંચો: Technology News: હવે WhatsApp દ્વારા પણ રીસેટ કરી શકો છો UPI PIN, જાણો શું છે પ્રોસેસ