Googleની ભારતીય પોલિસી હેડ અર્ચના ગુલાટીએ આપ્યુ રાજીનામું, નીતિ આયોગની પણ હતી સદસ્ય

આ રાજીનામું એ સમયે આવ્યુ છે, જ્યારે અમેરિકી ટેક કંપનીઓ ભારતમાં ઓછામાં ઓછા 2 અવિશ્વાસ કેસના પરિણામની રાહ જોઈ રહી છે. હાલમાં અર્ચના ગુલાટીએ રાજીનામું (Archana Gulati resigns) કેમ આપ્યુ તેના કારણોની માહિતી જાણવા નથી મળી.

Googleની ભારતીય પોલિસી હેડ અર્ચના ગુલાટીએ આપ્યુ રાજીનામું, નીતિ આયોગની પણ હતી સદસ્ય
Archana Gulati resigns
Image Credit source: File photo
| Edited By: | Updated on: Sep 26, 2022 | 11:27 PM

આપણા કોઈપણ સવાલનો તરત જવાબ આપનાર Google વિશે આજે નાનામાં નાનું બાળક જાણે છે. દુનિયાના સૌથી મોટા સર્ચ એન્જીન Googleની ભારતીય પોલિસી હેડ અર્ચના ગુલાટી એ આજે રાજીનામું આપ્યુ છે. જણાવી દઈ એ કે તમણે ફકત 5 મહિના પહેલા જ આ પદથી જવાબદારી સંભાળી હતી. સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર આ રાજીનામું એ સમયે આવ્યુ છે જ્યારે અમેરિકી ટેક કંપનીઓ ભારતમાં ઓછામાં ઓછા 2 અવિશ્વાસ કેસના પરિણામની રાહ જોઈ રહી છે. હાલમાં અર્ચના ગુલાટીએ રાજીનામું (Archana Gulati resigns) કેમ આપ્યુ તેના કારણોની માહિતી જાણવા નથી મળી.

અર્ચના ગુલાટી વડાપ્રધાન મોદીની સાથે નીતિ આયોગ જેવા મહત્ત્વના સંસ્થાનમાં કામ કરી ચૂક્યા છે. હાલ 5 મહિના પહેલા જ તે Googleની ભારતીય પોલિસીના હેડ બન્યા હતા. અચાનક તેમના રાજીનામાં એ સૌને ચોંકાવી દીધા હતા.

રાજીનામાં પર અર્ચના ગુલાટી અને ગૂગલ તરફથી કોઈ નિવેદન નહીં

હાલમાં ગૂગલ ભારતમાં ઘણા અવિશ્વાસ કેસ અને સખત ટેકનોલોજી ક્ષેત્રના ઘણા નિયમોનો સામનો કરી રહ્યુ છે. આવા સમયે ગૂગલની ભારતીય પોલિસી હેડનું રાજીનામું એ ગૂગલ માટે મોટો ઝટકો છે. સૂત્રો અનુસાર અર્ચના ગુલાટી એ પોતાના રાજીનામાં વિશે કઈ પણ કહેવાનો ઈન્કાર કર્યો છે. બીજી તરફ ગૂગલના એક પ્રવક્તા એ પણ આ મામલે કઈ પણ કહેવાનો ઈન્કાર કર્યો છે.

ભારત સરકારમાં અધિકારી હતી અર્ચના ગુલાટી

ગૂગલમાં અર્ચના ગુલાટી પબ્લિક પોલિસી એક્ઝિકયૂટિવ ટીમની લીડર રહી ચૂકી છે. આ ટીમ ભારતમાં ગૂગલ માટેની સમસ્યા અને કામો-નિયમોનું ધ્યાન રાખતી હતી. કારણ કે ભારત ગૂગલ માટે એક પ્રમુખ વિકાસશીલ બજાર છે. અર્ચના ગુલાટી લાંબા સમયથી ભારત સરકારની અધિકારી રહ્યા છે. તેમણે માર્ચ 2021 સુધી મોદી સરકારની નીતિ આયોગમાં ડિજિટલ કમ્યૂનિકેશન માટે એક સંયુક્ત સચિવના પદ પર કામ કર્યુ હતુ.

ગૂગલ પર છે CCIની નજર

હાલમાં ભારતમાં ગૂગલની ચિંતા સતત વધી રહી છે, ભારતીય પ્રતિસ્પર્ધા આયોગ ( CCI) તેની અનેક ગતિવિધિઓ પર સતત નજર રાખી રહ્યુ છે. ટૂંક સમયમાં તે ગૂગલ સામે અવિશ્વાસનો કેસ પણ કરી શકે છે. તેના માટે તે માહિતી ભેગી કરી રહ્યુ છે. તેથી આવનારા સમયમાં ભારતમાં તેની સમસ્યા વધી શકે છે.

Published On - 11:26 pm, Mon, 26 September 22