Google Important Update: આ એન્ડ્રોઈડ સ્માર્ટફોનમાં નહીં ચાલે Youtube અને Gmail!

આ ઈમેઈલને કેટલાક યૂઝર્સે ચેતવણી રૂપ લેવાની જરૂર છે. જે લોકો જુનુ સોફ્ટવેર વર્ઝન વાપરે છે, તેમને તાત્કાલિક સોફ્ટવેર અપડેટ અથવા તો ફોન બદલવાની જરૂર છે.

Google Important Update: આ એન્ડ્રોઈડ સ્માર્ટફોનમાં નહીં ચાલે Youtube અને Gmail!
Google (File Image)
| Edited By: | Updated on: Aug 01, 2021 | 8:19 PM

એન્ડ્રોઈડ સ્માર્ટફોન વાપરતા યૂઝર્સ માટે ખરાબ સમાચાર છે. ગુગલ હવે 2.3.7 કે તેનાથી ઓછા વર્ઝન વાળા એન્ડ્રોઈડ ફોનમાં સાઈન-ઈન સપોર્ટ નહીં કરે. આ વિશેની માહિતી ગુગલ દ્વારા યૂઝર્સને ઈમેઈલના માધ્યમથી આપવામાં આવી છે. આ બદલાવને 27 સપ્ટેમ્બરથી લાગુ કરવામાં આવશે. જુના યૂઝર્સે સપ્ટેમ્બર બાદ ગુગલ એપ્સના વપરાશ માટે ઓછામાં ઓછુ 3.0 હનીકોમ્બને અપડેટ કરવુ પડશે. તે સિસ્ટમ અને એપ લેવલને પ્રભાવિત કરશે. યૂઝર્સે તેના ફોનમાં બ્રાઉઝરના માધ્યમથી જીમેઈલ, ગુગલ સર્ચ, ગુગલ ડ્રાઈવ, યુટ્યુબ અને ગુગલની અન્ય સેવાઓને સાઈન-ઈન કરવા માટે સક્ષમ હોવું જરૂરી છે.

 

 

પોતાની રિપોર્ટમાં ગુગલે યૂઝર્સને મોકલેલા ઈમેઈલનો સ્ક્રિન શોટ શેયર કર્યો છે. જો કે ખૂબ જ ઓછા લોકો જુના વર્ઝનને યૂઝ કરે છે, જેથી વધુ લોકો આનાથી પ્રભાવિત નથી થવાના. ગુગલ આ બદલાવ લોકોના એકાઉન્ટ સિક્યોરીટી અને ડેટા સિક્યોરીટી માટે કરી રહ્યું છે. 27 સપ્ટેમ્બરથી એન્ડ્રોઈડ વર્ઝન 2.3.7 અથવા તો તેનાથી ઓછા વર્ઝનમાં ચાલનાર ફોન પર યૂઝર્સ જ્યારે પણ કોઈ એપમાં સાઈન ઈન કરવાનો પ્રયત્ન કરશે તો તેમને યુઝરનેમ અથવા તો પાસવર્ડ એરર જોવા મળશે.

 

 

આ ઈમેઈલને કેટલાક યૂઝર્સે ચેતવણી રૂપ લેવાની જરૂર છે. જે લોકો જુનુ સોફ્ટવેર વર્ઝન વાપરે છે, તેમને તાત્કાલિક સોફ્ટવેર અપડેટ અથવા તો ફોન બદલવાની જરૂર છે. આમ જોવા જઈએ તો 27 સપ્ટેમ્બર બાદ એન્ડ્રોઈડ વર્ઝન 2.3.7 અથવા તો તેનાથી ઓછા વર્ઝન વાળા યૂઝર્સ પાસે કોઈ પણ વિકલ્પ નહીં બચે જેના દ્વારા તેઓ ગુગલ એપ્સ અથવા તો અન્ય સુવિધાઓને વાપરી શકે.

 

આ પણ વાંચો – Special Olympics World Winter Games : ભારતની સ્પેશિયલ એથલીટ ટીમનું નેતૃત્વ કરશે સોનુ સૂદ, બન્યા બ્રાન્ડ એમ્બેસેડર

 

આ પણ વાંચો – bronze medalist : પી.વી સિંધુએ બ્રોન્ઝ મેડલ જીતી ઈતિહાસ રચ્યો, સતત 2 ઓલિમ્પિકમાં મેડલ જીતનાર પ્રથમ ભારતીય મહિલા ખેલાડી બની