Winter Solstice Google Doodle: ભારતમાં શિયાળાની ઋતુએ કાતિલ ઠંડીની શરૂઆત કરી દીધું છે. સમગ્ર દેશમાં તાપમાનમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. ત્યારે 21 ડિસેમ્બરે વિન્ટર સોલસ્ટાઈસ ઠંડીની મોસમની શરૂઆત દર્શાવતું પ્રતિક છે. એવામાં ગૂગલે પણ (આજે) મંગળવારે એનિમેટેડ ડૂડલ (Google Doodle) બનાવ્યું છે. ઉત્તરી ગોળાર્ધમાં શિયાળાની ઋતુ શરૂ થઈ રહી છે, જે 20 માર્ચ સુધી ચાલશે.
21 ડિસેમ્બર એ વર્ષનો સૌથી નાનો દિવસ અને સૌથી લાંબી રાત છે. વિન્ટર સોલસ્ટાઈસ (Winter Solstice) ત્યારે થાય છે જ્યારે સૂર્ય મકર રાશિના ઉષ્ણ કટિબંધની સૌથી નજીક હોય છે. ભારતીય જ્યોતિષશાસ્ત્રમાં તેને મકર સાયન કહેવામાં આવે છે.
આપને જણાવી દઈએ કે ‘વિન્ટર સોલસ્ટાઈસ’ની જેમ ઉનાળામાં ‘સમર સોલસ્ટાઈસ’ (Summer Solstice) પણ થાય છે. તે 21મી જૂનની આસપાસ થાય છે અને તેની અસર સંપૂર્ણપણે વિપરીત છે. ઉનાળામાં, જ્યારે સમર સોલસ્ટાઈસ થાય છે, ત્યારે દિવસ સૌથી લાંબો અને રાત સૌથી ટૂંકી હોય છે.
As the Earth tilts on its axis, many across the Southern Hemisphere prepare to chill out for the next few months ❄️
Happy first day of Winter! #GoogleDoodle → https://t.co/jnu70KdmkK pic.twitter.com/FdagBBvQbe
— Google Doodles (@GoogleDoodles) June 21, 2021
નોંધપાત્ર રીતે, ભારતમાં, પર્વતો પર હિમવર્ષા અને મેદાનોમાં ઠંડીનો પ્રકોપ ચાલુ છે. અડધા ડિસેમ્બર પછી, ઠંડીનો મૂડ ખૂબ જ ઝડપથી બદલાયો છે, ઉત્તર ભારતના રાજ્યોમાં તાપમાનમાં ઘટાડો થયો છે. હવામાન વિભાગ (IMD) અનુસાર, રાજસ્થાન અને મેદાની વિસ્તારોમાં જામી જવાનું કારણ પર્વતો પર બરફવર્ષા છે.
હાલ આપણે રાજ્યમાં ઠંડીના ચમકારાનો અનુભવ કરી રહ્યા છે. ક્યાંક પારો ઘણો નીચો ગગળ્યો છે તો ક્યાંક હાડ થીજવતી ઠંડી પડી રહી છે. ત્યારે ડિસેમ્બર મહિનામાં પડતી ઠંડી ખેડૂતોના પાક માટે ખુબ ફાયદા કારક હોય છે. સાથે હેલ્થ પ્રત્યે જાગૃત લોકો શીયાળામાં કસરત કરી શરીરને તંદુરસ્ત કરે છે.
Published On - 1:34 pm, Tue, 21 December 21