
જો તમે Google Chrome વપરાશકર્તાઓ છો. મતલબ કે જો તમે મોબાઈલ ફોન કે લેપટોપમાં ગૂગલ ક્રોમનો ઉપયોગ કરો છો તો તમારે સાવધાન રહેવું જોઈએ, કારણ કે ગૂગલ ક્રોમ ભારત માટે ખતરો બની શકે છે. આવી સ્થિતિમાં સરકાર દ્વારા ગૂગલ ક્રોમને લઈને એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
તમને જણાવી દઈએ કે ગૂગલ ક્રોમ લગભગ 66 ટકા સર્ચ માર્કેટ પર કબજો કરે છે. આવી સ્થિતિમાં તમામ મોબાઈલ, લેપટોપ અને કોમ્પ્યુટર યુઝર્સે ધ્યાન આપવું જોઈએ. ગૂગલ ક્રોમમાં સુરક્ષા ચેતવણી જાહેર કરવામાં આવી છે. તેનો ઉપયોગ કરીને તમારી સંવેદનશીલ માહિતીની ચોરી થઈ શકે છે.
સરકારના જણાવ્યા અનુસાર ગૂગલ ક્રોમમાં ઘણી ખામીઓ જોવા મળી છે. આ ચેતવણી ભારત સરકારની કોમ્પ્યુટર ઈમરજન્સી રિસ્પોન્સ ટીમ દ્વારા જાહેર કરવામાં આવી છે. ભારત સરકારની સાયબર સિક્યોરિટી એજન્સીનું માનવું છે કે ગૂગલ ક્રોમને રિમોટથી કંટ્રોલ કરી શકાય છે. આ ઉપરાંત, તેમાં મેલેશિયસ કોડ એડ કરી શકાય છે. આ રીતે હેકર્સ યુઝર્સના સંવેદનશીલ ડેટાની ચોરી કરી શકે છે. CERT-In દ્વારા સુરક્ષા સલાહ આપવામાં આવી છે, જેમાં હુમલાખોરો વેબ પેજ પર હુમલો કરી શકે છે.
CERT-In has published Vulnerability notes on its website (12-02-2024)
CIVN-2024-0041 – Multiple vulnerabilities in Google Chrome
CIVN-2024-0040 – Multiple vulnerabilities in Microsoft Edge (Chromium-based)
Details are available on CERT-In website (https://t.co/EfuWZNuFJC)— CERT-In (@IndianCERT) February 12, 2024
આ પણ વાંચો: ગૂગલ-એમેઝોન બાદ વધુ એક દિગ્ગજ કંપની કર્મચારીઓને કરશે છુટ્ટા, જાણો કેટલા લોકોની જશે નોકરી