AC માં 1 થી 5 સ્ટાર રેટિંગનો અર્થ શું છે ? કેટલા સ્ટારનું AC લેવું જોઈએ, આ સરળ રીતે સમજો રેટિંગનું ગણિત

|

Jun 29, 2022 | 11:20 AM

ઘણા લોકો કહે છે કે એક સ્ટાર એસી ટુ સ્ટાર એસી કરતા વધુ પાવર યુઝ કરે છે અને ફાઈવ સ્ટાર એસી સૌથી ઓછો પાવર યુઝ કરે છે. આવી સ્થિતિમાં, આ સ્ટાર રેટિંગ્સ (AC Star Rating)નો અર્થ શું છે તે જાણવું જરૂરી છે.

AC માં 1 થી 5 સ્ટાર રેટિંગનો અર્થ શું છે ? કેટલા સ્ટારનું AC લેવું જોઈએ, આ સરળ રીતે સમજો રેટિંગનું ગણિત
AC
Image Credit source: File Photo

Follow us on

જ્યારે લોકો બજારમાં એસી (AC)ખરીદવા જાય છે ત્યારે તેમના મનમાં અનેક સવાલો ઉઠે છે. આમાંથી એક છે કે એસી ખરીદવા માટે કેટલા સ્ટાર રેટિંગનું એસી ખરદવું ? ઘણા લોકો કહે છે કે એક સ્ટાર એસી ટુ સ્ટાર એસી કરતા વધુ પાવર યુઝ કરે છે અને ફાઈવ સ્ટાર એસી સૌથી ઓછો યુઝ કરે છે. આવી સ્થિતિમાં, આ સ્ટાર રેટિંગ્સ(AC Star Rating)નો અર્થ શું છે તે જાણવું જરૂરી છે. વાસ્તવમાં, આ એનર્જી એફિશિઅન્સીના ફોર્મૂલા પર કામ કરે છે. તે AC માં કુલિંગ આઉટપુટ અને પાવર ઇનપુટ પર નક્કી થાય છે. ઉદાહરણ તરીકે, એક ટન AC પ્રતિ કલાક 3516 વોટ યુઝ કરે છે.

એનર્જી એફિશિઅન્સી રેશિયો દ્વારા નક્કી કરવામાં આવે છે રેટિંગ

દરેક AC પર એનર્જી એફિશિયન્સી રેશિયો (EER) લખેલું હોય છે. જો AC પર 2.7 થી 2.9 સુધી EER લખેલું હોય, તો તે એક સ્ટાર રેટિંગ છે, 2.9 થી 3.09 બે સ્ટાર, 3.1 થી 3.29 ત્રણ સ્ટાર, 3.3 થી 3.49 ચાર સ્ટાર અને 3.5 થી ઉપર તે 5 સ્ટાર રેટિંગનું AC હશે. એનર્જી ફિશિયંસી રેશ્યો માટે ACના કુલિંગ આઉટપુટ અને ઇનપુટ પાવરની ગણતરી કરવી જોઈએ. AC ખરીદતી વખતે આ ચેક કરી શકાય છે, જે પ્લેટ પર લખેલું હોય છે. આ માટે, જો તમે પાવર ઇનપુટને કૂલિંગ આઉટપુટમાં વિભાજીત કરશો, તો રેટિંગ મળશે.

આ રીતે જાણો ACનું રેટિંગ

બધા AC એક ટનના હોવાથી અને તેમનું કુલિંગ આઉટપુટ 3516 વોટ છે. આ આઉટપુટ ઇનપુટનું વિભાજન આપશે. ઉદાહરણ તરીકે, જો AC 1250 વોટની ઇનપુટ પાવર લે છે, તો જો તમે 1250 ને 3516 માં વિભાજીત કરો છો, તો પરિણામ 2.00 આવશે. જો તમે તેને EER કોષ્ટકમાં જોશો, તો 2.00 એક સ્ટારના રેટિંગમાં જોવા મળશે. આથી આ AC એક સ્ટાર રેટિંગનું છે.

સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે

તેવી જ રીતે, જો AC ની ઇનપુટ પાવર 11750 વોટ છે, તો 3516 વડે ભાગવાથી 2.99 મળશે. ગણતરી પર નજર કરીએ તો, 2.9 થી 3.09 રેટિંગ ટુ સ્ટાર રેટિંગમાં છે અને તે AC ટુ સ્ટાર રેટિંગનું હશે. આ રીતે તમામ સ્ટાર્સનું રેટિંગ કાઢી શકાય છે. AC જેટલી ઓછી ઇનપુટ પાવર લે છે, તેટલું જ તેનું સ્ટાર રેટિંગ વધારે હશે. પાવર વપરાશ માત્ર ઇનપુટ પાવર સાથે વધે છે. તેથી, ઉચ્ચ રેટિંગ ધરાવતું AC ઓછો પાવર યુઝ કરે છે. આ સિવાય 1 જુલાઈથી AC ના નિયમોમાં ફેરફાર અને કિંમતમાં પણ વધારો થશે તેના વિશે જાણવા અહીં ક્લિક કરો.

Next Article