એપ્લિકેશન (Apps)નો વધતો ઉપયોગ ઘણીવાર આપણા સ્માર્ટફોનમાં ઘણી જગ્યા લે છે. ફોન પર હજારો ફોટા અને વીડિયો સ્ટોર કરવા માટે વધારે સ્ટોરેજ (Phone Storage)જરૂર રહેતી હોય છે. જો આપણે સારી સ્ટોરેજ સ્પેસ ધરાવતું મોડેલ ખરીદીએ તો પણ તે હંમેશા ઓછું જ પડે છે. ચિંતા કરશો નહીં, જો તમારી પાસે સ્ટોરેજને એક્સપેન્ડ કરવા માટે માઇક્રોએસડી કાર્ડ સ્લોટ (microSD Card)ન હોય. તમે આ રીતે કરી શકો છો.
ગૂગલ પ્લે સ્ટોર (Google Play Store) નો ઉપયોગ કરીને જગ્યા ખાલી કરવા માટે તમારે ફક્ત એપ લોન્ચ કરવી પડશે, તમારી પ્રોફાઇલ પર જાઓ, ‘manage apps‘ પર ક્લિક કરો અને પછી તમારા ડિવાઈસ પર ક્લિક કરો, એકવાર ફરી જ્યારે તમે સ્ટોરેજ સેક્શન પર ટેપ કરો છો, તો તમે જોઈ શકશો કે કઈ એપ્લિકેશન તમારા ફોન પર કેટલી જગ્યા લે છે. તમે ઉપયોગ કરતા નથી તે એપ્લિકેશનો દૂર કરો. એવી એપ પણ હટાવી દો જે તમે ભાગ્યે જ ઉપયોગ કરો છો, અથવા અનઇન્સ્ટોલ કરો. એકવાર થઈ ગયા પછી, તમે કેટલીક એપ્લિકેશનો કાઢી નાખીને ખાલી જગ્યા ચકાસી શકો છો.
તમારા સ્માર્ટફોન પર ‘Google Files’ એપ ખોલો. તમે જોશો કે એપ્લિકેશન્સની ટોચ પર ટૅગ્સ, વીડિઓઝ, તસ્વીરોનું લીસ્ટ છે. ડાબી બાજુ સ્વાઈપ કરો જ્યાં સુધી તમને ‘Large Files’ ઓપ્શન જોવા ન મળે. એકવાર તમે તેના પર ટેપ કરશો, તો તમને તમારા ફોન પરની બધી મોટી ફાઇલો જોવા મળશે. તમે તેમા હવે પસંદ કરી શકશો જેની જરૂર નથી તે પસંદ કરી અને દૂર કરી શકો છો.
WhatsApp મેસેન્જર ભારતમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતું મેસેજિંગ પ્લેટફોર્મ છે. તમારી એપ્લિકેશન નકામી ફોટા, વીડિયો અને ઑડિયોથી ભરેલી હોઈ શકે છે જે ઘણી બધી સ્ટોરેજ સ્પેસ લે છે. તમે ઈમેજો અથવા અન્ય મીડિયાને ડિલીટ કરવા માટે WhatsApp ના સ્ટોરેજ મેનેજરનો ઉપયોગ કરી શકો છો.
તમારે ફક્ત સેટિંગ્સમાં જઈને સ્ટોરેજ અને ડેટા પર ક્લિક કરવાનું છે. પછી પ્રોગ્રામ ખોલ્યા બાદ, મેનેજ સ્ટોરેજ પર ક્લિક કરો. અહીં તમને 5MB થી મોટી બધી ફાઇલો મળશે. તમારા ફોન પર વધારાનું સ્ટોરેજ મેળવવા માટે બધી બિનજરૂરી ફાઇલો પર ટેપ કરો અને તેને એક જ વારમાં કાઢી શકશો.
તમે ક્લાઉડ સેવાનો ઉપયોગ કરીને તમારા સ્માર્ટફોન પર સ્પેસ ખાલી પણ કરી શકો છો. ફક્ત Google Photos એપ્લિકેશન ડાઉનલોડ કરો અને ફોનની ગેલેરીમાંથી તમારા બધા ફોટાનો બેકઅપ લો. એકવાર થઈ ગયા પછી, તમે તમારી ગેલેરીમાંથી ફોટા સાફ કરી શકો છો કારણ કે તે Google Photos એપ્લિકેશન પર સાચવવામાં આવશે.
જો તમને હજુ પણ તમારા સ્માર્ટફોનમાં વધારાની સ્ટોરેજ સ્પેસની જરૂર હોય, તો તમારે બધી એપ્સની cache સાફ કરવી પડશે. આ માટે તમારે તમારા ફોનના સેટિંગમાં જઈને એપ્સ પસંદ કરવાની રહેશે. આ પછી, એપ ખોલો જેની cache તમે ડિલીટ કરવા માંગો છો. તેના પર ક્લિક કરો અને Clear Cache પસંદ કરો.
આ પણ વાંચો: Viral: શું તમે ક્યારેય જોઈ છે માચિસ બોક્સમાં ફિટ થઈ જાય તેવી સાડી ? નહીં તો જુઓ આ વીડિયો
આ પણ વાંચો: Viral: નૂડલ્સથી મહિલાએ ગૂથી નાખ્યું સ્વેટર, યુઝર્સએ કહ્યું આમને 21 તોપની સલામી મળવી જોઈએ