Free Food Fraud: જો તમે ઓનલાઈન ફૂડ ઓર્ડર કરો છો તો ધ્યાન રાખજો, ફ્રી થાળીના ચક્કરમાં મહિલાએ ગુમાવ્યા રૂપિયા, જાણો કેવી રીતે થાય છે ફ્રોડ

આ મહિલા બેંકમાં સિનિયર એક્ઝિક્યુટિવ તરીકે કામ કરે છે. તેમણે પોલીસને જણાવ્યું કે, તેના એક સંબંધીએ ફેસબુક પર એક જાહેરાત જોઈ અને તે મહિલાને મોકલી હતી. ત્યારબાદ તેને તે સાઇટની મુલાકાત લીધી અને તેમાં આપેલા નંબર પર ફોન કર્યો. ફોન પર તેને એક લોકલ ફેમસ રેસ્ટોરન્ટ પરથી ફૂડ ઓર્ડર પર ઓફર મળશે તેવું જણાવ્યું હતું. ફોન પર સાયબર ઠગે એક એક લિંક શેર કરી અને આ ફૂડ ઓર્ડર ઓફર મેળવવા માટે એપ ડાઉનલોડ કરવા કહ્યું.

Free Food Fraud: જો તમે ઓનલાઈન ફૂડ ઓર્ડર કરો છો તો ધ્યાન રાખજો, ફ્રી થાળીના ચક્કરમાં મહિલાએ ગુમાવ્યા રૂપિયા, જાણો કેવી રીતે થાય છે ફ્રોડ
Free Food Fraud
| Edited By: | Updated on: Oct 18, 2023 | 2:41 PM

બેંકની વિગતો અને OTP દ્વારા ફ્રોડ કરનારા હવે લોકોના મોબાઇલ હેક કરીને છેતરપિંડી (Cyber Crime) કરી રહ્યા છે અને એકાઉન્ટ ખાલી કરી રહ્યા છે. દિલ્હીની એક મહિલા સાથે છેતરપિંડી થઈ છે. સૌથી મોટી વાત એ છે કે ફ્રી ફૂડના (Free Food Fraud) નામે તેની સાથે ફ્રોડ થયું છે. ‘એક થાળી સાથે એક ફ્રી’ ની ઓફરથી મહિલાને લાલચ આપવામાં આવી અને પછી છેતરપિંડી કરવામાં આવી હતી.

ઓફર મેળવવા માટે એપ્લિકેશન ડાઉનલોડ કરો

આ મહિલા એક બેંકમાં સિનિયર એક્ઝિક્યુટિવ તરીકે કામ કરે છે. તેમણે પોલીસને જણાવ્યું કે, તેના એક સંબંધીએ ફેસબુક પર એક જાહેરાત જોઈ અને તે મહિલાને મોકલી હતી. ત્યારબાદ તેને તે સાઇટની મુલાકાત લીધી અને તેમાં આપેલા નંબર પર ફોન કર્યો. ફોન પર તેને એક લોકલ ફેમસ રેસ્ટોરન્ટ પરથી ફૂડ ઓર્ડર પર ઓફર મળશે તેવું જણાવ્યું હતું. ફોન પર સાયબર ઠગે એક એક લિંક શેર કરી અને આ ફૂડ ઓર્ડર ઓફર મેળવવા માટે એક એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટે કહ્યું હતું.

ફોનનો એક્સેસ સાયબર ગુનેગારોને મળ્યો

સ્કેમર્સે મહિલાને એપને એક્સેસ કરવા માટે યુઝર આઈડી અને પાસવર્ડ મોકલ્યો. તેમને કહ્યુ કે, ઓફર મેળવવી હોય તો પહેલા આ એપ પર રજીસ્ટ્રેશન કરાવવું પડશે. મહિલાએ એપ ડાઉનલોડ કરી આઈડી અને પાસવર્ડ નાખ્યો હતો. ત્યારબાદ તેના ફોનનો એક્સેસ સાયબર ગુનેગારોને મળી ગયો. ફોન હેક થયો અને તેન મેસેજ આવ્યો કે બેંક ખાતામાંથી 40,000 રૂપિયા ઉપડી ગયા. થોડી જ વારમાં ફરી એકાઉન્ટમાંથી 50,000 રૂપિયા ઉપાડી લેવામાં આવ્યા.

આ પણ વાંચો : PF Account Fraud: જો તમારૂ PF એકાઉન્ટ છે તો સાવધાન રહો, મદદના બહાને થાય છે છેતરપિંડી, જાણો કેવી રીતે એક મહિલાએ ગુમાવ્યા રૂપિયા

આ બાબતોનું રાખો ધ્યાન

કોઈ પણ અજાણ્યા નંબર કે વ્યક્તિએ મોકલાવેલ મેસેજની લિંક પર ક્લિક કરવી નહીં. તેમજ મેસેજની લિંક દ્વારા કોઈ એપ ડાઉનલોડ કરવી નહીં. કોઈની પણ સાથે કોઈ કોડ, પાસવર્ડ, OTP જેવી માહિતી આપવી નહીં. જો તમારી સાથે છેતરપિંડી થાય, તો તમે 1930 પર ફરિયાદ કરી શકો છો અથવા www.cybercrime.gov.in પર ફરિયાદ નોંધાવી શકો છો.

ટેક્નોલોજીના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો