
જો તમે કાર કે બાઇક ચલાવો છો, તો તમારે ઈ-ચલણ વિશે ખૂબ જ સતર્ક રહેવાની જરૂર છે. આજકાલ ઈ-ચલણના નામે મોટી છેતરપિંડી થઈ રહી છે. આમાં, સાયબર ગુનેગારો વોટ્સએપ પર યુઝર્સને ઈ-ચલણના નકલી મેસેજ મોકલે છે.
આ નકલી મેસેજ ટ્રાન્સપોર્ટ સર્વિસ જેવો દેખાય છે. હેકર્સ આ મેસેજમાં એક લિંક પણ આપે છે, જેના પર ક્લિક કરીને યુઝરને મલીશિયસ APK (એન્ડ્રોઇડ એપ્લિકેશન પેકેજ) ડાઉનલોડ કરવા માટે પ્રોમ્પ્ટ મળે છે.
ડાઉનલોડ અને ઇન્સ્ટોલ કર્યા પછી, તે યુઝરના કોન્ટેક્ટ્સ, ફોન કોલ્સ અને SMSની એક્સેસ માંગે છે. ચિંતાજનક વાત એ છે કે આ APK ફોનની ડિફોલ્ટ મેસેજિંગ એપ પણ બની શકે છે. ફોનમાં ઇન્સ્ટોલ થયા પછી, આ માલવેર યુઝરના ફોન પર આવતા બધા મેસેજ, OTP અને અન્ય સંવેદનશીલ ડેટાને એક્સેસ કરવાનું શરૂ કરે છે. આ કારણે, યુઝરને મોટું નુકસાન પણ થઈ શકે છે. આ કૌભાંડ કરનારા હેકર્સ પોતાને સુરક્ષિત રાખવા માટે પ્રોક્સી IP એડ્રેસનો ઉપયોગ કરે છે.
આજકાલ ઘણા લોકોના મોબાઈલમાં RTO E Challan અંગેની ફેક એપ્લિકેશન (.apk file) દ્વારા ખોટી ઈ-ચલાણ માહિતી મોકલવામાં આવી રહી છે. તેમાંથી ઘણા લિંક અને ફાઈલો ફ્રોડ હોય છે, જે તમારું પર્સનલ ડેટા ચોરી કરે છે અને તે અંગેના કિસ્સાઓ હાલ માં વધવા પામેલ છે અને NCCRP પોર્ટલ ઉપર ખુબજ વધુ પ્રમાણમાં નોંધાઈ રહેલ છે.
Published On - 5:20 pm, Sat, 19 July 25