મોબાઈલ પર સ્ક્રીનશોટ જોઈને તમારા બોયફ્રેન્ડ સાથે બ્રેકઅપ કરતા નહીં ! હવે આવી રીતે થઈ રહી છે છેતરપિંડી

|

Nov 21, 2023 | 1:08 PM

લોકો પોતાના ફોનમાંથી સ્ક્રીનશોટ લેતા હોય છે, પરંતુ કેટલાક તેને બનાવે છે. આજે કોઈપણ ફેક ડોક્યુમેન્ટ, સ્ક્રીનશોટ, વિડિયો વગેરે બનાવવા મુશ્કેલ નથી. તેને બનાવવા માટે, ગૂગલ પર અનેક વેબસાઈટ્સ છે, જેનો ઉપયોગ કરવા માટે કોઈ રૂપિયા ચૂકવવા પડતા નથી. ફેક ડોક્યુમેન્ટસ બનાવવા અને તેના દ્વારા કોઈ ખોટું કામ કરવું તે એક પ્રકારે ફ્રોડ જ છે

મોબાઈલ પર સ્ક્રીનશોટ જોઈને તમારા બોયફ્રેન્ડ સાથે બ્રેકઅપ કરતા નહીં ! હવે આવી રીતે થઈ રહી છે છેતરપિંડી
Fake Screenshot Scam

Follow us on

હવે દુનિયા ડિજિટલ બની રહી છે અને દરેક નાના મોટા કામ માટે ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. હવે સામે વાળી વ્યક્તિ પર વિશ્વાસ કરવાની રીત પણ બદલાઈ છે. જો કોઈ યુવકની ગર્લફ્રેન્ડ નારાજ થઈ જાય છે, ત્યારે તે ઈન્ટરનેટ પરથી સેડ-રોમેન્ટિક શાયરી સર્ચ કરીને તેની ફ્રેન્ડને મોકલીને મનાવી લે છે. આ ઉપરાંત આજકાલ પુરાવા તરીકે મોબાઈલ પરના સ્ક્રીનશોટ પણ આપવામાં આવે છે.

બનાવવામાં આવે છે ફેક સ્ક્રીનશોટ

માત્ર ગર્લફ્રેન્ડ અને બોયફ્રેન્ડ વચ્ચેના સંબંધમાં જ નહીં પરંતુ ઘણી પરિસ્થિતિમાં પુરાવા માટે સ્ક્રીનશોટ રજૂ કરવામાં આવે છે. પરંતુ જો તમને જે સ્ક્રીનશોટ મોકલવામાં આવ્યો છે તે ફેક હોય તો તમે માનશો? તમને થતું હશે કે આ કેવી રીતે શક્ય છે? આજે આપણે જાણીશું કે કેવી રીતે ફેક સ્ક્રીનશોટ બનાવવામાં આવે છે, જે સત્યની સાબિતિ માટે પુરાવા તરીકે રજૂ કરવામાં આવે છે અને ઘણા કેસમાં ફ્રોડ પણ કરવામાં આવે છે.

ફેક ડોક્યુમેન્ટ, સ્ક્રીનશોટ, વિડિયો બનાવવા મુશ્કેલ નથી

લોકો પોતાના ફોનમાંથી સ્ક્રીનશોટ લેતા હોય છે, પરંતુ કેટલાક તેને બનાવે છે. આજે કોઈપણ ફેક ડોક્યુમેન્ટ, સ્ક્રીનશોટ, વિડિયો વગેરે બનાવવા મુશ્કેલ નથી. તેને બનાવવા માટે, ગૂગલ પર અનેક વેબસાઈટ્સ છે, જેનો ઉપયોગ કરવા માટે કોઈ રૂપિયા ચૂકવવા પડતા નથી. ફેક ડોક્યુમેન્ટસ બનાવવા અને તેના દ્વારા કોઈ ખોટું કામ કરવું તે એક પ્રકારે ફ્રોડ જ છે, જેના માટે સજા પણ થઈ શકે છે.

આજનું રાશિફળ તારીખ 05-01-2025
Headache in Winter : શિયાળામાં માથું કેમ દુખે છે?
Jaggery and Sesame Benefits : સફેદ તલ અને ગોળ સાથે ખાવાથી શરીરને થાય છે ચોંકાવનારા ફાયદા
Control Blood Sugar : તેજ પત્તા ડાયાબિટીસના દર્દીઓ માટે છે આશીર્વાદ સમાન
જયા કિશોરી, ધીરેન્દ્ર શાસ્ત્રી, પ્રેમાનંદ મહારાજ... જાણીતા આધ્યાત્મિક ગુરુઓ રોજ શું ખાય છે?
તમે અમીર બનવા માગતા હોવ તો જીવનમાં મુકેશ અંબાણીના આ 5 નિયમોનું કરો પાલન

 

 

આ પણ વાંચો : મેસેજમાં આવેલી લિંક પર ક્લિક નહીં કરો તો ફોન હેક થઈ જશે, જો આવો કોલ આવે તો રહો સાવધાન, જાણો કેવી રીતે કરે છે ફ્રોડ

આ રીતે તૈયાર કરવામાં આવે છે ફેક સ્ક્રીનશોટ

  • સૌથી પહેલા ગૂગલમાં Fake details સર્ચ કરવાનું રહે છે.
  • ત્યારબાદ તેમાં ઘણા વિકલ્પો જોવા મળશે.
  • તેમાં સોશિયલ મીડિયા વિકલ્પ પસંદ કરો.
  • તેમાં બધા જ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ માટે ઓપ્શન મળશે જેના દ્વારા સ્ક્રીનશોટ બનાવી શકાય છે.
  • આ લિસ્ટમાં ઈન્સ્ટાગ્રામ, ફેસબુક, વોટ્સએપ અને અન્ય પ્લેટફોર્મ જોવા મળે છે.
  • તેમા લાસ્ટ સીન, તારીખ બંને પક્ષના બનાવી શકાય છે.

ટેક્નોલોજીના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article